Abtak Media Google News

વ્યસ્ત જીવન શૈલીમાં લોકો પાસે વ્યાયામ કરવા માટે સમય નથી. ઓફિસમાં દિવસભર બેઠા બેઠા કામ કર્યા બાદ ઘણી પ્રકારની લાઇફ સ્ટાઇલ જનીત બિમારીઓની ચપેટમાં આવવાનું જોખમ વધી જતું હોય છે. આ ઉપરાંત ગરદનમાં દુખાવો, કમરનો દુખાવો, મોટાપો વગેરે વધી જતું હોય છે. આવામાં આજે હું તમને એવા વ્યાયામ વિશે જણાવિશ કે તે તમે ઓફિસમાં બેસીને પણ કરી શકશો.

– પોતાની ખુરશી પર આરામથી બેસો, અને બંને હાથથી ખુરશીના હેન્ડલને ફિટ પકડી શરીરને ઉપરની તરફ લઇ જાવ, છાતીને બહાર કાઢી ખંભાને નમાવો આમ ૩-૫ વખત કરવાથી અને ઉંડો શ્ર્વાસ લેવાથી ફાયદો થાય છે.

Office– ઉંડો શ્ર્વાસ ખેંચી બંને હાથને ઉપરની તરફ ઉઠાવો. ઉપરની તરફ બંને હાથના પંજાને ભેગા કરી તમારી ડાબી બાજુ નમો. આ પોઝમાં ૫-૮ વાર શ્ર્વાસ લો ત્યાં સુધી થોભો.

– બેઠા-બેઠા પોતાની ડાબી તરફ વળે. પોતાના હાથને ડાબા હાથથી ખુરશીના પાછળના હિસ્સાને પકડી રાખો. આ પોઝમાં ૫-૮ વખત શ્ર્વાસ લેવો.

25 Ejercicios Para Fortalecer Los Triceps 5269 1

– પોતાના ડાબા પગને પોતાના જમણાં પગના ઘૂંટણ પર લઇ જાવ. પીઠ સીધી રાખી તેને આગળની તરફ નમાવો, ઓછામાં ઓછી પાંચ વાર શ્ર્વાસ લઇ આ પોઝમાં રહો અને ફરીથી તેને રિપીટ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.