Abtak Media Google News

 

 સુશાસન રૂપે પીજીવીસીએલના HT ગ્રાહકોને પડતી મુશ્કેલીનું ઝડપી નિરાકરણ આવશે અને કનેક્શન તેમજ લોડ વધારા ઘટાડાની પ્રક્રિયા તેજ બનશે

 

અબતક,રાજકોટ

સરકારની ગુડ ગવર્નન્સ કાર્યપ્રણાલી હેઠળ પીજીવીસીએલ દ્વારા નવા એચટી કનેક્શન / એચટી વધારા ઘટાડાના લોડ ડિમાન્ડના અરજદારોને વધારાની સુવિધા પૂરી પાડવા માટે સ્કાડા રૂમ , કોર્પોરેટ ઓફિસ કેમ્પસ, રાજકોટ ખાતે  એચટી એપ્લીકેશન ફેસિલિટેશન સેન્ટર ” એટલેકે ્રએચટી એપ્લિકેશન સુવિધા કેન્દ્રની શરૂઆત 1 જાન્યુઆરી 2022 થી કરવામાં આવનાર છે.

એમડી સેલના સીધા માર્ગદર્શન હેઠળ સ્કાડા સેન્ટર, કોર્પોરેટ ઓફિસ ખાતે 1 જાન્યુઆરીથી HT એપ્લિકેશન સુવિધા કેન્દ્રની શરૂઆત થશે

આ અંગે પીજીવીસીએલના એમડી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું કે રાજ્ય સુધારણા યોજના SRAP  હેઠળ 10 KW / 10 HP થી વધુ લોડ માટે ત્રણેય તબક્કાના નવા કનેક્શન

(અૠ સિવાય ) માટેની તમામ અરજીઓ 11.11.2020 થી ફરજિયાતપણે ઓનલાઈન નોંધણી કરાવવાની હોય છે . સરકારની ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ પોલિસી અંતર્ગત વ્યવસાય કરવામાં તેમજ વહીવટી કાર્યોમાં સરળતા રહે તે માટે પીજીવીસીએલ દ્વારા તેના ગ્રાહકોને / અરજદારોને નિયત સમયમાં સરળતાથી સંપૂર્ણ માર્ગદર્શન અને મદદ મળી રહે તે હેતુથી HT એપ્લીકેશન ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે .

આ એક સિંગલ વિન્ડો સર્વિસ પ્રકારની સીસ્ટમ છે . જ્યાં એકજ સ્થળે બધીજ માહિતી તેમજ અરજી કરવાની પ્રક્રિયા અંગેની સુવિધા ઉપલબ્ધ હશે . એચટી. એપ્લીકેશન ફેસિલિટેશન સેન્ટર એમ.ડી. સેલના સીધા મોનિટરીંગ  હેઠળ કાર્ય કરશે . સેન્ટર પર નવા એચટી  કનેક્શનની ઓનલાઈન નોંધણી તેમજ તેને લગતી  વધારાની સુવિધા, લોડ ડિમાન્ડ એપ્લિકેશન સવગેરે ઉપલબ્ધ હશે. એચટી એપ્લિકેશન સુવિધા કેન્દ્ર પર  પીજીવીસીએલના કર્મચારી અરજદારને અરજી સબમિટ કરવામાં મદદરૂપ થશે તેમજ અરજીને લગતા

ડાક્યુમેન્ટસ માટે સુવિધા પૂરી પાડશે . પ્રવર્તમાન પ્રથા ઉપર એચ.ટી લોડ એપ્લિકેશન રજીસ્ટર કરવા માટેની આ વધારાની સુવિધા છે . અરજદાર પોતાની જરૂરિયાત મુજબ આ સેવાનો લાભ લઈ શકે છે . એચટી એપ્લીકેશન ફેસિલિટેશન સેન્ટર ખાતે અરજીના કાર્ય / પ્રક્રિયાનો વિસ્તાર પરિશિષ્ટ- એ મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો જે જરૂરી દસ્તાવેજો તેમજ પ્રક્રિયાને દર્શાવશે જે ઘણું મદદરૂપ બનશે .. પીજીવીસીએલ દ્વારા સરકારની ગુડ ગવર્નન્સ કાર્યપ્રણાલી હેઠળ એચટી અરજદારોને જરૂરી સમયમાં પુરતું પ્રાધાન્ય મળી રહે અને કનેક્શનની પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવો અગ્રીમ પ્રયાસ છે . આવનાર સમયમાં પીજીવીસીએલ દ્વારા તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન સાથે દરેક વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર દ્વારા મિટિંગ કરી એચટી એપ્લીકેશન લિટેશન સેન્ટર ” અંગે માહિતગાર કરવામાં આવશે .

પીજીવીસીએલે સ્વાગત નામની ફરિયાદ નિવારણ સિસ્ટમ વિકસાવી

ઈ-મેઈલ, પત્ર, રૂબરૂ મુલાકાત અથવા સોશિયલ મીડિયા દ્વારા  પણ પીજીવીસીએલને ફરિયાદ નોંધાવી શકાશે.  પીજીવીસીએલ દ્વારા  સ્વાગત કરિયાદ નિવારણ સીસ્ટમ ને ડાઈરેકટ પ્રાપ્ત થયેલ ફરિયાદોના ફોલો – અપ માટે વિકસાવવામાં આવી છે સૌપ્રથમ પીજીવીસીએલને ઈ – મેઈલ દ્વારા , પત્ર દ્વારા , રૂબરૂ મુલાકાતથી અથવા સોશિયલ મીડિયા દ્વારા મળેલ ફરિયાદો જેમકે કનેક્શનને લગતી , પાવરને લગતી , વેન્ડરને લગતી વગેરે પ્રકારની ફરિયાદોની ” પીજીવીસીએલ સ્વાગત ” સિસ્ટમ પર એન્ટ્રી કરી તેની સાથે જોડેલ દસ્તાવેજને અપલોડ કરવામાં આવશે . ત્યારબાદ ફરિયાદને CCC (કસ્ટમર કેર સેન્ટર) ના કાર્યપાલક ઈજનેરને ફોરવર્ડ કરવામાં આવશે..

CCC ના કાર્યપાલક ઈજનેર ફરિયાદ મળ્યે તેનો અભ્યાસ કરી તેના ઉકેલ માટે અગ્રતા ચેનલ (લીલી , પીળી અને લાલ રંગની તેને લાગતાં સમય અને કામની પ્રાયોરીટી મુજબ) આપવામાં આવશે તેમજ કાર્યને પૂરું કરવામાં લાગતો અંદાજીત સમય જણાવશે . જરૂર પડ્યે એમ.ડી. સેલ દ્વારા પણ ફરિયાદની પ્રાયોરિટી મુજબની ચેનલ સૂચવવામાં આવશે. પીજીવીસીએલને મળેલી ફરિયાદો લાગુ પડતા વિભાગો જેમકે કોર્પોરેટ ઓફિસના વિવિધ વિભાગોના વડા , ભાવનગર ઝોનના વડા અથવા વિવિધ સર્કલ ઓફીસના વડા , ડિવીઝન ઓફીસ અને સબ ડિવીઝન ઓફીસને પહોંચાડવમાં આવશે .

” પીજીવીસીએલ સ્વાગત ” એટલેકે પીજીવીસીએલ ફરિયાદ નિવારણ સીસ્ટમ દ્વારા ફરિયાદને જે તે કચેરી ને મોકલી અપાયા બાદ સબડિવિઝન અને ડિવિઝન ઑફિસ દ્વારા ફરિયાદ નો સમયમર્યાદામાં ઉકેલ લાવી તેને લગતા ડોકયુમેન્ટ અપલોડ કરવામા આવશે અને તેને લગતી કોઈટીપ્પણીની જરૂર પડે તો સર્કલ ઓફીસના  અધિક્ષક ઈજનેર દ્વારા આપીને તેમનોજવાબ સબમીટ કરવામાંઆવશે.  ફરિયાદનું નિવારણ અથવા તેનો જવાબ સર્કલ ઓફીસ અથવા ડિવીઝન ઓફીસ દ્વારા કરવામાં આવ્યા બાદ ફરી CCC ના કાર્યપાલક ઈજનેર પાસે રિવ્યુ કરવા માટે જશે જેમકે ફરિયાદનો ઉકેલ આવેલ છે અથવા ઉકેલ આવેલ નથી . તેમને નિરાકરણ યોગ્ય નહીં લાગે તો ફરીથી જે તે વિભાગને પરત મોકલ આપવામાં આવશે અને જો રજૂ કરેલ જવાબ યોગ્ય લાગશે તો પીજીવીસીએલના PRO પાસે અંતિમ જવાબ માટે મોકલવામાં આવશે .

PRO દ્વારા અંતિમ જવાબ રજૂઆત કર્તા ગ્રાહકને પાઠવવામા આવશે અને તેને સીસ્ટમ પર અપલોડ કરવામાં આવશે . PRO દ્વારા અંતિમ જવાબ આપવામાં આવ્યા બાદ માત્ર એમ.ડી. સેલ દ્વારા જ ફરિયાદ ને ક્લોઝ કરી શકાશે . આમ પીજીવીસીએલ દ્વારા સરકારશ્રીની ગુડ ગવર્નન્સ કાર્યપ્રણાલી હેઠ પીજીવીસીએલમાં રજૂઆતકર્તા ને જરૂરી સમયમાં પુરતું પ્રાધાન્ય મળી રહે અને તેમની રજૂઆ સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમજ સુશાસન કાર્યપ્રણાલી મુજબ કાર્ય થાય તેવો અગ્રીમ પ્રયાસ છે.

આજ સુધીમાં એટલેક તા . 28.12.2021 સુધીમાં કુલ 36 ફરિયાદ આવેલ છે જેમાંથી 24 ફરિયાદ ડીવીઝન લેવલે નિરાકરણ કરવામાં આવેલ છે અને ફાઈનલ રીપ્લાય 11 ના આપવામાં આવેલ છે એટલે ક્લોઝ કરવામાં આવેલ છે જયારે બાકીની ફરિયાદો ના નિરાકરણની પ્રક્રિયા ચાલુ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.