Abtak Media Google News

31મી જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થશે અને 1લી ફેબુ્રઆરીએ સવારે 11 વાગે નાણાપ્રધાન નિર્મલા સીતારામન બજેટ વાંચવાનું શરૂ કરશે અને જ્યારે તે દરખાસ્તો વાંચશે ત્યારે ફટોફટ તેની અસરો જાણવા આર્થિક નિષ્ણાતો મેદાનમાં આવી જશે. બજેટની સીધી અસરો ત્વરીત જાણી શકાશે પરંતુ આડકતર અસરો માટે બજેટની અસરો પર વિવિધ નિષ્ણાતો તેનું પૃથ્થકરણ કરીને પોતાનો ઓપીનીયન આપશે ત્યારે ખબર પડશે.

નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું સંપૂર્ણ બજેટ  છે. વિવિધ મંત્રાલયોએ કરેલી ભલામણો અને નવા આઇડયાનો અમલ કરવા પણ સરકાર પ્રયાસ કરશે એમ મનાય છે. હાલમાં મોદી સરકાર ગરીબો માટે જે સ્કીમો ચલાવે છે તેના કરાણે સરકારની તિજોરી પર પડતો ભાર હળવો કરવા માટે પણ નાણાપ્રધાને સરકારને લખ્યું હતું. પરંતુ સામે ચૂંટણી આવતી હોય ત્યારે સરકાર આવી કરોડોના લાભ આપતી સ્કીમો બંધ કરી શકે નહીં તેપણ સ્વભાવિક છે.

ઇન્કમટેક્ષની લિમિટ અને સ્ટાન્ડર્ડ ડીડક્શનમાં વધારો બંને નોકરીયાત વર્ગ માટે મહત્વના હોઇ તેની પર સરકાર વિચારી રહી હોય એમ લાગે છે પરંતુ સરકારની નજર વધુ આવક ઉભી કરવા પર હશે. બજેટ ખાધ્ય મોદી સરકાર ઘટાડી શકી નથી.

સરકારના બે પાડોશી પાકિસ્તાન અને શ્રીલંકા આર્થિક ક્ષેત્રે નામોશી ભરી સ્થિતિમાં છે. જ્યારે મોદી સરકારે વૈશ્વિક મંદીના સૂસવાટા વચ્ચે ભારતમાં મંદીની પકડ ઉભી થવા દીધી નથી જે પ્રશંસનીય કહી શકાય. સરકાર સામે અનેક પડકારો છે. કેટલાક નિષ્ણાતો અને રેટીંગ એજંસીઓને ભારતના રેટીંગમાં સુધારો કરવાની ફરજ પડી છે. આર્થિક તંત્ર નબળું ના પડે અને પ્રજાની બહુ હાલાકી ના પડે તે માટે સરકારે કોઇ વિશેષ પગલાં લેવા પડશે એમ મનાય છે.

વધુમાં સરકાર ગ્રીન બજેટનું સપનું પુરૂં કરશે. એટલેકે ગ્રીન હાઇડ્રોજન, પર્યાવરણ, ઇલેક્ટ્રીક વેહીકલ વગેરે માટે રાહતોનો વરસાદ જોવા મળી શકે છે. ઉત્પાદન ક્ષેત્રે નબળી પડી રહેલી ચીનની સ્થિતિનો લાભ પણ સરકાર ઉઠાવશે તેમ જોવા મળી શકે છે. પ્રોડક્શન લીંક સ્કીમના કારણે ઉત્પાદન કરતા એકમોથી થતા લાભની સ્કીમનો વ્યાપ વધારાશેે એમ મનાય છે.

મધ્યમ વર્ગ અને નોકરીયાત વર્ગની નજર ઇન્કમટેક્ષની લિમિટ અને પેટ્રોલના ભાવો પર રહેલી હોય છે. લોકો માને છે કે 2024માં લોકસભાની ચૂંટણી આવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવવા મક્કમ રહીને આગળ વધી રહ્યા છે ત્યારે બજેટમાં રાહતો અપાય તેવી શક્યતાઓ છે.

મોદી સરકાર મધ્યમ વર્ગની સરકાર હોવો દાવો કરાય છે પરંતુ દરેક ચીજોના ભાવ વધારા સામે સરકારે લીધેલાં પગલાંની કોઇ અસર થઇ હોય એમ દેખાતું નથી. બજેટ બાદ શું સસ્તું થશે અને શું મોંધું થશે તેની યાદી બનાવનારાઓને ખબર હોય છે કેે બહુ ઓછી ચીજો સસ્તી થતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.