Abtak Media Google News
  • વેદાંતા ફોક્સકોન જેવી ગુજરાતમાં ઉભા કરશે ઇલેક્ટ્રોનિક ચિપ ઉત્પાદન યુનિટો
  • વર્ષ 2026 સુધીમાં આશરે 5.60 લાખ કરોડ રૂપિયાના સેમી કંડકટર યુનિટોની ખપત જોવા મળશે
  • દરેક ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિકાસ આશરે 24 લાખ કરોડને પાર પહોંચશે
  • સેમીકંડકટર માટે એસેમ્બલી યુનિટોને પણ ઉભા કરવામાં આવશે

કહેવાય છે કે ચિપ હવે ચીપ નથી. ભારત હાલ જેટ ગતિએ વિકાસવાદ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વિદેશ ઉપરની નિર્ભરતા ઘટે તે માટે સરકાર મહત્તમ ચીજ વસ્તુઓનું ઉત્પાદન દેશમાં જ શરૂ કરવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે દેશમાં સેમિકંડકટર યુનિટો ઉભા કરવા માટે સરકારે વિવિધ કંપનીઓ પાસેથી પ્રપોઝલ મંગાવ્યા હતા. ત્યારે આશરે 5 જેટલી કંપનીઓએ સેમીકંડક્ટર યુનિટો ઉભા કરવા માટે રસ દાખવયો હતો. જેમાંથી વેદાંતા ફોક્સકોન ગુજરાતમાં યુનિટ સ્થાપવા માટે પણ તૈયારી કરી હતી. આ તકે આવેલી અરજીઓને ધ્યાને લઇ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને જણાવ્યું છે કે, દેશમાં સેમીકંડક્ટર યુનિટો સ્થાપવાની પડતર અરજીઓને 2 માસ માજ મંજૂરી આપી દેવામાં આવશે. જેથી જડપભેર કંપનીઓ પોતાના યુનિટો ઉભા કરે અને આયાત ખર્ચ નીચો આવે. એટલુંજ નહીં વિદેશી દેશોને પણ ભારત પરનો ભરોસો વધ્યો હોવાથી ચાઇના પરની નિર્ભરતામાં પણ ઘટાડો આવ્યો છે.

ઇલેક્ટ્રોનિક અને આઇટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સેમિક્ધડક્ટર યુનિટો બનાવવા માટે અનેક કંપનીઓમાં હોળ જામી છે જેને ધ્યાને લઈ તમામ પડતર અરજીઓને આગામી બે માસમાં જ પૂર્ણ કરવામાં આવશે. બીજી તરફ સેમિક્ધડક્ટર યુનિટોના ઇકો સિસ્ટમમાં પણ ઘણો ફરો વિકાસ શેલા 8 થી 9 મહિનામાં જોવા મળ્યો છે જે ખરા અર્થમાં આવકાર્ય છે. સરકારે માહિતી આપતા જણાવ્યું હતું કે સેમિક્ધડક્ટર યુનિટો ઉભા કરવા માટે અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે 1.53 લાખ કરોડ રૂપિયાના રોકાણ અંગેની માહિતીઓ સામે આવી છે અને તે અંગેના પ્રપોઝલો પણ સામે આવ્યા છે.

વેદાંતા ફોક્ષકોન જે ઇલેક્ટ્રોનિક ચીપ ઉત્પાદન યુનિટો સ્થાપવા માટે તત્પરતા દાખવી છે તેમાં ઉત્પાદન યુનિટો ઊભા કરવા માટે આશરે 14 બિલિયન ડોલરની જરૂરિયાત ઊભી થઈ છે. જે પૈકી તેઓને સેમીકોન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ 5.6 બિલિયન ડોલર ની સહાયતા પણ મળી છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી છે. ઇલેક્ટ્રોનિક અને આઇટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ઇન્ડિયા સેમિક્ધડક્ટર મિશન અંતર્ગત સરકાર આગામી 30 થી 60 દિવસ એટલે કે બે મહિનાના સમયગાળામાં જ યુનિટો સ્થાપવા માટે આવેલી અરજીઓને મંજૂરી આપી દેશે. માત્ર ઉત્પાદન યુનિટો જ નહીં પરંતુ પેકેજીંગ અને ટેસ્ટિંગ માટેના યુનિટોને પણ ઉભા કરવામાં આવશે.

ગુજરાત સહિત કર્ણાટક જેવા રાજ્યોમાં સેમિક્ધડક્ટર અને ઇલેક્ટ્રોનિક ચીફ યુનિટો ઉભા થતા રાજ્યનો વિકાસ પૂર ઝડપે આગળ વધશે અને વિકાસવાદની સાથોસાથ રોજગારીની તકો પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળશે એટલું જ નહીં વિદેશી કંપનીઓ પણ જંગી રોકાણ સાથે ગુજરાતમાં પોતાના યુનિટો ઉભા કરશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી રહી છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો અંગે આઇટી મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2014માં એક પણ રૂપિયાનો નિકાસ કરવામાં આવ્યો નહોતો પરંતુ હાલ આશરે 15 બિલિયન ડોલરનો નિકાસ કરવામાં આવ્યો છે જે સૂચવે છે કે ભારત પરની નિર્ભરતા અને ભરોસો વિશ્વના દેશોમાં વધુ જોવા મળી રહ્યો છે. આઈપી મંત્રી દ્વારા એ વાતનો પણ આશાવાદ વ્યસ્ત કરવામાં આવ્યો છે કે આગામી વર્ષ 2025 સુધીમાં દરેક ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓનો વિકાસ 300 બિલિયન ડોલરને પાર પહોંચશે ત્યારે ઉત્પાદન ક્ષેત્રે 120 બિલિયન ડોલરનો નિકાસ શક્ય બનશે.

વિશ્વની સરખામણીમાં માત્ર 10% જ સેમિક્ધડક્ટર યુનિટો ભારતમાં બની રહ્યા છે જે આંકડાને સરકાર વધારવા માટે પણ અનેક પ્રોત્સાહન લક્ષી યોજનાઓની અમલવારી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.