Abtak Media Google News

મોરબી, સુરેન્દ્રનગર અને પોરબંદર વર્તુળ કચેરી હેઠળના વિસ્તારો ધમરોળી વીજ અધિકારીઓએ ગેરરીતિ આચરતા 1057 કનેક્શનો ડિટેકટ કર્યા

અબતક, રાજકોટ

પીજીવીસીએલ દ્વારા 4 દિવસમાં વિવિધ ત્રણ વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધરીને 1057 કનેક્શનોમાં થતી ગેરરીતિ પકડી પાડી રૂ. 2.89 કરોડનો દંડ ફટકાર્યો છે.

પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફીસની સૂચના અનુસાર તથા અધિક્ષક ઇજનેરો અને કાર્યપાલક ઇજનેરોના સીધા માર્ગદર્શન હેઠળ તા. ૦૩.૦૧.૨૦૨૨થી તા. ૦૭.૦૧.૨૦૨૨ સુધીમાં અનેક વિસ્તારોમાં કોર્પોરેટ ડ્રાઈવ દ્વારા વીજચેકિંગની કાર્યવાહી હાથ ધરાયેલ છે.

જેમાં મોરબી વર્તુળ કચેરી હેઠળના હળવદ ગ્રામ્ય, હળવદ ટાઉન, સરા, ચરડવા, વાંકાનેર વગેરે વિસ્તારોમાં કુલ ૨૮૦૬ વીજજોડાણ ચેક કરતાં કુલ ૨૮૮ વીજજોડાણમાં ગેરરીતિ જણાતા કુલ રૂ. ૧૪૫.૫૨ લાખના વીજચોરીના બીલો આપવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળના ધ્રાંગધ્રા શહેર, ધ્રાંગધ્રા ગ્રામ્ય, લીમડી, સાયલા, ચુડા, થાન, વઢવાણ, લખતર, ચોટીલા, સુરેન્દ્રનગર ગ્રામ્ય, પાટડી, દસાડા વગેરે વિસ્તારોમાં કુલ ૨૬૪૧ વીજજોડાણ ચેક કરતાં કુલ ૩૧૬ વીજજોડાણમાં ગેરરીતિ જણાતા કુલ રૂ. ૬૮.૯૦ લાખના વીજચોરીના બીલો આપવામાં આવેલ છે.

પોરબંદર વર્તુળ કચેરી હેઠળના કેશોદ શહેર, કેશોદ ગ્રામ્ય, ચોરવાડ, માંગરોળ, માધવપુર, બગવદર, રાણાકંડોરણા, પોરબંદર કોસ્ટલ, રાણાવાવ, કુતિયાણા વગેરે વિસ્તારોમાં કુલ ૩૮૦૮ વીજજોડાણ ચેક કરતાં કુલ ૪૫૩ વીજજોડાણમાં ગેરરીતિ જણાતા કુલ રૂ. ૭૫.૦૪ લાખના વીજચોરીના બીલો આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.