Abtak Media Google News
કુલ 1,82,500 ખેતીવાડી વીજ જોડાણોને સોલરાઈઝ કરાશે: પ્રથમ તબક્કામાં અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ તથા સુરેન્દ્રનગર વિસ્તારમાં 55 સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન

સોલાર રૂફટોપ યોજનાની ભવ્ય સફળતા બાદ પીજીવીસીએલ દ્વારા કુસુમ યોજના હેઠળ 600 મેગાવોટ સોલાર વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. કેન્દ્ર સરકારના ખગછઊ વિભાગ હેઠળ ઙખ-ઊંઞજઞખ (પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન) યોજનાના કમ્પોનન્ટ સી હેઠળ ફીડર લેવલ સોલરાઈઝેશન યોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે. સદર યોજના હેઠળ 66 કેવી સબસ્ટેશનમાંથી નીકળતા સિલેક્ટેડ ખેતીવાડી ફીડરોનું જૂથ બનાવીને 1 થી 4 મેગા વોટની મર્યાદામાં સોલાર પાવર પ્લાન્ટ જે-તે વિસ્તારના આશરે 5 (પાંચ) કિમી ની મર્યાદામાં બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેના અનુસંધાને પ્રથમ તબક્કામાં આવા કુલ 55 (પંચાવન) પ્લાન્ટ બનાવવા માટેનું ટેન્ડર પીજીવીસીએલ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

Solar

સદર યોજનામાં 1 થી 4 મેગાવોટનો પ્લાન્ટ સ્થાપિત કરવા માટે આ પ્રકારના કામની અનુભવી એજન્સીઓ પાસેથી 25 વર્ષ ના કરાર પેટે ડેવલોપર પાસેથી ભાવ મંગાવવામાં આવેલ છે. ડેવલોપર દ્વારા પ્લાન્ટની કામગીરી આશરે 9   માસમાં પૂર્ણ કરવાની રહેશે અને કામગીરી પૂર્ણ થયે પ્લાન્ટની કેપેસીટી મુજબ પ્રતિ 1 મેગાવોટ દિઠ રૂ. 1.05 કરોડ લેખે સદર સ્કીમના નિયમોને આધીન સબસીડી ની ચુકવણી કરવામાં આવશે તથા તેના અનુસંધાને ડેવલોપર એજન્સીઓએ 25 વર્ષ સુધી શોધિત / કરારિત / મંજુર થયેલ ભાવે સોલાર વીજ ઉત્પાદન જે તે સબસ્ટેશનમાં 11 કેવી લાઈન દ્વારા પહોચાડવાનું રહેશે.

પીજીવીસીએલ દ્વારા હાલમાં પ્રથમ તબક્કામાં અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ ગ્રામ્ય તથા સુરેન્દ્રનગર વિસ્તારમાં 55   સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 167 ખેતીવાડી ફીડરોના આશરે 56,950 ખેતીવાડી વીજ જોડાણોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ 55 સોલાર પ્લાન્ટ થકી આશરે 140 મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે. આ ઉપરાંત તબક્કાવાર 1,82,500 ખેતીવાડી વીજ ગ્રાહકોના વીજ જોડાણો (7.5 ઇંઙસુધીના) ને સોલરાઈઝ કરવાનું આયોજન કરેલ છે જેના થકી આશરે 600 મેગવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરી શકાશે. ત્યારબાદ આવતા એક મહિનામાં આશરે 460 મેગાવોટની ક્ષમતા સાથેના વધુ 1500 સોલાર પ્લાન્ટ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ યોજનાથી ખેતીવાડી ક્ષેત્રની વીજ માંગને દિવસ દરમ્યાન સંતોષવામાં મદદ મળશે.

અગાઉ ઙખ-ઊંઞજઞખ-ઈ ફીડર લેવલ સોલરાઈઝેશન હેઠળ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ત્રણ ફીડરોનો સમાવેશ કરીને 1.206 મેગાવોટ સોલાર પ્લાન્ટનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત 684 ખેતીવાડી વીજગ્રાહકોનો સમાવેશ કરવામાં આવેલ, આ ટેન્ડર હાલ મંજુરી પ્રક્રિયા હેઠળ છે જે ટૂંક સમયમાં મંજુર થયે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા બાબતની આગળની કાર્યવાહી જે તે સોલાર એજન્સી દ્વારા શરુ કરી દેવામાં આવશે.

પીજીવીસીએલ દ્વારા તા. 22.06.2022 ના રોજ બહાર પાડવામાં આવેલ ટેન્ડર ભરવાની તા. 12.07.2022, ડોક્યુમેન્ટ પહોચાડવાની તા. 16.07.2022, પ્રીલીમીનરી બીડ ખોલવાની તા. 18.07.2022, ટેકનીકલ બીડ ખોલવાની તા. 19.07.2022 તેમજ પ્રાઈસ બીડ ખોલવાની તા. 21.07.2022 રાખવામાં આવેલ છે. ટેન્ડર અંગેની પ્રી-બીડ મીટીંગનું આયોજન તા. 30.06.2022 ના રોજ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. પ્રથમ તબક્કામાં કુલ 55 સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવનાર છે જેની સર્કલ પ્રમાણેની માહિતી નીચે મુજબ છે.

Screenshot 1 11

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.