Abtak Media Google News

એમડી વરુણકુમાર બરનવાલ, જોઇન્ટ એમડી પ્રીતિ શર્મા, મુખ્ય ઇજનેર  જે.જે.ગાંધી સહિતનાએ ગ્રાહકોને ટ્રોફી અર્પણ કરી

રાજકોટ સીટી ડિવિઝન 2 હેઠળ આવતા વિસ્તારોમાં પાંચ જ દિવસમાં વીજ બિલ ભરનાર 41 ગ્રાહકોનું આજે સન્માન કરવામાં આવ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ શહેર વર્તુળ કચેરીનાં સિટી ડિવિઝન – 2 હેઠળ આવતા મહિલા કોલેજ, પ્રદ્યુમન નગર, બેડીનાકા, ઉદ્યોગ નગર, લક્ષ્મીનગર સબ ડિવિઝન નાં કુલ 41 વીજ ગ્રાહકો કે જેમના દ્વારા આખા વર્ષ દરમ્યાન સતત વીજ બિલ મળ્યાના પાંચ દિવસમાં વીજબિલ ભરપાઈ કર્યા હોય તેમના ઘેર જઈ તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ.

આ પ્રસંગે પીજીવીસીએલનાં મેનેજીંગ ડાયરેકટર વરુણકુમાર બરણવાલ, જોઇન્ટ મેનેજીંગ ડાયરેકટર પ્રીતિ શર્મા, મુખ્ય ઇજનેર (ટેક) જે.જે.ગાંધી,  અગ્રણી,  કમલેશભાઈ મીરાણી,  દેવાંગભાઈ માંકડ વિશેષ ઉપસ્થિત રહેલ. આ તકે રાજકોટ શહેર અધિક્ષક ઇજનેર એન.જી.કારીયા, કાર્યપાલક ઇજનેર કે.બી.શાહ સાહેબ તથા કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા ઉપસ્થિત રહેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.