Abtak Media Google News

અબતક, રાજકોટ

દેશભરના માટે હયાતીનો દાખલો જમા કરાવવા માટે સરકાર દ્વારા વધુ એક વાર મુદતમાં વધારો કરવામાં આવ્યો છે, દાખલો મેળવવા પાછળ રહી ગયેલા પેન્શનરોને મૂંઝાવાની જરૂર નથી સરકારે જીવન પ્રમાણપત્ર માટેની તારીખ લંબાવીને છેલ્લી તારીખ નવેમ્બર 30 ના બદલે હવે 31મી ડિસેમ્બર સુધી દાખલો જમા કરાવવાની મુદત વધારી દીધી છે 30 દિવસના આ વધારાથી જે લોકો દાખલો લેવા માં પાછળ રહી ગયા હોય તે ઓની મૂંઝવણ સરકારે દૂર કરી છે.

પેન્શન અને પેન્શનરો નીધી કલ્યાણ વિભાગ દ્વારા પહેલી ડિસેમ્બરે આં અંગેની જાહેરાત કરી હતી અને હવે 31 ડિસેમ્બર સુધી વધારવામાં આવી છે કોરોના સંક્રમણ દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને સિનિયર સિટીઝનોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ દાખલા માટે થયેલા વિલંબ થી મૂંઝવણ ઊભી થઈ હતી, સરકાર દ્વારા દાખલો જમા કરાવવાની મુદત વધારીને હવે એક જ ડિસેમ્બર સુધી ની અવધી આપવામાં આવી છે.

ફરિયાદી ના દાખલા માટેની મુદત વધતા બેંકો ધસારો ઘટશે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે 80 વર્ષથી વધુ વયના પેલી ઓક્ટોબરથી દાખલો જમા કરાવી શકે છે જ્યારે સરકારી કેન્સર માટે દર વર્ષે 1લી નવેમ્બર ની તારીખ હયાતી ના દાખલા જમા કરાવવા માટે હોય છે ઈપીએફ આધારિત પેન્શન થયા પહેલા દાખલો જમા કરાવવાની સવલત આપવામાં આવી છે હવે પેન્શનરો માટે આટલું જમા કરાવવાની મુદત 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હોવાની જાહેરાત એ  પેન્શનરોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.