રાજકોટની પી.ડી.એમ. ફાટક નજીક રેલવે ટ્રેક પર કપાયેલ બે ગૌવંશના મૃતદેહ રઝળ્યા બાદ ચાર દિએ કરાયા દફન

ગૌ-વંશના મૃતદેહના નિકાલ માટે મુસ્લીમ વેપારીના પ્રયાસો બાદ તંત્ર જાગ્યું

રાજકોટના ઢેબર રોડ પર આવેલા પી.ડી.એમ. ફાટક નજીક 20 જુલાઇએ રેલવે ટ્રેક પર બે ગૌવંશના કપાયેલા મૃતદેહો ચાર દિવસ સુધી રઝળતા ભારે દુગંધ અને ધાર્મીક લાગણી દુભાતી હોવા છતાં કોઇ જવાબદારો દ્વારા પગલા લેવાની દરકાર ન લેવાતી હોવાની ફરીયાદ સ્કેપ વેપારી અને સમાજ સેવક અલ્તાફભાઇ ચીચોદરા એ કોર્પોરેશનથી લઇ મોટી સંસ્થા અને ગૌસેવાના મોટા આગેવાનોને મૃતદેહના નિકાલની રજુઆત કરતા કોઇએ વાત કાને ધરી ન હોતી અંતે કોર્પો. દ્વારા રેલવે ટ્રેક નજીક જ ખાડો કરી બન્ને કોહવાયેલા ગૌવંશ મૃતદેહો દફનાવી દીધા હતા.

ચાર દિ મૃતદેહો રઝળ્યા તેમાં ટ્રેન ડ્રાઇવર, ટીકીટ ચેકર ગાર્ડ, સુરક્ષા કર્મચારીઓની બેદરકારી અને લાગતા વળગતાઓની જવાબદારીની ફેકા ફેંકી સામે યોગ્ય તપાસ સાથે કાર્યવાહી થવી જોઇએ તેમ અલ્તાફભાઇ ચીચોદરાએ ઉચ્ચ કક્ષાએ રજુઆતમાં માંગ કરી છે.