Abtak Media Google News

રાજકોટ શહેરને કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસની સંયુક્ત ટીમો દ્વારા વ્યવસાયિક એકમના સ્થળોએ ફરજીયાત માસ્કનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા આવશ્યક પગલાં લેવામાં આવશે. વ્યવસાયિક એકમો કે જ્યાં લોકોની અવરજવર થતી રહે છે. આવા સંજોગોમાં લોકો અને વેપારીઓ માસ્ક પહેરે તે ખુબ જ જરૂરી છે અન્યથા કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવાની દહેશત રહે છે.

આ બાબતને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગમાં રહેશે. આ ચેકિંગ દરમ્યાન જો વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા દેખાશે કે પોતે પણ માસ્ક નહી પહેર્યું હોય અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવેલ નહી હોય તો જે-તે વ્યવસાયિક એકમ સાત (7) દિવસ સુધી સીલ કરી દેવાની કાર્યવાહી મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.