Abtak Media Google News

રાજકોટની ‘વિધી ઉપાધ્યાયે’ ‘વી.આર.વન’ ગીતનું લોકાર્પણ કરી વિશ્વશાંતિ સંદેશો પાઠવ્યો

રાજકોટની વિધિ ઉપાધ્યાય કે, જે છેલ્લા 6 વર્ષથી પોતાની સંગીત કારકિર્દી  માટે મુંબઈ રહે છે તેમણે હાલમાં સંપૂર્ણ વિશ્વમાં પ્રવર્તતી અશાંતિ તથા તણાવ ભરી સ્થિતિને ધ્યાનમાં લઈને વિશ્વ શાંતિના ઉદ્દેશ્યથી વિશ્વના તમામ દેશોમાં લાગણી અને ભાઈચારો વધે તે માટે “WE ARE ONE” ટાઇટલથી એક અકલ્પનીય અને અભૂતપૂર્વ ગીત બનાવ્યુ છે જેમાં વિશ્વના 255 દેશોની 100 થી વધુ મુખ્ય ભાષાઓ માં “WE ARE ONE” રૂપાંતર કરીને પોતે જાતેજ લખી, તેમને સૂરોમાં પરોવી અને પોતાનો કંઠ આપીને હાલમાં જ વિશ્વને અર્પણ કરેલ છે જે તેમની YouTube Channelપર જોવા મળશે.

આ મ્યુઝિક વિડિયોમાં દરેક દેશની ભાષા દર્શાવેલ છે. આ અદ્ભુત ગીત બનાવવું એ તેમના માટે એક સપનું હતું જે અથાગ પરિશ્રમ બાદ આખરે સાકાર થયું છે. આ ભગીરથ કાર્ય વડે કુ. વિધી ઉપાધ્યાયએ  માત્ર રાજકોટ શહેરનું જ નહીં પરંતુ સમગ્ર ભારત  દેશનું નામ વિશ્વ સ્તરે ઝળહળતું કર્યું છે.

YouTube પર તેમની ચેનલ Viidhii Upadhyaના નામથી છે. આ પહેલા પણ તેમણે ઘણા ગીતો બનાવીને તેમની ચેનલ પર મુકેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.