Abtak Media Google News

પ્રથમ ૮૦ સેકંડ દરમિયાન સ્પેસક્રાફ્ટ સૌથી વધુ તાપમાન ધારણ કરે છે: આ તાપમાનનું પ્રમાણ ૧૩૦૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે!

અત્યાર સુધી મોકલાયેલ માંના ફક્ત ૪૦ ટકા મિશન સફળતાપૂર્વક મંગળ ની ધરતી પર ઉતરી શક્યા છે. ઉતરાણ ની પ્રક્રિયા બાદ મંગળ ગ્રહ પરથી નહું જીવિત છુથ એવું સિગ્નલ આવતા લગભગ ૧૧ મિનિટ નો સમય લાગે છે. સ્ટેટસ ઓનલાઇનની રીલમાં ‘તે ૭ મિનિટના અલગ પડાવો વિશે જાણીએ’

પૂર્વ તૈયારી: મંગળના વાતાવરણ માં પ્રવેશ્યા ના ૧૦ મિનિટ પહેલા યાન પૂર્વતૈયારી કરે છે. યાન પોતાના ક્રૂઝ સ્ટેજ માં પ્રવેશે છે. સોલર પેનલ ખૂલે છે. ફક્ત એરોશેલ જે લેન્ડરનું એક સંરક્ષાત્મક કવચ છે તે જ લેન્ડર અને રોવર ને પોતાની અંદર ધારણ કરી ને તટ સુધી જશે.

વાતાવરણમાં એન્ટ્રી:

જેવુ સ્પેસક્રાફ્ટ વાતાવરણ માં પ્રવેશે છે ત્યારે ઘર્ષણ ના પરિણામે તેની ગતિ ખાસ્સી એવી ધીમી પડી જાય છે. પ્રથમ ૮૦ સેકંડ દરમ્યાન સ્પેસક્રાફ્ટ સૌથી વધુ તાપમાન ધારણ કરે છે. આ તાપમાન નું પ્રમાણ ૧૩૦૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે! પરંતુ આ તાપમાન પેરસેરવેરેન્સ લેન્ડર સુધી પહોંચતું નથી. શા માટે? કારણકે, તે આ ધરખમ તાપમાન સહવા જ બનેલ એરોશેલના સંરક્ષણ હેઠળ હોય છે. આ સમય દરમ્યાન તેણે પોતાનો નિશ્ચિત પથ ગુમાવવાનો નથી. ખરેખર વાતાવરણ માં પ્રવેશવા થી ગતિ તો ઘટે જ છે પરંતુ હવાના મારણના લીધે તેનો રસ્તો વિચલિત થવાની સંભાવના હોય છે. આના સમાધાન માટે સ્પેસક્રાફ્ટ ના થ્રસ્ટર ચાલુ કરી ને તેણે દિશા વિચલન થી બચાવાય છે.

પેરાશ્યૂટ વિસ્તરણ: આ સ્ટેજમાં સ્પેસક્રાફ્ટ લગભગ ૧૬૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી ચૂક્યું હોય છે. આ સમય હવે સ્પેસક્રાફ્ટ ના પેરાશ્યૂટ ખોલવા માટે નો છે. નાસા ના પેરસેરવરેન્સ માં એક રેંજ ફાઇંડર નામનું ઉપકરણ રાખવામાં આવ્યું હતું. આ ઉપકરણ એકદમ ચોક્કસ સમયે પેરાશ્યૂટ ખોલવા માટે રખાયું હતું. આ પેરાશ્યૂટ પર નાસા ના વૈજ્ઞાનિકો દ્વારા બાઇનરી માં એક વાક્ય લખેલ હતું જેના વિશે ફક્ત ૬ ટીમના સદસ્યો અવગત હતા.

Img 20210227 Wa0007

સ્પીડ ઝીરો: પેરાશ્યૂટ વિસ્તરણ ના ૨૦ સેકંડ બાદ ઉષ્માપ્રતિરોધક કવચ અલગ થાય છે. આ સમયે રોવર પ્રથમ વખત મંગળ ની દુનિયા ને પોતાની આંખો સામે ઉજાગર કરી શકે છે. તેની આંખો એટલે કે કેમેરા શરૂ થાય છે. આ કેમેરા તટ પર હેમખેમ ઉતારવા માટે અનુમાન લગાવવા માટે મદદરૂપ થાય છે. આ કેમેરા દ્વારા લેવાયેલ ફોટો યાન ની સિસ્ટમ માં પહેલા થી જ રખાયેલ નકશા સાથે સરખાવાય છે. પેરાશ્યૂટ દ્વારા ફક્ત ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ સુધી જ પહોંચી શકાય છે. આ કારણે સ્પીડ ઝીરો પડાવ માં પેરાશ્યૂટ છૂટ્ટુ પડી જાય છે અને રોવર માં રહેલ એંજિન વડે ઝડપ ઘટાડાય છે. તટ થી ૨૧૦૦ મિટર ની ઊંચાઈ પર રોવર છૂટું પડે છે. આખરે લેન્ડર પોતાના પાયા ફેલાવી ને જમીન માં ટેકવે છે. રોવર તેનાથી સુરક્ષિત અંતરે કેબલ છુટ્ટા પાડે છે. મિનટ્સ ઓફ ટેરર એવી ૭ મિનિટ આ રીતે મંગળ ગ્રહની ધરતી પરના સૂક્ષ્મ અને વિશાળ બંને સમય તરીકે મિશન પેરસેરવેરેન્સનું પ્રારબ્ધ બને છે.

Tech Show Logo Niket Bhatt

સ્ટેટસ: ‘પેરસેવેરેન્સ ઈઝ અબાઉટ ટુ ટચ ધ ગ્રાઉંડ’

પેરસેરવેરેન્સ. ગુજરાતી માં આ શબ્દ નો અર્થ થાય છે ખંત. અહીં કોઈ શબ્દાવલી ઉલ્લેખવા નો હેતુ નથી. પરંતુ તાજેતર માં જ ૧૮ ફેબ્રુઆરી ના રોજ મંગળ ની ધરતી પર નાસા નું હજુ એક લેન્ડર સફળતાપૂર્વક ઉતર્યું. જેવુ આ મિશન સફળ થયું કે દુનિયાભર માં જાત-પાત ના સમાચારો વહેતા થયા. મંગળ ગ્રહ પર ઉતરવા ના સમયે પેરસેરવેરેન્સ નામના લેન્ડર ને જમીન પર ઉતારવા જે પેરાશ્યૂટ વપરાયું હતું તેમાં લખેલ બાઇનરી કોયડો પણ ખૂબ ફેલાયો. લેન્ડર ને જમીન ઉપર સુરક્ષિત ઉતારવા માટે જવાબદાર ભારતીય મૂળ ના મહિલા વૈજ્ઞાનિક પણ પ્રખ્યાત થયા. લેન્ડર દ્વારા લેવાયેલ થ્રીડી વિડિયો અને એક ઓડિઓ પણ વહેતો થયો. ઉતરાણની પ્રક્રિયા માટે જે પેરસેરવેરેન્સ એટલે કે વર્ષોના ખંતની જરૂર પડે તેનું રિપોર્ટ કાર્ડ ફક્ત છેલ્લા ૭ મિનટ પર નિર્ભર હોય છે. જેમ ચક દે ઈન્ડિયામાં શાહરુખ ખાન કહે છે કે નયેહ સત્તર મિનટ તુમ્હારે જિંદગી કે સબસે ખાસ સત્તર મિનટ હૈથ એમ કોઈ પણ લેન્ડર જ્યારે પરગ્રહના વાતાવરણ માં પ્રવેશીને જમીન પર ઉતરે છે ત્યાર ના ક્ષણો તેના જીવન માટે ખૂબ જ મહત્વના હોય છે. આ સમય સંપૂર્ણ મિશનને સફળ કે નિષ્ફળ બનાવે છે. જો આ દરમ્યાન કોઈ પણ પ્રકારની તકનીકી ખામી આવે તો તેનો કોઈ જ ઉકેલ થઈ શકતો નથી.

રીઈઈઈઈલ:  તે ૭ મિનિટ

નાસા દ્વારા બનાવેલ અત્યાર સુધી નું સૌથી આધુનિક લેન્ડર મિશન જુલાઈ ૩૦,૨૦૨૦ ના રોજ યુએલએ ઍટલાસ વી-૫૪૧ રોકેટ દ્વારા ફ્લોરિડાના કેપ કનેવેરલ એર ફોર્સ સ્ટેશન પરથી લોંચ થયું. આ રોકેટે મંગળ ગ્રહ પર નાસા દ્વારા બનાવેલ યાંત્રિક સંશોધક પેરસેરવેરેન્સને લગભગ ૪૮૨ મિલિયન કિલોમીટર ની લાંબી મુસાફરી માટે પૃથ્વી ની બહાર આવજો કહેવા માટે કૂદકો માર્યો. લગભગ ૮૦,૪૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મંગળ ગ્રહ ભણી આગળ વધતું રહેતું પેરસેરવરેન્સ સાત મહિનાની અડગ મુસાફરી પછી મંગળના વાતાવરણ સુધી પહોંચ્યું. દરેક પરગ્રહ મિશન માટે ગ્રહ ની અંદર તેના વાતાવરણમાંથી પસાર થઈ ને તટ સુધી પહોંચવું સૌથી મુશ્કેલ કામ છે. આજ સમયને મિનટ્સ ઓફ ટેરર કહેવાય છે. પેરસેરવેરેન્સ માટે આ મિનટ્સ ઓફ ટેરર નો ગાળો સાત મિનિટ નો હતો. મંગળ ગ્રહના પ્રાચીન સમયમાં જે જગ્યા પાણીથી ભરૂપૂર હોવાની આશંકા છે તેવા જેઝેરો ક્રેટરને સ્પર્શ કરવા નાસાના આ લેન્ડરને ૭ મિનિટની અગ્નિ પરીક્ષા માં પાસ થવાનું હતું. મિશનની સૌથી જટિલ ૭ મિનિટને એન્ટ્રી, ડીસેંટ અને લેન્ડિંગ એવા ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. સૌપ્રથમ, યાન ગ્રહના વાતાવરણમાં એન્ટ્રી લે છે. ૨૦૦૦૦ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે ચાલી રહેલ આ યાનને શૂન્યની ગતિની નજીક પહોંચાડવાની પ્રક્રિયા ડીસેંટ કહેવાય છે. ત્યારબાદ નિર્ધારિત જગ્યાએ તેના ઉતરાણની પ્રક્રિયા લેન્ડિંગ કહેવાય છે. અહી આ ખૂબ જ સહજ દેખાતી પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. આ સમગ્ર પ્રક્રિયા સ્વચલિત રીતે થાય છે. આ સમય દરમ્યાન કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન થઈ શકતું નથી. માત્ર વર્ષોની મહેનત તથા કડક પરીક્ષણો પર ભરોસો રાખીને આ મિનટ્સ ઓફ ટેરરમાં સફળતાની કામનાઓ કરી શકાય છે.

ટ્વીટ અ બીટ

આપણાં ભારતના ચન્દ્રયાન ૨ મિશન માટે પણ મિનટ્સ ઓફ ટેરરનો સમયગાળો ૧૫ મિનટનો હતો. આ સમયમાથી છેલ્લા ૧૦૦ મિટર સુધીની ઊંચાઈ તેના માટે હકીકતમાં ટેરર તરીકે સાબિત થઈ. ઇસરોના ચેરમેન કહેવા મુજબ ચન્દ્રયાન ૩ ૨૦૨૨માં લોંચ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.