Abtak Media Google News

 

અબતક-રાજકોટ

ધ્રોલ

તાજતરમાં અમદાવાદ જીલ્લાનાં ધંધુકા શહેરમાં અમારા માલધારી સમાજનાં આગેવાન કિશન ભરવાડની બંદુકની ગોળીઓ મારીને હત્યા નિપજાવવામાં આવેલ તે બનાવમાં કિશન ભરવાડના હત્યારાઓ તેમજ આ ગુન્હાહીત કાવતરૂં કરનારા અને કરાવનારા દરેક આરોપીની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે અને આ બનાવમાં સામેલ દરેક આરોપીઓ વિરૂધ્ધ સ્પેશ્યલ કોર્ટની નિમણૂંક કરી આરોપીઓને કાયદાની જોગવાઇઓ મુજબ સજા કરવામાં આવે અને આવો બનાવ ભવિષ્યમાં આચરવા માટે કોઇપણ વ્યક્તિ વિચારી પણ ન શકે અને સમાજમાં દાખલારૂપ સજા થાય તેવી રજૂઆત કરી હતી.

તેમજ ધ્રોલમાં 2021માં જે દુષ્કર્મનો બનાવ બનેલ તેનો આરોપી કાદર ઉર્ફે ઓઢીયો જુણેજા જે હાઇકોર્ટ દ્વારા 3 દિવસનાં પેરોલ મળેલ અને તેની પેરોલ પુરી થતા તે ફરાર થઇ ગયેલ હોય જે કાદર ઉર્ફે ઓઢીયો જુણેજા જેની ઉપર ગંભીર પ્રકારના જુદા-જુદા 24 ગુનાઓ છે અને તે આરોપી અમારા સમાજનાં આગેવાનો તથા ફરીયાદી પક્ષના પંચ પુરાવાને નુકશાન કરે તેમ હોય જેથી આજ દિવસ સુધી પોલીસ દ્વારા તેની ભાળ મેળવી શકાયેલ નથી જેથી તેના તથા તેને મદદગારી કરનાર દરેક ઉપર ગુના દાખલ કરી સમાજમાં ઉદાહરણરૂપ દાખલો બેસાડવા તેમજ કાદર ઉર્ફે ઓઢીયો જુણેજાએ ધ્રોલ તાલુકાનાં ઘણા બધા ગામડાઓની દીકરીઓ પર આવા દુષ્કર્મ આચરેલા છે જે પોતાની આબરૂ ન જવાની બીકે પોલીસ ફરીયાદ નોંધાવેલ નથી જેથી ઓઢીયો સાથે આવા જુદા-જુદા આરોપીઓ ઘણા બધા છે તેથી આ બાબતે પણ યોગ્ય તપાસ કરવા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ધ્રોલ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. જો કે ધ્રોલ ખાતે બંધ રાખવામાં આવેલ ધંધા-રોજગાર આવેદન આપ્યા બાદ ખોલવામાં આવ્યા હતા.

ચોટીલા

ધંધુકામાં ભરવાડ યુવાનની હત્યાના વિરોધમાં ચોટીલામાં વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતુ. આવેદનપત્રમાં જણાવાયું હતુ કે અમદાવાદના ધંધુકા તાલુકામાં કિશનભાઈ શીવાભાઈ બોડીયા નામના માલધારી ભરવાડ સમાજના હિન્દુ યુવકની આંતકી પ્રવૃત્તિના બે વિધર્મી યુવક દ્વારા ખૂલ્લે આમ ગોળી મારી હત્યા કરવામાં આવી જે ખૂબજ દુ:ખ અને અસહ્ય ઘટના છે. આ હત્યાકાંટની સમસ્ત હિન્દુ સમાજમાં દુ:ખ અને વિર્ધમી પ્રત્યે રોષની લાગણી વ્યાપી છે. આખા દેશમાં ધર્મોધો દ્વારા તેઓની ગુન્હાહીત અને જેહાદી પ્રવૃત્તિઓ વધી રહી છે. અંતે હિન્દુ સમાજના લોકોની હત્યા લુંટ, બળાત્કાર જેવા ગુન્હાઓ દેશભરમાં જોવા મળી રહ્યા છે. અમો ચોટીલા ગામ સમસ્ત હિન્દુ સમાજ અને તમામ સંસ્થા રાજયના મુખ્યમંત્રીને તથા સરકારને માંગણી કરીએ છીએ કે ધંધુકામાં થયેલ કિશનભાઈ શીવાભાઈ બોડીયાની હત્યાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી ગુનેગારોને ત્વરીત ફાંસીની સજા આપવી દેશભરમાં એક ઉદાહરણ પૂરૂ પાડશો.

દામનગર

દામનગર શહેર ના સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા નાયબ મામલતદાર એસ બી ત્રિવેદી ને આવેદન પત્ર પાઠવી ધંધુકા ખાતે હિન્દૂ માલધારી યુવક કિશન બોળીયા ની થયેલ હત્યા ના આરોપી ને ફાંસી ની માંગ સાથે રેલી રૂપે આવેદન પત્ર પાઠવ્યું અસંખ્ય યુવાનો ખૂબ મોટી સંખ્યા માં એકત્રિત થયા હતા અને  સરકાર માં આ જઘન્ય અપરાધ કરતા વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ બુલંદ બનાવી હતી જેમાં દામનગર શહેર ભર માંથી તમામ હિન્દૂ સંગઠનો સામાજિક અગ્રણી યુવાનો ની વિશાળ રેલી શહેર ના સરદાર ચોક થી પ્રસ્થાન થઈ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી અતિરોષ સાથે અસંખ્ય હિન્દૂ યુવાનો એ દામનગર નાયબ મામલતદાર એસ. બી ત્રિવેદી ને આવેદન પત્ર પાઠવી કિશન ભરવાડ ની વિધર્મી ઓ દ્વારા કરાયેલ હત્યા ના ષડીયંત્ર માં સામેલ આરોપી ઓને ફાસ્ટ ટ્રેક કોર્ટ માં કેસ ચલાવી ફાંસી ની સજા આપી દાખલો બેસાડતો ચુકાદો આપો ની માંગ કરતા સમસ્ત હિન્દૂ સમાજે સરદાર ચોક થી વિશાળ રેલી રૂપે નગર સેવા સદન પહોંચી નાયબ મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું હતું.

ઉપલેટા

ધંધુકામાં ભરવાડ યુવાનની હત્યાના વિરોધમાં ઉપલેટામાં હિન્દુ જાગરણ મંચ માલધારી સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.ધંધુકા ગામે હિન્દુ યુવાન કિશનભાઈ ભરવાડની વિધર્મી દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે. તેથી સમગ્ર ગુજરાતમાં હિન્દુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. તેથી સરકારને જણાવવામાં આવે છે કે આવા બનાવો દિવસને દિવસે દરેક જાહેર અને ગામમાં બને છે તેને સખ્તાઈથી દબાવી દેવામાં આવે અને જે હત્યારાઓ છે તેને કાયદાનું ભાન કરાવે તેમજ આ બનાવની ઉડાણપૂર્વક તપાસ થાય તો ઘણા બધા વિધર્મીઓ સંકળાયેલા હોય તેવુ લાગે છે. આ બનાવને અંજામ આપવા માટે અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની ભૂમીકા પણ સામે આવી છે કે જે હથીયાર વડે કિશનભાઈ બોળીયાની હત્યા થઈ તે હથીયાર આ મૌલવીઓએ પુરા પાડયા હતા અને હત્યારાઓએ ષડયંત્રના ભાગરૂપે ઘટનાને અંજામ આપ્યો હતો. મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી આ બાબતે અંગત રસ લઈને સત્ય બહાર લાવે તેમજ હિન્દુઓને ભયમુકત બનાવે તેવી ઉપલેટા હિન્દુ જાગરણ મંચની માગણી છે.

ગોંડલ

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગોંડલ દ્વારા ધંધુકા મુકામે હિન્દુ યુવક કિશનભાઇ શીવાભાઈ ભરવાડની વિધર્મી ઓ દ્વારા કરવામાં આવેલ નિર્મમ હત્યાના પગલે આરોપી ને કડકમાં કડક સજા મળે તેવા હેતુથી ગોંડલ મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું આ તકે બજરંગ દળના જિલ્લા અધ્યક્ષ હિરેનભાઈ ડાભી, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ રાજાણી, મંત્રી પ્રતિકભાઇ રાઠોડ વિહિપ નગર અધ્યક્ષ રશ્મિન અગ્રાવત, મંત્રી મયુરભાઈ મહેતા, બજરંગ દળ સયોજક જય ખંડેરિયા, સહ સંયોજક હર્ષદ ગોહિલ, હિંદુ ઉત્સવ સમિતિના પ્રમુખ ગોપાલભાઈ ડોડીયા, ભરવાડ સમાજના આગેવાનો સામતભાઈ બાંભવા તથા ગોંડલના સર્વે હિન્દુ સમાજના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અમરેલી

અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી શહેર દ્વારા  જિલ્લા અધિક કલેકટર ને આવેદન પત્ર આપવા માં આવ્યું. વધુ માં જણાવવા માં આવ્યું કે તાજેતર માં ધંધુકા મુકામે હિન્દુ યુવાનોના સરાહાના જાહેરમાં ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે આ હત્યામાં મુસ્લિમ નરાધમો સંડોવાયેલા હોય પૂર્વ નિયોજિત કાવતરું હોય આ કેશ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી પર્સનલ સરકારી વકીલની નિયુક્તિ કરી તેઓને આકરી સજા આપવામાં આવે અને આવા કૃત્યો ફરીવાર ન બને તે માટે કડક માં કડક પગલાં ભરી નશ્યત કરવા તેમજ પીડિત પરિવારને યોગ્ય ન્યાય આપવા અમારા હિન્દુ સમાજની અને લાગણી છે.

બગસરા

બગસરામાં ધંધુકાના યુવાનની હત્યા મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ બગસરા બજરંગ દળ તથા કરણી સેના તથા માલધારી સમાજ  દ્વારા આ ઘટનાને વખોડી કાઢી હત્યા કરનાર આરોપીને  સજા મળે તે માટે મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ખંભાળીયા

તાજેતરમાં ગુજરાતનાં ધંધુકામાં ગૌ સેવક તથા હિન્દુ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા કિશન ભરવાડની કરપીણ હત્યા કરવામાં આવી હતી જે બાબતે ગઈકાલે ખંભાળીયામાં રાષ્ટ્રવાદી મિત્ર મંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને કડક પગલાની માંગ લેતી રજૂઆત કરવામાં આવી હતી. સ્વ. કિશનભાઈ ભરવાડ અમૂક ગેરકાયદે પ્રવૃત્તિ તથા જીવ હિંસા કરનારાઓનો વિરોધ કરતા હોય તથા તેનો ખાર રાખીને કાવતરૂ કરીને કિશાન ભરવાડની હત્યા કરીને હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોચાડી હોય તાકીદે જવાબદારો સામે કડક પગલા ભરવાની માંગ સાથે આવેદન પત્ર આપી જિલ્લા કલેકટરને આ બાબતે કડક કાર્યવાહી થાય તે માટે ઉપરના તંત્રને જણાવવા કહેવાયું હતુ.

વાંકાનેર

વાંકાનેર સમસ્ત હિન્દુ સમાજના દ્વારા ધંધુકાના માલધારી યુવાન કીશન બોળીયાની વિધર્મીઓ દ્વારા ડ્રાયરીંગ કરી હત્યા નિપજાવવના પડઘા સમગ્ર ગુજરાતમાં પડયા છે. અને ગામે ગામ હિન્દુ સમાજની સંસ્થા-સંગઠનો દ્વારા રેલીઓ આવેદન અપાય રહ્યા છે. ત્યારે વાંકાનેરમાં પણ ગરાસીયા બોડીંગ ખાતેથી ભવ્ય બાઇક રેલી નીકળી હતી.જે શહેરના રાજમાર્ગો ઉપર ફરી સેવા સદન ખાતે પહોંચી હતી જયાં પ્રાંત અધિકારી શીરેસીયાને આવેદન પત્ર આપી કીશન બોળીયાના  હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરતું આવેદન પત્ર આપવામાં આવેલ આ પત્રમાં સરકાર ના ગૃહ વિભાગના મંત્રી હર્ષ સંધવી દ્વારા ભોગ બનનાર પરિવારની રુબરુ મુલાકાત અને પોલીસ તંત્રની ઝડપી કાર્યવાહીથી કીશન બોળીયાના હત્યારાઓને પકડી પાડયા છે. જે પોલીસ કામગીરીની કદર કરતા સાથે આરોપીઓમાં એક મૌલવી પણ પકડાયો છે. આવા વિધર્મીઓના પાકિસ્તાન સાથે સંપર્ક પણ હોવાના અને તેને ખુલ્લા પાડવાની માંગણી કરી છે.આ રેલીમાં વાંકાનેરના મહારાણા રાજ કેશરીદેવસિંહજી ઝાલા, માલધારી અગ્રણી હીરાભાઇ બાંભવા, વિ.હી.પી. ના પ્રમુખ સંજયભાઇ નાગ્રેચા, અમરશીભાઇ મઢવી, પુષ્કરભાઇ ત્રિવેદી, દિનેશભાઇ રાવલ, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, સુરેશભાઇ પ્રજાપતિ શમેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી તથા ભાજપ સંગઠનના સર્વે હોદેદારો મહીલા મોરચાના બહેનો ગૌરક્ષક દળ વાંકાનેર વિહીપ. આર.એસ.એસ. એ.બી.વી.પી. ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ, સોની સમાજના પરેશભાઇ ઝવેરી, પાટીદાર સમાજ, હિન્દુ જાગરણ મંચ-મોરબી, કરણી સેના, ક્ષત્રીય સમાજ, મેડીકલ  એસોસીએશન, કોળી સમાજ, તાલુકા પંચાયત સત્તાધારી પક્ષના સદસ્યો, અમુભાઇ ઠાકરાણી, કીશાન મોરચાના પ્રમુખ ક્રિપાલસિંંહ ઝાલા કરણી સેના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા (વઘાસીયા) રાજગોર સમાજના યુવા અગ્રણીઓ, દલીત સમાજના યુવા અગ્રણીઓ સહીત જુદા જુદા સમાજના લોકો બોહળી સંખ્યામાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.