Abtak Media Google News

કોરોનાની મહામારીમાંથી ઉગરવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરમાં ચાલી રહી છે. હાલની વકરતી પરિસ્થિતિને કાબુમાં લઇ સંક્રમણ અટકાવવા માટે હવે નિયમોના પાલનની સાથે રસીકરણ જ એક માત્ર ઉપાય હોય છે. હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60થી વધુ વયના લોકોને રસી આપવાનું શરૂ કર્યા બાદ હવે આગામી 1લી મે થી 18 વર્ષથી ઉપરના તમામ વયના લોકોને રસી આપવાની શરૂઆત થઇ જશે.

હાલ દેશમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેકસીન રસીના ડોઝ અપાઈ રહ્યા છે. આગામી ટૂંક સમયમાં રશિયાની રસી સ્પુટનિક-ટ પણ આવી જશે અને આગામી સમયમાં 18 વર્ષથી વધુ વયના લોકોનું જે રસીકરણ થવાનું છે એમાં આ રસીનો ઉપયોગ થશે. દેશના યુવાધનને રશિયાની રસી સ્પુટનિક-ટ અપાશે. આગામી સમયમાં હવે કોવિશિલ્ડ, કોવેકસીન ઉપરાંત રશીયાની સ્પુટનિક-વી અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.