Abtak Media Google News

રૂ ૭૫ના પેટ્રોલમાં ૩૬નો નફો વેપારીઓ પણ આટલો મોટો નફો કરતા નથી

કેન્દ્રની ભાજપ સરકારે પ્રજા પર ફરી પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરી પોતાનો નફો એક લીટરી રૂ ૩૬ નો રાખી પ્રજાને અચ્છે દિનના ખોટા સ્વપ્નો દેખાડી રહ્યાની આલોચના ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય લલીત વસોયાએ કરી છે.

ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલ કે દેશ કે રાજયમાં કોઇ વેપારી પોતાનો ધંધો કરે તો ૧૫ થી ર૦ ટકા ના નફા સાથે ધંધો કરતો હોય છે તેમાં તેના તમામ ખર્ચ આવી જતા હોય છે પણ કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારે જનતાને મોટા મોટા વચનો આપી અચ્છે દિનની વાતો કરે છે.

છેલ્લા એક માસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતો રહ્યો છે. ત્યારે ભાજપની સરકારે જનતાને મદદરુપ થવાને બદલે જનતાના ખીસ્સામાંથી કેમ પૈસા કઢાવી લેવા તેવી વિવિધ યોજનાઓ બનાવી છે પેટ્રોલ અને ડીઝલના ભાવ રૂ ૮૦/- સુધી પહોચવાની તૈયારીમાં છે ત્યારે આ ૧ લીટરે ૮૦/- જનતાના ખીસ્સામાંથી લઇ તેમાં રૂ ૩૬/- નો સિઘ્ધો નફો કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર કરી રહી છે. આમ જનતાને બેફામ લુંટવામાં આવી રહી છે.

જયારે પાડોશી દેશોમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ પ૦ થી પપ રૂ. જવા છે ત્યારે કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર ફુડના ભાવ વધારાના નામે જનતાન લુંટી રહી છે. બે માસ પહેલા ફુડના ભાવ ઘટતા હતા ત્યારે સરકારે કેમ ભાવ ઘટાડવા ન હતા વધુમાં વસોયાએ જણાવેલ કે જો ખરેખર જનતાને મદદ કરવી જ હોય તો પેટ્રોલ અને ડિઝલમાં જે ટેકસ અને અન્ય કરો લેવાય છે તે માફ કરી દેવા જોઇએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.