Abtak Media Google News

મેષ રાશીફળ – આ રાશિના જાતકોને જીતનું જશ્ન દિલને ખુશીથી ભરી દેશે. આજનાં દિવસ દરમિયાન મનોરંજન અને એશોઆરામના સાધનો પર વધારે ખર્ચ ન કરશો. જો તમે વ્યવસાયીક અંદાજ કોઈની સામે રાખશો તે કરિયરમાં ફેરફારની દ્રષ્ટીએ લાભદાયક રહેશે. દિવસ દરમિયાન જો કોઈ તમારી સલાહ માંગે તો અચકાશો નહીં, તે આપેલી સલાહ દ્વારા તમારા વખાણ થશે. જીવનસાથી તરફથી સારો સહયોગ પ્રાપ્ત નહીં થાય.

વૃષભ રાશીફળ – આ રાશિના જાતોને તેમની ઊંચી બોદ્ધિક ક્ષમતાઓ કાર્યસ્થળએ સાથી કર્મીઓ સાથે હરિફાઈમાં સહાયતા કરશે. માત્ર સકારાત્મક વિચારોથી બધા જ ક્ષેત્રમાં જીત મેળવી શકશો. તમારા ફાલતુ ખર્ચા તમારા બજેટને બગાડી શકે છે. તમારા જીવનસાથી સાથે સમય વીતાવવાની જરૂરત છે. આજનાં દિવસ દરમિયાન તમારી ભાગીદારીની યોજના સકારાત્મક પરિણામને બદલે પરેશાનીઓ આપી શકે છે.

મિથુન રાશીફળ – આજના દિવસ દરમિયાન સ્વયંને શાંત બનાવી રાખો કેમ કે, આજે તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને પોતાના ગુસ્સા પર કાબુ રાખવો. આ રાશિના જાતકોને દિવસ આગળ વધતા નાણાકીય સ્થિતિમાં સુધાર જણાશે. આજના દિવસમાં સમગ્ર પરિવાર ખુશ થઈ જાય તેવા સમાચાર મળી શકે છે. નોકરો અને સહકર્મીઓથી પરેશાનીની સંભાવનાને નજરઅંજાજ ન કરશો.

કર્ક રાશીફળ – આ રાશિના જાતકોએ પોતાની માનસીક સ્થિતિ પર સંયમ રાખવો, જેથી શારીરિક બીમારીથી બચી શકાય. નકારાત્મક વિચારોનો આજે ત્યાગ કરો. જેમની ખરાબ આદતો તમને નુકસાન પહોંચાડે એવા લોકોથી દૂર રહેવું. કોઈ ત્રીજા વ્યક્તિના કારણે જીવનસાથી સાથેના સંબંધમાં વાદવિવાદ થઈ શકે છે. સહકર્મીઓ પાસેથી આશા અનુસાર, સહયોગ નહીં મળે. પોતાની વ્યક્તિગત જાણકારી ગોપનીય રાખો ખાસ કોઈ સાથે શેર ના કરશો.

સિંહ રાશીફળ – આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યને નજરઅંદાજ કરવું નહીં તથા વ્યસનથી બચવું. ચાલાકીભરેલી આર્થીક યોજનાઓમાં ફસાવવાથી બચો – આજના દિવસ દરમિયાન રોકાણ કરવામાં પણ સાવધાની રાખવી. તમારા માતા-પિતાની તબીયત તમારા તણાવનું પણ કારણ બની શકે છે. ધરેલુ જવાબદારી અને રૂપિયા-પૈસાના વાદ-વિવાદમાં જીવનસાથી સાથે મનદુખ થઈ શકે છે. તમારા કામની ગણવત્તા, લગન અને ધગસ જોઈને તમારા વરિષ્ઠ અધિકારી તમારાથી પ્રભાવિત થઈ શકે છે.આજના દિવસ દરમિયાન વાતચીત સમયે શબ્દ પ્રયોગ સમજીને કરવો.

કન્યા રાશીફળ – આ રાશિના જાતકોને માનસિક શાંતીના કારણે દિવસ દરમિયાન તણાવ રહી શકે છે. કેટલીક યોજનાઓ ક્રિયાન્વીત હશે અને તાજા આર્થીક નફો અપાવી શકે છે. આજના દિવસે તમે બધાના ધ્યાનનું કેન્દ્ર હશો અને સફળતા તમારી પહોંચમાં હશે. આજના દિવસ દરમિયાન ઉતાવળમાં એવા કોઈ નિર્ણય ન કરો, જેથી ભવિષ્યમાં પછતાવવું પડે. વૈવાહિક જીવનની દ્રષ્ટીએ આજનો દિવસ થોડો મુશકેલ છે.

તુલા રાશીફળ – ગર્ભવતી મહિલાઓ માટે સાવધાની રાખવાનો દિવસ છે. આ રાશિના લોકોને માત્ર હોશિયારી પૂર્વક કરેલું રોકાણ ફળદાયી રહેશે, તેથી તમારી મહેનતની કમાણી સમજી વિચારીને ખર્ચ કરો. પારિવારિક જવાબદારીથી ભાગવાની કોશિસ ન કરશો, નહીં તો તણાવનું કારણ બની શકે છે. નવી યોજનાઓ આકર્ષક હશે અને સારી આવકનું સાધન બની શકે છે.

વૃશ્ચિક રાશીફળ – આ રાશિના લોકોને હૃદય રોગ માટે વ્યસન છોડવા માટેનો સારો દિવસ છે. કારણ કે, હવે તેનો જરા પણ ઉપયોગ નુકશાન પહોંચાડી શકે છે. આજના દિવસ દરમિયાન બેન્ક સાથે જોડાયેલા કામમાં સાવધાની રાખવી. તમારા જીવનસાથીનો મૂડ ખરાબ રહી શકે છે.

ધન રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારા વિચારોને સકારાત્મક રાખો, નહીં તો નિશક્રિયતાનો શિકાર બની શકો છો. આ રાશિના જાતકો માટે આજનો દિવસ વધારે લાભદાયી નથી, તેથી પોતાની આર્થિક સ્થિતિ પર નજર રાખીને વધારે ખર્ચ ન કરવો. આજના દિવસ દરમિયાન પાડોશીઓ સાથે ઝગડો તમારો મૂડ ખરાબ કરી શકે છે, પરંતુ તમારી જીભ પર સંયમ રાખો. આજે તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો, જે તમને આશા કરતા સારો ફાયદો અપાવી શકે છે. આજે તમારા પરિવારને સારી રીતે સમય આપશો

મકર રાશીફળ – આજે કામનું દબાણ વધતા તમે માનસિક અશાંતી અનુભવશો. ભાગીદારીવાળા વ્યવસાય અને ચાલાકીભરેલી આર્થીક યોજનાઓથી સાવધાન રહેવું અને સમજી વિચારીને રોકાણ કરવું. આજે યોગ્ય વાત યોગ્ય સમયે જ કરવી. જેને તમે પ્રેમ કરો છો, તેનું દિલ ના દુખાવશો. આ રાશિના જાતકો સાથે કાર્યક્ષેત્રમાં દુર્વ્યવહાર કરી શકે છે, જેથી તૈયાર રહો અને પ્રતિક્રિયા ના આપો. ભરપુર રચનાત્મક અને ઉત્સાહ તમને ફાયદાકારક દિવસ આપી શકે છે.

કુંભ રાશીફળ – તમારી ખુશી બીજા સાથે વહેંચવાથી દિવસ સારો રહેશે. જો તમે આજે લાંબા સમય માટે રોકાણ કરશો તો ફાયદો સારો થઈ શકે છે. આજે તમારો ઉર્જા ભરેલો વ્યવહાર તમારી આસ-પાસના લોકોને ખુશ કરી દેશે. તમારા જીવનસાથીનો સ્વભાવ તમને આજે પરેશાન કરી શકે છે. સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીના કારણે તમારૂ કામ સરળતાથી થઈ જશે.

મીન રાશીફળ – આ રાશિના જાતકોએ પોતાની જિંદગી સારી જીવવા માટે તમારી મહત્વકાંક્ષાઓ પર કાબુ રાખો. બેન્ક સાથે જોડાયેલા કામ અને લેવડ-દેવડમાં સાવધાની રાખવાની આવશ્યકતા છે. કાર્યસ્થળ પર જો તમે એકાગ્રતા નહીં બનાવી રાખો તો તમારે પદ ગુમાવવાનો વારો આવી શકે છે. એવા લોકો પર નજર રાખો જે તમને ખોટા માર્ગ તરફ લઈ જવા માંગે છે અથવા ખોટી જાણકારી આપી તમને ઉકસાવવાની કોશિસ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.