Abtak Media Google News

જામનગર માર્કેટીંગ યાર્ડમાં એક દિવસમાં ચાલુ સીઝનની રેકર્ડબ્રેક અંદાજે રૂ.7.35 કરોડની 61250 મણ મગફળી ઠલવાઇ હતી. હરાજીમાં મગફળીના રૂ.950-1450 ભાવ બોલાયા હતાં. 854 ખેડૂત આવતા 85263 મણ જણસની આવક થઇ હતી.

મગફળીની સાથે લસણ, કપાસ, જીરૂ, ધઉં, અજમો, સૂકી ડુંગળીની નોંધપાત્ર આવક થઇ હતી.મગફળીની સીઝન શરૂ થતાં જામનગર માર્કેટ યાર્ડમાં ધૂમ આવક થઇ રહી છે. શનિવારે યાર્ડમાં એક જ દિવસમાં 200 ખેડૂત હરાજીમાં મગફળી વેંચવા આવ્યા હતાં. આથી યાર્ડની બહાર વાહનોની કતારો લાગી હતી. એક જ દિવસમાં યાર્ડમાં 61250 મણ મગફળી ઠલવાઇ હતી. જેના કારણે યાર્ડ મગફળીથી ઉભરાઇ ગયું હતું.હરાજીમાં 20 કીલો મગફળીના રૂ.950 થી 1450 બોલાયા હતાં.

તદઉપરાંત ધઉંની 4644, અડદની 1582, ચોળીની 144, ચણાની 1348, અરેંડાની 417, તલની 833, લસણની 3537, કપાસની 5043, જીરૂની 1383, અજમાની 1350, સૂકી ડુંગળીની 1492, સૂકા મરચાની 772, સોયાબીનની 240 મણ આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો અડદના રૂ.1200-1460, ચોળીના રૂ.1215-1370, અરેંડાના રૂ.1200-1262, તલના રૂ.1880-2180, લસણના રૂ.190-715, કપાસના રૂ.1300-1740, જીરૂના રૂ.2100-2995, અજમાના રૂ.1700-2355, સૂકા મરચાના રૂ.850-2415 બોલાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.