ભારતના લોકો પોતાના વાહનોમાં ટેન્ક ફૂલ કરાવવા પાડોસી દેશમાં કેમ જાય છે ?

દેશમાં કોરોનાના કહેર બાદ હવે પેટ્રોલ અને ડિઝલમાં વધેલી કિંમતોએ લોકોની ચિંતા વધારી દીધી છે. પેટ્રોલ-ડિઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારોતો કમાણી કરી છે, પરંતુ સામાન્ય જનતાના ખિસ્સા ખાલી થઈ રહ્યાં છે. દેશમાં ઘણી જગ્યાઓ પર પેટ્રોસની કિંમતો સૌ રૂપિયા પ્રતિ લીટરને પાર કરી રહ્યું છે. તો કેટલાક રાજ્યોએ પોતાના ટેક્સ પણ ઘટાડી દીધા છે. બીજી તરફ નેપાળ બોર્ડર પર ડીઝલ અને પેટ્રોલની તસ્કરી પણ શરૂ થઈ ગઈ છે. કારણ કે, નેપાળમાં પેટ્રેલ અને ડિઝલ સસ્તું મળી રહ્યું છે.

નેપાળ બોર્ડર પરના હિન્દુસ્તાન પેટ્રેલ પમ્પ પર સન્નાટો છવાય ગયો છે. લોકો નેપાળથી પેટ્રોલ-ડીઝલના કેન ભરીને ભારતમાં લઈ આવે છે. જોકે, પ્રશાસન બોર્ડર પર ડીઝલ-પેટ્રોસલની તસ્કરીને રોકવાના દાવા કરી રહ્યું છે, પરંતુ તસવીરોમાં સામે આવ્યું છે કે, લોકો નેપાળ જઈને ટેન્કો ફુલ કરવી રહ્યા છે, પેટ્રોલ-ડિઝલના કેન ભરીને ભારતમાં સપ્લાય કરી રહ્યાં છે.