ધ્રોલના ખારવા-માનસરના ‘મગરની પીઠ’ જેવા માર્ગથી ૮ ગામના લોકો ત્રાહિમામ

હાડમારીનો ભોગ બનતા વાહન ચાલકો: અનેક રજુઆત તંત્રના બહેરાકાને અથડાતી હોવાની ચર્ચા

ધ્રોલ તાલુકાના ખારવાથી માનસર સુધીના અત્યંત બિસ્માર રોડથી વાહનચાલકો ત્રાસી ગયા છે. આ બાબતે અવારનવાર રજૂઆતો પછી પણ જાડી ચામડીના સંબંધિત તંત્રના પેટનું પાણી હલતું ના હોવાથી વાહનચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

મળતી વિગતો મુજબ ધ્રોલ તાલુકાના ખારવાથી માનસર ગામ સુધીનો રોડ ભારે બિસમાર બન્યો છે. આ રોડ પરના ખાડા ખબડા તારવવા દરમિયાન અકસ્માતોની સર્જાય છે. આવા બધું બધા જાણતા હોવા છતાં રોડને રીપેર કરાવવા કોઈ જાગતા ના હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાસી ગયા છે.

જાણકારો કહે છે કે હમાપર, માનસર, જાળિયા, દેવાઈ, ખીજડીયા, સહિત મોટાભાગના ગામનો વાહન વ્યવહાર આ રોડનો ઉપયોગ કરે છે. રોજ સુરજ ઉગેને આથમે ત્યાં સુધી હજારો વાહનો આ રોડ પરથી પસાર થાય છે. આ રોડનો ઉપયોગ કરનાર વાહન ચાલકો ભારે યાતના ભોગવી રહ્યાં છે. કારણ કે ખખડધજ રોડને કારણે વાહનો ધીમી ગતિએ ચલાવવા પડતા હોવાથી સરવાળે સમય અને પેતોરલ-ડીઝલની ખુવારી વાહન ચાલકોને ભોગવવી પડે છે.

સૌથી દુ:ખની વાત એ છે કે  રાજ્ય આગેવાનો ધણી વાર પસાર થાય છે. તેઓ પણ ખારવાથી માનસર રોડની આવી બિસમાર હાલત સુપર જાણે છે છે છતાં તેઓ એ પણ કોઈ દિવસ આ રોડ રીપેર કરાવવા અંગત રસ દાખવ્યો ના હોવાના પ્રજામાં આક્ષેપો  થઇ રહ્યા છે.