જામનગર: આયુર્વેદ શિક્ષણ સંસ્થામાં ફાર્મસીનો અભ્યાસ થઇ શકશે

આયુર્વેદ શિક્ષણ તથા અનુસંધાન સંસ્થાન (ઇટ્રા), જામનગરએ આયુર્વેદ ક્ષેત્રે રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી એક માત્ર સંસ્થા છે. જયાં પ્રસ્થાપિત ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ફાર્માસ્યુટીકલ સાયન્સ કેન્દ્રમાં ફાર્મસી ક્ષેત્રમાં વિવિધ પ્રકારના કોર્ષનો અભ્યાસ ચલાવવામાં આવે છે. આ અંતર્ગત ડી.ફાર્મ. આયુર્વેદ અને બી.ફાર્મ. આયુર્વેદનું શૈક્ષણિક કાર્ય ઉપલબ્ધ છે.

આ અનુક્રમે શૈક્ષણિક વર્ષ 2021-2022 માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે અને તે તા.31-8-2021 સુધીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશેે. આ હેઠળ પ્રવેશ મેળવી શિક્ષણ કાર્ય પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પુષ્કળ પ્રમાણમાં લાભ મળવાપાત્ર છે. જેમાં વિદ્યાર્થીને મળતી સુવિધા અંતર્ગત આયુર્વેદ ક્ષેત્રે દેશની સર્વપ્રથમ રાષ્ટ્રીય મહત્વની સંસ્થામાં અભ્યાસ, 100 ટકા પ્લેસમેન્ટ, આઇએસ ઓ 9001:2015 માન્યતા પ્રાપ્ત સંસ્થામાં અભ્યાસ, નિષ્ણાત પ્રાદ્યાપકો દ્વારા શિક્ષણ, આધુનિક અને સુસજજ પ્રયોગ શાળાઓ, ઔદ્યોગિક તાલીમ તેમજ અભ્યાસ પ્રવાસ અને વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા વગેરે અહીં ગુજકેટ વગર સીંધુ એડમિશન મળવાપાત્ર છે.

વધુ વિગત માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ સંસ્થાઓ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદ ફાર્મસ્યુટિકલ સાયન્સ, એ.કે. જમાલ, ગુરૂ નાનક રોડ, ફોન નં. 0288 2555746, 75672 87189નો સંપર્ક કરી શકશે.