પીજી-મેડિકલ, ડેન્ટલ પ્રવેશના મેરિટમાં વિલંબ થઇ શકે છે

supreme court | education
supreme court | education

બે દિવસમાં મેરિટ લીસ્ટ જાહેર કરાય તેવી કોઇ જ શક્યતા નથી

પી.જી. મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે મેરિટલિસ્ટ જાહેર કરવામાં હજુ વિલંબ ાય તેવી શકયતાઓ ઊભી ઇ છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ બુધવાર અવા તો ગુરુવારે મેરિટલિસ્ટ જાહેર કરી દેવાશે તેવું માનવામાં આવતું હતું. પરંતુ ૨૫ ટકા યુનિવર્સિટી પ્રેફરન્સના કારણે હવે મેરિટલિસ્ટ કેવી રીતે તૈયાર કરવું તેની દ્વિધા ઊભી ઇ છે. આ ઉપરાંત પી.જી.માં ઇન સર્વિસ ડોક્ટરો માટે ૨૫ ટકા અનામત બેઠકોને લઇને હજુ કોર્ટમાં કેસ હોવાી આ મુદ્દે પણ મુશ્કેલી ઊભી ાય તેમ છે.

પી.જી.મેડિકલમાં પ્રવેશ માટે ૨૫ ટકા બેઠકો માટે યુનિવર્સિટી પ્રેફરન્સ રાખી શકાય તેવી સુપ્રીમ કોર્ટે સૂચના આપી દીધી છે. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે સરકાર દ્વારા અગાઉ પી.જી.મેડિકલમાં પ્રવેશ માટેના નિયમો જાહેર કર્યા ત્યારે ૨૫ ટકા બેઠકો ઇન સર્વિસ ડોક્ટરો માટે અનામત રાખી હતી. આ મુદ્દે પણ વિર્દ્યાીઓમાં ભારે રોષ ફેલાયો હતો. કેટલાક વિર્દ્યાીઓેએ ઇન સર્વિસ ડોક્ટરના મુદ્દે કોર્ટમાં રીટ કરી છે જેનો હજુસુધી આખરી ચુકાદો આવ્યો ની. નોંધનીય છે કે પી.જી.મેડિકલમાં કોમન એડમિશનની જાહેરાત ઇ ત્યારી જુદા જુદા મુદ્દાઓને લઇને ભારે વિવાદ ઊભો ઇ રહ્યો છે. અગાઉ યુનિવર્સિટી પ્રેફરન્સની માંગ અને તેના વિરોધના મુદ્દે વિર્દ્યાીઓમાં બે ભાગ પડી ગયા હતા. સરકારે પી.જી.ની કુલ બેઠકોમાં ૨૫ ટકા બેઠકો ઇન સર્વિસ ડોક્ટો માટે અનામત રાખવાની જાહેરાત કરી તેની સામે પણ વિવાદ ઊભો યો છે.

વિર્દ્યાીઓ કહે છે કુલ બેઠકોમાંી ૫૦ ટકા બેઠકો ઓલ ઇન્ડિયા કવોટામાં જતી રહે છે. બાકી રહેતી બેઠકોમાંી ૨૫ ટકા બેઠકો ઇન સર્વિસ ડોક્ટરો માટે જાય અને ૨૫ ટકા બેઠકો પર યુનિવર્સિટી પ્રેફરન્સ આપવામાં આવે તેમ છે. આ ઉપરાંત બાકી રહેતી બેઠકો પર અનામત કેટેગરીના વિર્દ્યાીઓને પ્રવેશ ફાળવવામાં આવે તો જનરલ કેટેગરીના વિર્દ્યાીઓ માટે કેટલી બેઠકો બાકી રહે તેનો પ્રશ્ન ઊભો ાય તેમ છે. આ ઉપરાંત યુનિવર્સિટી પ્રેફરન્સની ગણતરી કેવી રીતે કરવી તેની પણ દ્વિધા ઊભી ઇ છે. હાલ ૨૫ ટકા બેઠકો ઇન સર્વિસ ડોક્ટરો માટે અનામત રાખીને મેરિટની ગણતરી કરવી કે પછી હાઇકોર્ટના આદેશની રાહ જોવી તેની પણ દ્વિધા ઊભી ઇ છે. આગામી બે દિવસ હજુ મેરિટ જાહેર ાય તેવી કોઇ શકયતા ની