Abtak Media Google News

મેષ રાશીફળ – આજે તમારો સ્વભાવ બાળક જેવો રહેશે. આજના દિવસે કરેલું લાંબાસમયગાળાનું રોકાણ ફાયદાકારક રહેશે. આ રાશિના લોકોને અભ્યાસ બાબતે વધુ સમય ઘરની બહાર રહેવું માતા-પિતાના ગુસ્સાનું કારણ બની શકે છે. આજથી કરિયર માટે યોજના બનાવો ભવિષ્ય સુધરી જશે. વેબ ડિઝાઈનર્સના વ્યવસાય જોડાયેલા લોકો માટે આજનો દિવસ શાનદાર છે. પુરી એકાગ્રતાથી કામ કરવાથી કાર્યક્ષેત્ર પર તમારા વખાણ થઈ શકે છે. આજનો દિવસ થોડો મુશ્કેલી ભર્યો હશે પરંતુ દરેક સમસ્યાનો સામનો હંસીને કરવો. જીવનસાથીનો સાથ-સહકાર લઈ નવી યોજના બનાવવી.

વૃષભ રાશીફળ – આ રાશિના જાતકોનો દિવસ ઉર્જા ભરેલો રહેશે. આજના દિવસમાં જે આર્થિક લાભ મળવાના હતા, તે ટળી શકે છે. જેના પર તમને વિશ્વાસ છે, તે વિશ્વાસઘાત કરી શકે છે. આ રાશિના જાતકોનો બીજાને રાજી રાખવાનો સ્વભાવ મદદરૂપ સાબિત થશે. કામમાં ધીમી પ્રગતી હળવો માનસીક તણાવ આપી શકે છે. આજે વાહન ચલાવવામાં સાવધાની રાખવી નહિતર અકસ્માતનો ભોગ બનવું . આજે દરેક કાર્યમાં તમારા જીવનસાથીનો પુરો સહકાર પ્રાપ્ત થશે.

મિથુન રાશીફળ – પોતાના જીવનને નિરશ ન બનાવીને દરેક કાર્યમાં રુચિ બતાવો. આર્થિક મામલામાં સાવધાની રાખવાની જરૂર છે નહિતર નુકસાની થઈ શકે છે. આગામી દિવસોમાં તમારી પ્રગતિ થશે એવા ખુબ સારા અવસર તમને પ્રાપ્ત થશે. પોતાની વાતચીતમાં મૌલિકતા રાખવી, બનાવટી વાતો ફાયદો નહીં કરાવી શકે. આ રાશીના જાતકોએ વાદ-વિવાદ, દોષારોપણ વગેરેથી દુર રહેવું નહિતર સારા સબંધો બગડી શકે છે. વૈવાહિક જીવનમાં નાના-મતભેદોના કારણે તમે પરેશાનીનો શિકાર બની શકો છો.

કર્ક રાશીફળ : આજના દિવસ દરમિયાન સમજદારીથી લીધેલા નિર્ણયોથી તમે સારૂ ધન કમાઈ શકશો. આજે માત્ર તમારે આંખ અને કાન ખુલ્લા રાખવાની જરૂરત છે તેનાથી જ તમારા કર્યો સાર્થક થઈ જશે. કાર્યસ્થળ પર તમારા કામ અને તમારી મહેનતના વખાણ થઈ શકે છે. ગપ્પાબાજી અને અફવાહથી દુર રહેવું તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારી જિંદગીનું કોઈ રહસ્ય જીવનસાથીને ઉદાસ કરી શકે છે.આ રાશિના જાતકોએ આજે ધ્યાનથી વાહન ચલાવવું.

સિંહ રાશીફળ – આ રાશિના જાતકોએ પોતાની અંદર સકારાત્મકતા લાવવાની જરૂર છે તેથી આશાવાદી બનો અને ઉજળા પક્ષને જુઓ, નવા દરવાજા ખુલશે. ઉધાર માંગનારા લોકોને આજે નજર અંદાજ કરો. તમારા પરિવારને સમય આપો જેનાથી ઘરમાં બધા લોકો સાથે સબંધ બનશે. આજના દિવસ દરમિયાન પેન્ડિંગ પડેલું કામ પૂરા થઈ શકશે . જીવનસાથી સાથે મતભેદ તણાવનું કારણ બની શકે છે.

કન્યા રાશીફળ – આ રાશિના જાતોએ સ્વાસ્થ્યને નજરઅંદાજ ન કરો. વ્યસનથી દુર રહેવું. પૈસા કમાવવાના નવા અવસર નફો કરાવશે. ઘરમાં વાદ-વિવાદ થઈ શકે છે તેથી જીભ તથા મગજ પર કાબૂ રાખીને ઘરમાં શાંતિ જાળવવી. કાર્યસ્થળ પર સ્નેહનો માહોલ રહેશે. કોઈ આધ્યાત્મિક ગુરૂ તમારી મુશ્કેલીઓને દૂર કરીને મોટી સહાયતા કરી શકે છે. ભારે નુકશાનના કારણે જીવનસાથી સાથેના સંબંધમાં કડવાશ આવી શકે છે.

તુલા રાશીફળ – આજે ભીડભાડવાળા વિસ્તારમાં યાત્રા કરતા સમયે કેટલાક રોગીઓથી સાવધાન રહેવું નહીંતર તમે પણ તે રોગના ભરડામાં આવી શકો છો. પ્રોપર્ટી સાથે જોડાયેલ લેવડ-દેવડ પુરી થશે અને તમને આર્થિક લાભ થશે. તમારી સાથે રહેતો લોકો તમારાથી આજે ખુશ નહીં રહે. આ રાશિના જાતકોને કામકાજ દરમિયાન પૂરો દિવસ ઉત્સાહપૂર્ણ રહી શકે છે. વૈવાહિક જીવનને સારું બનાવવાની કોશિશ સફળ રહે.

વૃશ્ચિક રાશીફળ – આ રાશિના લોકોને જાતે જ કરેલી સારવાર ઘાતક સાબિત થઈ શકે છે. લેવડ-દેવડમાં અનુમાન નુકશાનકારક સાબિત થઈ શકે છે તેથી યોગ્ય નિર્ણય લઈને જ આર્થિક લેવડ-દેવડ કરવી. આજે રોકાણ કરતા સાવધાની રાખવી. સગા સંબંધીઓ સાથે થયેલી મુલાકાત સારી રહેશે. એવી પરિયોજના પર વિચાર કરવો જે ભવિષ્યમાં ફાયદો કરાવી શકે. વૈવાહિક જીવનમાં ખીજાઈ શકવાની સંભાવના છે.

ધન રાશીફળ – આ રાશિના જાતકોને તણાવના કારણે કોઈ ગંભીર બીમારી ઘર કરી શકે છે. પ્રાપ્ત થયેલું આજનું ધન આશા કરતા ઓછુ રહેશે. તમારા પ્રિયની ગેરહાજરી તમને અકેલાપનનો અહેસાસ કરાવશે. તમારી યોજનાને ઉજાગર ન કરશો, નહીં તો બધુ જ પ્લાનિંગ ખરાબ થઈ શકે છે. બીજા લોકોને રાજી કરવાની તમારી આ પ્રતિભાની લોકો ફાયદો ઉઠાવી શકે છે. જીવનસાથીને આજે વધારે સમય નહીં આપી શકો.

મકર રાશીફળ – આજના દિવસ દરમિયાન તમે ફ્રી ટાઈમનો આનંદ ઉઠાવી શકશો. આજે તમે બીજા લોકો પર વધારે ખર્ચ કરી શકો છો. આ રાશિના લોકોએ પોતાની મોજમસ્તીમાં પરિવારની જવાબદારીઓ ના ભૂલવી. કોઈની સાથે વધારે મિત્રતા કરવાથી બચવું, નહીં તો પછતાવવું પડી શકે છે. તમે મહેનત અને ધીરજથી જ તમારા ઉદ્દેશ્યયને પ્રાપ્ત કરી શકશો. કાર્યસ્થળ પર ગડબડી થવાની સંભાવના છે, જેથી કામ પર વધારે ધ્યાન આપવું. આજે ઘરકામને લઈ જીવનસાથી સાથે તણાવ સંભવ છે.

કુંભ રાશીફળ – ઘર પર તણાવનો માહોલ પરેશાન કરી શકે છે. તમારા રોકાણ અને ભવિષ્યની યોજનાને ગુપ્ત રાખો. બાળકો તરફથી ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. તમારો વર્ચસ્વવાદી સ્વભાવ ટીકાનું કારણ બની શકે છે. આજે તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો, તમે જે કામ પસંદ કરશો તે તમને આશા કરતા વધારે ફાયદો કરાવી શકે છે. આજે જીવનસાથી યાદગાર દિવસ પસાર કરી શકો છો.

મીન રાશીફળ – આ રાશિના જાતકોએ પોતાના મનની શાંતી માટે દાન-પુણ્યનું કરવું. બેન્કની લેવડ-દેવડના કામમમાં સાવધાની રાખવી નહિતર હિસાબમાં ગોટાડો થવાની સંભાવના રહેશે. પારિવારીક તણાવથી તમારૂ ધ્યાન ભંગ ન થવા દો. જો તમે કામકાજને લઈ વધારે દબાવ બનાવશો તો લોકો ભડકી શકે છે. કોઈ પણ મહત્વનો નિર્ણય લેતા સમયે નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. યાત્રા કરવાનું ફાયદાકારક પરંતુ મોંઘી સાબિત થઈ શકે છે. તમારી આસપાસના લોકો જીવનસાથી સાથેના સંબંધમાં મતભેદ પેદા કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.