માલણકા નજીક પુલ ધરાશાયી થયા બાદ જીવનાં જોખમે રસ્તો ઓળંગતા રાહદારીઓ

તંત્ર દ્વારા હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ ન કરાઈ: લોકોને ભારે હાલાકી

જુનાગઢનાં માલણકા નજીક થોડા દિવસ પૂર્વે પુલ ધરાશાયી થયો હતો. આ પુલ પસાર કરવા માટે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. રાહદારીઓ જીવનાં જોખમે આ પુલને ઓળંગી રહ્યા છે. સામે તંત્રની નિષ્ક્રીયતાને લીધે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં જુનાગઢનાં માલણકા પાસે આવેલો પુલ ધરાશાયી થયો હતો જેમાં ઘણા વાહન ચાલકોને ઈજા પણ પહોંચી હતી. આ પુલ હજી યથાવત સ્થિતિમાં રહ્યો છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી. રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓ આ પુલને જીવન જોખમે ક્રોસ કરી રહ્યા છે. તંત્રની ઢીલી નીતિનાં કારણે અહીંના સ્થાનિકો રોષે ભરાયા છે. આ અંગે ત્વરીત કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.