Abtak Media Google News

અબતક, અરૂણ દવે
રાજકોટ

વિશ્ર્વમાં 16 નવેમ્બર 1945ના રોજ યુનેસ્કોની સ્થાપના કરવામાં આવી હતી. તેનું પુરૂ નામ યુનાઇટેડ નેશન્સ એજયુકેશનલ સાયન્ટીફીક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છે. તેમનું વડુ મથક પેરીસ ખાતે છે. તેની સ્થાપના પાછળનો હેતુ શિક્ષણ, સંસ્કૃતિ, વિજ્ઞાનના પ્રચાર-પ્રસારના માઘ્યમો સાથે આંતરરાષ્ટ્રીય શાંતિ વિકાસ અને તેના સંબંધોને વેગ આપવાનો છે.યુનેસ્કોના 195 દેશો મેમ્બર છે. જયારે 10 એસોસિયેટ સભ્ય છે.

આજનો દિવસ આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ તરીકે પણ વિશ્ર્વભરમાં ઉજવાય છે

આપણો દેશ 1946 થી આ સંગઠનનું સભ્યપદ ધરાવે છે. પેરીસની વડી કચેરી સાથે વિશ્ર્વભરમાં પ0 થી વધુ ફિલ્ડ ઓફીસ યુનેસ્કો ધરાવે છે. આજે તેની સ્થાપના દિવસને વિશ્ર્વ સહિષ્ણુતા દિવસ તરીકે પણ ઉજવાય છે.વૈશ્ર્વિક સ્તરે યુનેસ્કો મુખ્ય પાંચ થીમ આધારીત કાર્ય કરે છે, જેમાં શિક્ષા, પ્રાકૃતિક વિજ્ઞાન, સામાજીક અને માનવ વિજ્ઞાન, સંસ્કૃતિ અને સુચના તથા સંચાર અન્વયે પૂરી દુનિયામાં કાર્ય કરે છે.

યુનેસ્કો દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ દિવસોની ઉજવણી પણ કરવામાં આવે છે. આજે જેમ સહિષ્ણુના દિવસ છે તેવી જ રીતે આ ચાલુ માસ નવેમ્બરમાં મહિલાઓ સામે હિંસા નાબૂદી, પેલેસ્ટિનિયન લોકો સાથે એકતાનો દિવસ ઉજવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.