Abtak Media Google News

અબતક, રાજકોટ

પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા રાજકોટ શહેરમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. ગત સાંજે એક સાથે શહેરના ૮ સહિત ૧૪ ઇજનેરોની બદલી કરી નાંખવામાં આવી છે. આ ઉપરાંત હજુ પણ બદલીના અનેક ઓર્ડરો નીકળવાના હોવાની માહિતી મળી રહી છે.  પીજીવીએલના એમડી ધીમંતકુમાર વ્યાસે બદલીનો ગંજીપો ચિપ્યો છે. કુલ ૧૪ ઇજનેરોની બદલીમાં ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાંથી ૮ ઇજનેરો રાજકોટ શહેરના છે.

રાજકોટ શહેરના ૮ ઇજનેરોની પણ બદલી : હજુ આગામી દિવસોમાં ફરી બદલીનો ગંજીપો ચિપાશે

૧૨ જેટલા ઇજનેરો રાજકોટ સર્કલ હેઠળ આવે છે. જ્યારે બાકીના સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારના છે. જેમની બદલી થઇ તેમાં નાના મવાના પી. પી. ભારદ્વાજની આરસીડીમાં , મીલપરાના જે. વી. ગરાણીયાની  મોરબી રોડ સબ ડિવિઝનમાં , એચ. ટી.ના જી. એચ. પટેલની મિલપરા સબ ડિવિઝનમાં, હાઈ ટેક લેબના એસ. એન. ગેડીયાની સિટી ડિવિઝનમા , સિટી ડિવિઝનના એ. જે. દવેની હાઈ ટેક લેબમાં, પ્રદ્યુમ્નનગર સબ ડિવિઝનના એન.આર. કંડોરિયાની રણછોડનગર સબ ડિવિઝનમાં, આજી સબ ડિવિઝનના બી. એમ.કોટડીયાની મોટા મવા સબ ડિવિઝનમાં, ઉદ્યોગનગર સબ ડિવિઝનના જે. યુ. ભટ્ટની પ્રદ્યુમ્નનગર સબ ડિવિઝનમાં,  રોણકી રૂરલ સબ ડિવિઝનના ડી. પી. ગઢવીની એચટી ૧ સબ ડિવિઝનમાં,  કેશોદ રૂરલના એચ. જી. સોલંકીની એચટી ૧ સબ ડિવિઝનમાં, ભાટીયાના બી. આર. ગોસાઇની આજી ૧ સબ ડિવિઝનમાં, કાલાવડ પૂર્વના એમ.એજ. ચંદ્રપાલની ઉદ્યોગનગર સબ ડિવિઝનમાં, પડધરીના એસ. કે. ચૌહાણની નાના મવા સબ ડિવિઝનમાં, આમરણના વાય. એ. પટેલની સિટી ડિવિઝનમાં બદલી થઇ છે.

ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા થયેલી આ બદલી બાદ હજી પણ આગામી દિવસોમાં વધુ બદલીઓ થવાની વાતો મળી રહી છે. ઉલ્લેખનીય છે  કે આ બદલીથી ૧૪ સબ ડિવિઝન કક્ષાની કચેરીઓના વડાઓમાં ફેરફાર થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.