Abtak Media Google News

અબતક, નવીદિલ્હી

દેશની ન્યાયપ્રણાલી સર્વોચ્ચ છે અને લોકોને તેના પર સૌથી વધુ ભરોસો પણ જોવા મળતો હોય છે ત્યારે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ૪૫ દિવસના સમયગાળામાં 70 કરોડ થી વધુ લોકો અને તેમના ન્યાયિક હકો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એન.વી રમન્ના જણાવ્યું હતું કે લોકો જ્યારે ન્યાયની અપેક્ષા માટે ઝંખે છે ત્યારે તેઓને તેમનો ઉત્તર અને તેમને મળતો ન્યાય ઝડપી મળવો જોઈએ જે માટે કોર્ટની કાર્યપદ્ધતિમાં પણ ઘણા ખરા અંશે સુધારો લાવવો જરૂરી છે.

આ માટે દેશના છેવાડા સુધી ના દરેક લોકોને તેમના ન્યાયિક હકો અંગે જાગૃતતા લાવી અત્યંત આવશ્યક છે. વધુમાં તેઓએ જણાવતાં કહ્યું હતું કે લોકો બુદ્ધિમંત વકીલો ને નહીં પરંતુ ઝડપી ન્યાય મળી રહે તે માટે ઝંખે છે. કોર્ટ પરિસરમાં આવતા લોકો સહદેવ ન્યાય તેઓને ઝડપી મળે તે માટે સતત ભાગ આધોઈ કરતા હોય છે નહીં કે સારા વકીલ કે વકીલ ના કપડા ને જોઈને.

વધુમાં ચીફ જસ્ટિસે જણાવતા કહ્યું હતું કે જજ દ્વારા આપવામાં આવતો ઓર્ડર ખૂબ જ સરળ ભાષામાં હોવો જોઈએ જેથી લોકોને કોઇપણ પ્રકારની અગવડતા નો સામનો ન કરવો પડે અને ઓર્ડર નો મર્મ તેઓ ખૂબ સારી રીતે સમજી શકે. સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે લોકો નો ભરોસો જે ન્યાય પ્રણાલી પર જોવા મળે છે તે ખૂબ જ મહત્વનો છે જેને કોઈપણ શરણે તોડી શકાય તેમ નથી સાથોસાથ ઘણાખરા એવા પણ લોકો છે જેઓ અને તેમના હક વિશે ની માહિતી હોતી નથી જે તેઓને ખરા અર્થમાં મળવી જોઈએ.

દેશની ન્યાયપ્રણાલી અંગે જો વાત કરવામાં આવે તો ન્યાયનો અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા ૪૫ દિવસના સમયગાળામાં ખૂણે ખૂણે પહોંચી આશરે ૭૦ કરોડ લોકોને ‘એક મુઠ્ઠી આસમાન પર હક હમારા ભી તો હૈ’ કેમ્પેઇન ને અમલી બનાવી લોકોને ન્યાયિક હકો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. બીજી તરફ અત્યારના વકીલો દ્વારા પણ જે રીતે લોકોના કેસનો ઝડપી ઉકેલ આવે તે માટે કાર્ય કરવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.