Abtak Media Google News

વોર્ડ નં.૪ ના વિસ્તારમાં આવેલ વોંકળાનો પુલ એક વર્ષથી તૂટી ગયો છે: રાહદારીઓ ત્રસ્ત

રાજકોટ શહેરના મ્યુનિ. કોર્પોરેશનના વોર્ડ નં.૪ રોહીદાસપરા વિસ્તારમાં આવેલ વોંકળાનો પુલ એક વર્ષ પહેલા તૂટી ગયેલ છે. અને તેની બન્ને સાઇડની દિવાલો ધરાશઇ થઇ ગયેલ છે અને તે પુલની મરામત નું કામકાજ કોન્ટ્રાકટર દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા એક વર્ષથી તૂટી ગયેલા વોંકળાના પુલનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે.

આ પુલ તુટી ગયાને એક વર્ષ થયેલ હોવાછતાં રાજકોટ મહાનગરપાલીકા દ્વારા કોઇ કાર્યવાહી થયેલ નથી તેમજ તે પુલ ઉપરથી વિસ્તારના લોકો તથા અન્ય રાહદારીઓ પસાર થાય છે પરંતુ આ પુલને કોઇ ડાયવઝન કે અન્યકોઇ રસ્તો પણ નથી જેથી આ વિસ્તારના લોકો તથા અનય રાહદારીઓને આ તુટેલા પુલ પરથી જીવના જોખમે ચાલવું પડે છે. તેમજ હાલમાં વરસાદની સીઝનના કારણે ત્યાં પાણી પણ પુષ્કળ ભરાય છે. અને ગંદકી ભર્યા વોંકળામાંથી લોકોને પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે તેમ છતાં આવી અસહય ગંદકી ભર્યા વોકળામાંથી લોકો પોતાના નજીવનના જોખમે પસાર થાય છે અને રાત્રીના સમયે આજુબાજુ લાઇટ ન હોવાથી માણસો પડે છે અને તેમને ઇજાઓ થાય છે. જેથી ત્યાં મચ્છરોનો ત્રાસ છે.  તેમજ હાલમાં પણ એક વર્ષ પહેલાનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે અને આ કામ બંધ હોવાથી લોકો પરેશાન છે તેમજ ત્યાંના લોકોમાં બીમારી ફેલાય છે. તેમજ આ પુલનું કામ તાત્કાલીકના ધોરણે ચાલુ કરવામાં નહી આવે તો ત્યાંના લોકોને ખુબ જ મુશ્કેલી વેઠવી પડે તેમ છ અને ત્યાંના સ્થાનીક લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. અને જો આ પુલનું કામ સત્વરે શરુ કરવામાં નહી આવે તો કોઇપણ વ્યકિતનુ: પડી જવાથી મૃત્યુ પણ થઇ શકે છે અને જો આવો કોઇ બનાવ બને તો તેની તમામ જવાબદારી જે તે મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીની રહેશે તેમજ જો આ કામ તાત્કાલીક ધોરણે શરુ કરવામાં નહી આવે તો અમો વોર્ડ નંબર ૪ ના આગેવાનો તથા રોહીતદાસપરા ના લોકો સાથે પ્રતિક ઉપવાસ ઉપર બેસી આંદોલન કરીશું તેવું આરએમસી ની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.