Abtak Media Google News

જાને વાલે હો શકે તો લૌટ કે આના….

 1968માં અમેરિકાની આઇબીએમ સંસ્થાએ હસુભાઇને વિશ્ર્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ એનાયત કરેલો

જાણીતા વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કે.લાલ ના પુત્ર જુનિયર કે.લાલ હર્ષદરાય વોરા (હસુભાઈ)નું અવસાન થતા ચાહકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદની સાલ હોસ્પિટલમાં જીનિયર કે. લાલે દેહ ત્યાગ કર્યો. આવતીકાલે સવારે 9 વાગ્યા ની આસપાસ તેમના નિવાસસ્થાને થી અંતિમયાત્રા કોવિડના નિયમોનુસાર નીકળશે.

02

કાંતિલાલ ગિરધરલાલ વોરા એટલે જાદુગર કે. લાલ પોતાની જાદુ કળા માટે વિશ્વ પ્રસિદ્ધ હતા. તેમણે તેમની 62 વર્ષની કેરિયરમાં અંદાજિત 22 હજારથી પણ વધુ જાદુના પ્રયોગો વિશ્વના વિવિધ ખૂણે ભજવ્યા હતા. તેમની સાથે તેમના પુત્ર હર્ષદરાય વોરા (હસુભાઈ વોરા) પણ જોડાયા. લગભગ 32 વર્ષ સુધી પિતા-પુત્રે સાથે જાદુના શો એક સાથે એક જ સ્ટેજ પર વિશ્વના ખૂણે ખૂણે કર્યા. અને જુનિયર કે.લાલ તરીકે વિશ્ર્વ પ્રસિદ્ધી મેળવી. 1968માં અમેરિકાની આઇબીએમ સંસ્થાએ હસુભાઈને વિશ્વના સૌથી ઝડપી જાદુગર નો ખિતાબ આપ્યો. તેઓ તેમની અમુક જાદુકલા જેવી કે.. શરીરથી હાથ જુદા કરવા, જાયન્ટ કીલર શો, ધ ફ્લાઇગ લેડી અને એવીલ જોકર ને કારણે સારી એવી પ્રખ્યાતી મેળવી હતી. કોરોનાની મહામારી માં હસુભાઈ પણ ઝડપાયેલા પરંતુ તેમના રીપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ફરી તબીયત લથડતા આજે હાર્ટ એટેક ને કારણે તેમનું અમદાવાદ ની સાલ હોસ્પિટલ ખાતે દુ:ખદ અવસાન થયું છે. તેમની અંતિમ યાત્રા આજે સવારે 9 વાગે તેમના ઇન્કમટેક્સ, અમદાવાદ ખાતેના નિવાસસ્થાને થી નિકળશે.

01

ઉલ્લેખનીય છે કે પિતાના નિધન બાદ કે લાલ જુનીયરે જાદુગરીનો વારસો આગળ વધાર્યો હતો. જાણીતા જાદુગર કાંતિલાલ વોરા અને તેમના પુત્રએ લગભગ 32 વર્ષ સુધી એક સ્ટેજ પરથી જાદુના શો કર્યા હતા. અને હસુભાઈએ જુનિયર કે.લાલ તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. ભારતીય જાદુ કલાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં કે. લાલ અને તેમાન પુત્ર જુનિયર કે. લાલનું મોટું યોગદાન છે.

1968માં અમેરિકાની ઈંઇખ સંસ્થાએ હસુભાઈને વિશ્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ આપ્યો. તેઓ તેમની અમુક જાદુ કલા, જેવી કે શરીરથી હાથ જુદા કરવા, જાયન્ટ કીલર શો, ધ ફ્લાઇગ લેડી અને એવીલ જોકરને કારણે સારી એવી લોકપ્રિયતા મેળવી હતી. જુનિયર કે. લાલને તેમના માતાપિતા જાદુના ક્ષેત્રમાં લાવવા માંગતા ન હતા. જુનિયર કે. લાલ જાદુની દુનિયામાં પિતાની મદદ વગર જ કોઇને ખબર ન પડે તે રીતે આવ્યા હતા. માતા-પિતાએ પહેલાથી જ નક્કી કરી રાખેલું કે, દીકરાને જાદુગર નથી જ બનાવવો. પરંતુ બન્યું કાંઇ બીજું જ.

 

‘અબતક’ સાથેના કે.લાલ (જુ.) ના સંભારણા

Vlcsnap 2017 06 06 13H46M13S211

રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે વર્ષ 2017માં જૂન મહિનામા ચાર દિગ્ગજ જાદુગરોએ એક મંચ ઉપર આવીને શોનું જાજરમાન આયોજન કર્યું હતું. આ વેળાએ શો અંગે માહિતી આપવા જાદુગર કે. લાલ ( જુ.) સહિતનાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.  આ પ્રસંગે  જાદુગર કે લાલએ જણાવ્યું હતું કે, દિગ્ગજ જાદુગરોને ભેગા કરીને સાથે શો કરવાનો એક વર્ષથી પ્લાન કરી રહ્યો હતો. તેથી સૌપ્રથમ હું જાદુગર રાજકુમાર પાસે ગયો હતો. તેઓ પ હજાર વર્ષ જુની કલા કે જેનો નાશ થઈ ગયો છે. તે કલાને નવુ રૂપ આપીને મોર્ડન આર્ટ સ્વરૂપે રજુ કરે છે. મે તેઓને મારી સાથે જોડાવાનું કહ્યું હતું તેઓએ એક ક્ષણ પણ વિચાર્યા વગર મારી વાત સાથે સહમત થઈ ગયા હતા. ત્યારબાદ અમે મુંબઈ ગયા હતા અને જાદુગર ભુપેશ દવેના ઘણા મેજીક શો નિહાળ્યા હતા. આ તમામ શો હાઉસફુલ હતા અને ભુપેશ દવેની લોકચાહના દર્શાવતા હતા. તેઓ પણ અમારી વાત સાથે સહમત થઈને અમારી સાથે જોડાયા હતા. ત્યારપછી જાદુગર સમીર પટેલ અમારી સાથે જોડાયા હતા. 2.5 કલાક સુધી કઈ એવી કલા બતાવવી કે જેથી દર્શકો સંપૂર્ણપણે શો સાથે જકડાઈ રહે તેનું અમે ચારેયએ આયોજન કર્યું હતું. આયોજન બાદ અમે 6 મહિના સુધી શોની પ્રેકટીસ કરી હતી. ત્યારબાદ અમે રાજકોટમાં શો કરવા આવ્યા. શોમાં રજુ થનાર તમામ એકટસ એવોર્ડ વિનીંગ શોમાં 2.5 કલાક સુધીમાં તમામ એકટ બતાવવાની રહે છે. અમારા ગ્રુપમાં આ માટેનું ચોકસાઈપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે ઘણી એકટસ કાપી પણ નાખી છે. જેટલી એકટસ શોમાં રજુ કરીએ છીએ તે તમામ એવોર્ડ વિનીંગ અને સીલેકટેડ એકટસ છે. સમીરભાઈએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સતત 10 એવોર્ડ મેળવ્યા છે. કવોન્ટીટી કરતા અમે કવોલીટી પર વધુ ધ્યાન આપ્યું છે. અંતમાં કે. લાલે જુનીયરે જણાવ્યુ હતુ કે રાજકોટ શો કર્યા બાદ અમે નવસારી, ભાવનગર અને જામનગર સહિતના સ્થળોએ શો કરવાનાં છીએ ત્યારબાદ અમે ઓછામાં ઓછા 4 વર્ષ માટે વિદેશ જવાનું આયોજન કર્યું છે. જેમાં અમે જાપાન, હોગકોંગ, યુએસએ લંડન સહિતના દેશોમાં શો કરશું. આ શો મારફતે અમે જાદુ દેખાડવાની સાથે એકતાનો પણ સંદેશો પહોચાડશું રાજકુમારે ચાર દિગ્ગજ જાદુગર એક સાથે શો કરતા હોવાની લીમ્કાબુક અને ગીનીશબુકમાં નોંધણી કરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.