સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ત્રીજા તબક્કાની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ત્રીજા તબક્કાની પરીક્ષાનો આજથી શાંતીપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રના 128 કેન્દ્રો પર 44726 વિદ્યાર્થીઓ 31મી જુલાઈ સુધી પરિક્ષા આપશે. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા 72થી વધુ એકસપર્ટની ટિમ દોડાવવામાં આવી છે.

128 કેન્દ્રો પર 44726 વિદ્યાર્થીઓ 31મી જુલાઇ સુધી આપશે પરીક્ષા: ગેરરીતિ અટકાવવા 72થી વધુ એકસ્પર્ટ સ્ક્વોડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી ત્રીજા અને છેલ્લા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં બી.આર્કિટેક સેમ 1 અને 3, બી.એલઆઈબી અને એમ.એલઆઈબી, એમ.આર.એસ અને એલ.એલ. એમ. એચ. આર તેમજ બીએ સેમ 6, બીએ.એલ.એલ. બી.સેમ 8 સહિત 32 વિધાશાખાની જૂદી જુદી પરિક્ષા લેવાશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બી.કોમ સેમ-6માં સૌથી વધુ 19246 અને બી.એ સેમ-6માં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.