રસીની આડઅસરની ગેરસમજણથી લોકોએ દૂર રહેવું: ડો.વિશાલ મેવા

રત્નદિપ કોવિડ હોસ્પિટલના ડોકટરોએ કોરોનાની સારવાર અંગેના પોતાના અનુભવો ‘અબતક’ સાથે વર્ણવ્યા

કોરોનાકાળ દરમિયાન અનેક લોકોમાં ડરનો માહોલ છે. માસ્ક પહેરવા અને સેનીટાઈઝરનો ઉપયોગ કરવા સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા છતાં કેસ વધી રહ્યાં છે. અલબત કોરોનાની સારવાર શકય છે. રાજકોટની જાણીતી રત્નદિપ કોવિડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૬૦ જેટલા દર્દી સાજા થઈ ચૂકયા છે. આવા સમયે માત્ર દર્દીને શારીરિક તકલીફ નહીં પરંતુ તેના પરિવારજનોને માનસીક અસમંજસમાંથી પણ પસાર થવું પડતું હોય. રત્નદિપ કોવિડ હોસ્પિટલના તબીબોએ પોતાના અનુભવો અને સુચનો ‘અબતક’ સાથે વાગોળ્યા હતા.

રત્નદિપ કોવિડ હોસ્પિટલના ડો.વિશાલ મેવા (એમ.ડી., આઈડીસીસીએમ, ક્રિટીકલ કેર સ્પેશિયાલીસ્ટ)એ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, કોરોનાની રસીમાં પરીક્ષણના પરિણામોની રાહ જોવાઈ રહી છે. સરકાર બધાના સારા માટે પગલા ભરી રહી છે. રસીની કેટલી આડઅસર થાય છે તેના ઠોસ પુરાવા નથી. લોકોએ ગેરસમજણથી દૂર રહેવું જોઈએ.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સોશિયલ મીડિયામાં ફરતા મેસેજથી બચવું જોઈએ. અફવાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ નહીં. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઈનને અનુસરવી જોઈએ. તેમણે રસી અંગે વધુ પ્રકાશ ફેંકતા કહ્યું હતું કે, કોલ્ડચેનથી ટેમ્પરેચર જાળવી રાખવું પડે છે. આ ટેમ્પરેચર છેક દર્દીના શરીરમાં રસી જાય ત્યાં સુધી જાળવી રાખવું પડતું હોય છે. જેની માટે વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે છે.

આજે પત્રકારોને રત્નદિપ કોવિડ હોસ્પિટલ ખાતે વિગતો આપતી વખતે સંચાલક ડો.પાર્થ પટેલ, ડો.શ્રધ્ધા ભુવા, ડો.મેઘના અઘેરા અને ડો.એન્જલ માર્કના સહિતના નિષ્ણાંત તબીબો હાજર રહ્યાં હતા. આ ઉપરાંત દર્દીના સગા સુરેન્દ્રસિંહ પરમાર પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે પણ હોસ્પિટલમાં દર્દીને અપાતી સુવિધા અંગે વિગતવાર માહિતી આપી હતી.

કોરોનાકાળ દરમિયાન સામાન્ય રીતે લોકો જ્યારે કોરોના પોઝિટિવ આવે છે ત્યારે તેમના મનમાં અને પરિવારજનોના મનમાં એક ડરનું વાતાવરણ ઉભું થાય છે,ત્યારે રાજકોટના રાષ્ટ્રીય શાળા રોડ પર આવેલ રત્નદીપ કોવિડ હોસ્પિટલના તબીબોએ પોતાના અનુભવો મીડિયા સાથે જણાવ્યા હતા.કોરોના પોઝિટિવ દર્દી જ્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે ત્યારે તેમની માનસિક સ્થિતિ ગંભીર હોય છે જયારે હોસ્પિટલના તબીબો તમામ પ્રકારે દર્દીઓને તૈયાર કરે છે અને પારિવારિક વાતાવરણમાં સંપૂણ સ્વચ્છ બનાવે છે,આ તકે દર્દીઓના સબંધીઓએ પણ પોતાના અનુભવો વર્ણવ્યા હતા અને કોરોના સામેની જીતના યોદ્ધાઓનો એવા તબીબોનો આભાર માન્યો હતો…રત્નદીપ કોવિડ હોસ્પિટલ શરૂ થયાને બે મહિના જેટલો સમય થયો છે જે દરમિયાન અંદાજીત ૧૦૦ જેટલા કોરોના દર્દીઓને જંગ જીતાળીને પોતાના ઘરે પરત મોકલ્યા છે.

ડોકટર્સ ટીમ દ્વારા દર્દીની પૂરી કાળજી લેવામાં આવે છે: સંજયસિંહ પરમાર

‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન દર્દીના સગા સંજયસિંહ પરમારએ જણાવ્યું હતુ કે હાલ અમે રાજકોટમાં રહીએ છીએ મારૂ ગામ વડવાજડી છે. ત્યાંથી મારા મામા માધવજીભાઈ ડાભી તેમની ઉમર ૭૫થી વધુ ઉંમર છે. તેમને અમે કોરોના પોઝીટીવ આવતા રાજકોટની હોસ્પિટલમાં લાવતા બેથી ત્રણ હોસ્પિટલમાં તો ના પાડી હતી ત્યારબાદ અમે રત્નદિપ કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યો અહીંયાના ડોકટર વિશાલ મૈવા, જીજ્ઞેશ પટેલ, પાર્થ પટેલ સહિતની ટીમ દ્વારા ખૂબ સારી રીતે ટ્રીટમેન્ટ આપતા હાલ ખૂબજ સારી પરિસ્થિતિ છે. જયારે તેમને હોસ્પિટલમાં લાવ્યા ત્યારે તેનું સિરવેશન લેવલ ૧૩ હતુ અને સિટીસ્કેન લેવલ ૨૪-૨૫ હતુ તેમને ગંભીર પરિસ્થિતિમાં લઈ આવ્યા હતા ડોકટર્સની ટીમ દ્વારા ત્રણ દિવસની પરફેકટ સારવાર મળતા આઠ દિવસ બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અહિયા દર્દીની ખૂબજ કાળજી રાખવામાં આવે છે. જેમાં ડોકટર્સ વીઝીટ, નર્સ સ્ટાફ દ્વારા કેર કરવામાં આવે, નાસ્તો જમવાનું આપવામાં આવે છે.