Abtak Media Google News

વીજ ગ્રાહકો તથા જાહેર જનતાને ઉતરાયણપર્વ ઉત્સાહ અને સલામતીપૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે પીજીવીસીએલે સુચનો જાહેર કર્યા છે. વીજળીના તારને અડકશો નહીં, પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય ત્યારે તેને લેવા માટે થાંભલા ઉપર કે તાણીયા ઉપર ચડશો નહીં. કારણકે તેમ કરવું ખુબ જ જોખમકારક છે.

વીજળીના વાયર/તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહીં. આ રીતે લંગર નાખીને તેને ખેંચવાથી વીજળીના તાર ભેગા થતા મોટા ભડાકા થવાથી તાર તુટી જવાની, અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો (ઉપકરણો) બળી જવાની સંભાવના રહેલી છે. તમારા ઘરની આજુબાજુમાં કે કોઈપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળિયા વડે તેને કાઢવાની કોશિષ કરશો નહીં, કારણકે તેનાથી વીજ અકસ્માત થવાની પુરેપુરી શકયતા છે.

ધાતુના તાર બાંધીને પતંગ ઉડાડશો નહીં કારણકે ધાતુના તાર વીજળીના તારને અડકતા વિજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જાવાની સંભાવના રહે છે. વીજળીના તુટેલા તારથી દુર રહો. નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ, અમારી નજીકની પેટા-વિભાગીય કચેરી ઉપર રૂબરૂમાં અથવા ફોન દ્વારા તુરત જ આપો, પતંગ ચગાવવા માટે મેગ્નેટિક ટેપ તથા અન્ય વાયરોનો ઉપયોગ કરવો નહીં, સિન્થેટીક દોરી કે વીજ વાહક માંજાનો ઉપયોગ કરવો નહીં કેમ કે તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે, જેને લીધે વાહક માંજાનો ઉપયોગ કરવો નહીં કેમ કે તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે. જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શકયતા રહે છે. કોઈપણ વીજ ફરિયાદ માટે ટોલ ફ્રી નં.૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૩ અથવા ૧૯૧૨૨ ફોન કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.