‘કોંગ્રેચ્યુલેશન્સ’ જોઇને લોકો 100% અમને ‘કોન્ગ્રેચ્યુલેટ’ કરશે: શર્મન-માનસી

માવતરની કોઇ જાતિ હોતી નથી, એ મમ્મી હોય કે પપ્પા !!!

ફિલ્મમાં યુવાઓની લઇ વડીલોને ભરપુર ઇમોશનલ કોમેડી ડ્રામાં જોવા મળશે

બોલીવુડ સ્ટાર શર્મન જોશી અને જાણીતા ગાયક અભિનેત્રી માનસી પારેખની ગુજરાતી ફિલ્મ ‘કોન્ગ્રચ્યુલેશન્સ’ શુક્રવાર થશે પ્રસ્તુત: ‘અબતક મીડિયા હાઉસ’ ની મુલાકાત લેેતા કલાકારો

માવતરત્વની કોઇપણ જાતિ હોતી નથી. એ મમ્મી હોય કે પાપા ! માતૃત્વ ધારણ કરવું એ દરેક સ્ત્રીની એક ઝંખના હોય છે અને પિતૃત્વ ધારણ કરવું એ પણ દરેક પુરૂષની ઝંખતા હોય છે. પરંતુ ધારી લો કે કોઇપણ કારણોસર અથવા સંજોગોવસાત એવી પરિસ્થિતિ આવીને ઉભી રહે કે કોઇ સ્ત્રી માતૃત્વ ધારણ કરી ના શકે તો શું? તમે કહેશો કે બાળકો દતક લેવા કે એડોપ્ટ કરવા, પણ શું બાળકો દતક લેવા એ એક જ રસ્તો છે? ના, આ સિવાય પણ રસ્તો છે. અને એ રસ્તો કયો તે જાણવા 3 ફેબ્રુઆરી 2023ના રોજ ‘કોન્ગ્રેચ્યુલે સન્સ’ હર કોઇ માતા-પિતા, ન્યુ મેરિડ યંંગ જનરેશનને જોવું જ પડશે.

ફીલ્મના પ્રમોશન માટે ખુબ જ પ્રચલિત હિન્દી ફીલ્મો જેવી કે થ્રી ઇડિયટસ, રંગ દે બંસતી, ગોલમાલ, ધમાલ મિશન મંગલ જેવી ફિલ્મના કલાકાર શર્મન જોશી તેમજ ગુજરાતી ગાયિકા અને અભિનેત્રી માનસી પારેખ તેમજ ફિલ્મના પ્રોકયુસર જીગરભાઇએ ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી. અને બને કલાકારોએ જણાવ્યું હતું કે, ‘કોન્ગ્રેચ્યુલેસન્સ’ જોઇને લોકો 100 ટકા અમને ‘કોન્ગ્રેચ્યુલેટ’ કરશે.

પ્રશ્ન:- ‘કોન્ગ્રચ્યુલેસન્સ’ ફિલ્મ અંગેનો તમારો બેઝિક વિચાર કેવો હતો? ફિલ્મ તમારા વિચાર – અપેક્ષાઓથી આગળ નીકળી ગઇ ?

જવાબ:- શર્મને જણાવ્યુૂ હતું કે મારૂ વલણ હંમેશા ફિલ્મની વાર્તા અનોખી હોય અને રીયલ લાઇફને ટપ કરતી હોય તેવું હું વ્યકિતગત રીતે માનું છું. લોકોને ફિલ્મ નિહાળવી ગમે તેવી હોવી જોઇએ. અને તેમાં એક મેસેજ સાથે મનોરંજન હોવું પણ ખુબ જરુરી છે. ખાસ તો કોન્ગ્રચ્યુલેસન્સ ફિલ્મ કે જેમાં મારા ત્રણેય કોન્સેપ્ટ આવી ગયા છે. ફિલ્મ ખુબ જ અનોખી છે અને લોકોને જરુરથી પસંદ પડશે.

પ્રશ્ન:- શર્મન જોશી અલગ માટીના છે, તમે ફિલ્મ સાઇન કરતી વખતે કોને પ્રાધાન્ય આપો છો?

જવાબ:- શર્મને જણાવ્યું હતું કે, મને અદાકારીનો વારસો મારા પિતા અરવિંદ જોશી અને દાદા પ્રવીણ જોશી પાસેથી મળ્યો છે. નાનપણથી જ મને કલાકારોનો અનુભવ છે. હું ફિલ્મી દુનિયા અને કલાકારો સાથે જોડાયેલો છું. મને પાત્રનો અભ્યાસ કરવો ગમે છે અને આ ફિલ્મ મારી પસંદગીની થીમની ફિલ્મ છે એક વખત હું રશિયાના ફિલ્મ ફેસ્ટિવલમાં ગયો ત્યારે આયોજકો ફિલ્મ કલાકારો અને પબ્લીક નજીકથી અવલોકન કરવાનો મોકો મળ્યો. ઓડિયન્સમાં લોકોને રિયલ લાઇફ સાથેની ફિલ્મ ગમે છે. ખાસ તો કોન્ગુચ્યુલેશન્સ ફિલ્મનો રીયલ ટચ માતા-પિતા પરિવારની સ્ટોરી પર આધારીત છે. એટલે જ મને મનોરંજનથી ભરપુર ફિલ્મો કરવી ગમે છે. આજના યુગમાં ફિલ્મો જોઇને લોકો હળવા ફુલ થઇ જવા જોઇએ.

પ્રશ્ન:- માનસી તમને મુવીની ઓફર થઇ ત્યારે પ્રથમ વિચાર શું હતો ? ખાસ તો શર્મન સાથે તમે કામ કર્યુ કેવો અનુભવ થયો ?

જવાબ:- જયારે પ્રોડયુસર પ્રથમ વાર મારી પાસે સ્ક્રીપ્ટ લઇને આવ્યા ત્યારે આ વિચાર મને ખુબ જ પસંદ પડયો. માનસીએ વધુમાં જણાવ્યું કે, શર્મન તો ઘણી અલગ અલગ ફિલ્મોમાં કામ કરેલું છે. પ્રથમ દિવસે જ અમે ઇમોશન સીન શુટ કર્યો. જેમાં શર્મનની આંખમાંથી રીયલ આંસુ આવ્યા. તેને જોઇને હું પણ ભાવુક બની ગઇ હતી.

પ્રશ્ન:- શર્મન અને અન્ય કલાકારો કે જેમાં તમને શું ફર્ક લાગ્યો ? તમને કેવો અહેસાસ થયો ?

જવાબ:- માનસીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ ઇમોશનલ, કોમેડી, ડ્રામા છે. આ ફિલ્મ પુરૂષ પ્રેગેન્સીની જ વાત નહી પરંતુ માતા-પિતા તેના સંતાન માટે શું શું કરી શકે તેના પર છે. શર્મન સાથે કામ કરવાનો મને ખુબ જ અલગ અહેસાસ થયો.

પ્રશ્ન:- ફિલ્મમાં બે દિગ્ગજો એ કામ કર્યુૃ છે?  તો તમારી ઓન-ઓફ સ્કીન કેમેસ્ટ્રી કેવી રહી?

જવાબ:- શર્મને જણાવ્યું હતું કે, માનસી તેના કામ પ્રત્યે ઓફ સ્કીન ખુબ જ મહેનતું છે. માનસી સાથે કામ કરીને ખુબ જ પ્રભાવિત થયો. સાચી તો જયારે લોકો પડદા પર અમને જોશો ત્યારે જ ખબર પડશે ડીરેકટરે પણ અમને કલાકાર તરીકે નહી પરંતુ રીયલમાં પતિ-પત્નીનો અહેસાસ થયો હોય તેમ જણાવ્યું.

પ્રશ્ન:- ગુજરાતી ફિલ્મ ઇન્સટ્રીઝને લઇ તમારું શું માનવું છે ?

જવાબ:-  માનસીએ જણાવ્યું હતું કે, ગુજરાતી ઇન્સ્ટ્રીઝ ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે. વચ્ચેનો સમય કે ગુજરાતી તમામ કલાકારો મુંબઇ કામ કરતા પરંતુ હવે મોટાભાગના કલાકારો ગુજરાતી ફિલ્મ તરફ વળ્યા છે.

પ્રશ્ન:- ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કેવો બદલાવ જોવો છો ?

જવાબ:-  શર્મને જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડીરેકટર, પ્રોડયુસર, કલાકારો ખુબ જ આગવું કામ કરીને ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝને આગળ લઇ ગયા છે. લગભગ તમામ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ડીરેકટર રાઇટરના કોન્સેપ્ટ ખુબ જ અલગ અને લોકોને પસંદ પડે તેવા છે.

પ્રશ્ન:- હાલની યુવા જનરેશનને બદલાવ કરવાની જરૂર છે?

જવાબ:-    શર્મને જણાવ્યું હતું કે, કોઇપણ વ્યકિતને મરતા દમ સુધી નવું નવું શીખવું જરુરી છે. કોઇપણ ફીલ્મ શ્રેષ્ઠ ત્યારે જ બને જયારે ટીમવર્કથી કામ થાય. હાલ બોલીવુડ, હોલીવુડ, સાઉથની ફિલ્મો તમામ લોકો જોવે છે. સમજે છે ત્યારે ગુજરાતી ફિલ્મોનો ચાહક વર્ગ વઘ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ આગળ પડતો થયો છે. ખાસ તો કરશનદાસ, નારી દોષ અને  હીલ્લારો જેવી ફિલ્મ ખુબ જ નવા કોન્ટેપ્ટ સાથે બની છે. અને મને ખુબ જ પસંદ પડી છે.

પ્રશ્ન:- આ ફિલ્મમાં વડીલો – યંગસ્ટારો માટે શું મેસેજ ? ઇમોશનલી કેવો મેસેજ મળશે લોકોને ?

જવાબ:-  શર્મને જણાવ્યું હતું કે, યુવાઓને નવો વિચાર મળશે. ફિલ્મમાં ઇમોશનની હાઇટ લોકો નીહાળી શકશ મુવીમાં પ્રેગેન્સીનો માત્ર પ્લોટ છે પરંતુ હકીકત કે સંતાન માટે માતા-િ5તા કંઇપણ કરી શકે. ફિલ્મમાં એક સુંદર મેસેજ મળશે. કોન્ગચ્યુલેસન્સ જોઇને લોકો 100 ટકા અમને કોન્ગ્રેચ્યુલેટ કરશે જ !

શર્મન જોશીએ વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો: નીલેશ અડવાણી

ડેપ્યુટી ડાયરેકટર ઇન્ટરનેશનલ રિલેશનશિપ મારવાડી યુનિવર્સિટી નીલેશ અડવાણીએ અબતક સાથે થયેલી વાતચીતમા જણાવ્યું હતુ કે મારવાડી યુનિવર્સિટીમા અભિનેતા શર્મન જોશી અને માનસી પારેખનું કોન્ગ્રેચ્યુલેશન મુવિઝનું પ્રમોશન કરવામાં આવ્યું હતું. મારવાડી યુનિવર્સિટી ના વિધાર્થીઓ દ્વારા ઓલ ઈઝ વેલ તેમજ શર્મન જોશીના મોવિઝ સોંગ પર અલગ અલગ ડાન્સ રજૂ કર્યા હતાં. આ ઇવેન્ટને સફળ બનાવવા વિદ્યાર્થીઓ 1 અઠવાડિયાથી મહેનત કરી રહ્યા હતા.તેમજ શર્મન જોશીએ વિધાર્થીઓમાં ઉત્સાહમાં વધારો કર્યો હતો. શર્મન જોશીએ વિધાર્થીઓમાં ઉત્સાહમાં વધારો કર્યો હતો. કોન્ગ્રેચ્યુલેશન મુવિઝ 3 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં પ્રસ્તુત થવાનું છે તો આપ પણ કોન્ગ્રેચ્યુલેશન મુવીઝને નિહાળો.