Abtak Media Google News

આજ રોજ ૨.૨.૨૦૨૩ છે તારીખમાં અંક  ૨ ચાર વાર આવે છે. અંક ૨ ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે માટે આ દિવસ પર ચંદ્ર ની વિશેષ અસર જોવા મળશે. ચંદ્રએ મન છે ચંદ્ર એ ઊર્મિ છે ચંદ્ર લાગણી છે ચંદ્ર પાણી છે માટે આ દિવસે વિશેષતઃ લાગણીના સ્પંદનો જોવા મળશે. આપણે પંચાંગ અનુસાર જે તે વારે જન્મેલા જાતકના ગુણ જોઈ રહ્યા છીએ.

આજે આપણે ગુરુવારે જન્મેલા મિત્રો વિષે વિચાર કરીએ. ગુરુવારે જન્મેલા મિત્રો જ્ઞાન પિપાસુ હોય છે અને કોઈ પણ રીતે જ્ઞાન એકઠું કરવામાં માનતા હોય છે અને તેમનામાં જ્ઞાનની તરસ હોય છે અને કોઈ પણ શાસ્ત્રના મૂળ સુધી જવાની ઈચ્છા ધરાવતા હોય છે માટે જ ગુરુવારે જન્મેલા મિત્રો સારા શિક્ષકો, કથાકાર, ફિલસૂફ અને અધ્યાત્મ માર્ગના પ્રવાસી બનતા હોય છે વળી મંદિર,શિક્ષણ, શંશોધન, લેખન ,ધર્મ અને ટ્રસ્ટ વિગેરેમાં રુચિ લેતા હોય છે.

ગુરુવારે જન્મેલા મિત્રો સારી શિક્ષા અને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી શકે છે અને બીજાને શીખવી પણ શકે છે. તેમનામાં એક સત્વ જોવા મળે છે અને સમાજ તેમને આદરથી જુએ છે અને તેમની સલાહની ગણના કરવામાં આવે છે તેમને સમાજમાં સારું સ્થાન તેમના જ્ઞાન અને શુદ્ધ આચરણને કારણે મળતું હોય છે. ગુરુવારે જન્મેલા લોકો વિચાર મુજબ ખુબ આગળ હોય છે અને કોઠાસૂઝ ધરાવતા હોય છે પરંતુ ક્યારેક આળસ કરી જતા હોય છે અને તેમના વિચારોને પ્રાયોગિક રીતે આગળ ધપાવી શકતા નથી અને વધુ પડતો શારીરિક શ્રમ ટાળતા જોવા મળે છે જો તેઓ વધુ સક્રિય થઇ કર્મ કરે તો વધુ સફળ થતા જોવા મળે છે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.