Abtak Media Google News

માત્ર 19 વર્ષની વયે બલરાજ સહાની સાથે ફિલ્મ ‘સીમા’માં હિરોઇન તરીકે ચમકયા બાદ નૂતનની અભિનય કારકીર્દી અંત સુધી કયારેય અસ્ત ન થઇ, સફળ અભિનેત્રીએ માત્ર 54 વર્ષે બ્રેસ્ટ કેન્સર ને કારણે તખ્તા પરથી વિદાય લીધી તેમણે માત્ર 16 વર્ષની વયે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો

સિઘ્ધિનાં અનેક શિખરો સર કરનારી અભિનેત્રી નૂતન સુંદર સ્મિત ધરાવતી ઉર્મિ પ્રધાન અભિનેત્રી હતી. જાણીતી ફિલ્મ અભિનેત્રી શોભના સમર્થ અને ફિલ્મ નિર્માતા કુમાર સેન સમર્થની પુત્રી હતી. તેમની બહેન તનુજા પણ અભિનેત્રી હતી. જાણિતી અભિનેત્રી કાજોલના તે માસી થાય છે. નૂતનનો પુત્ર મોહનીશબહલ પણ ફિલ્મ અભિનેતા છે. 4 જુન 1936ના રોજ જન્મેલ નૂતન ર1 ફેબ્રુઆરી 1991ના રોજ બે્રસ્ટ કેન્સરને કારણે મૃત્યુ થયું હતું. તેમનાં દાદી રતનબાઇ શિલોત્રી પણ મરાઠી ફિલ્મો સાથે જોડાયેલા હતા.

બોલીવુડમાં સૌથી વધુ ફિલ્મ ફેર એવોર્ડ જીતવાનો શ્રેય તેમના નામે છે. તેમનો રેકોર્ડ અભિનેત્રી કાજોલે છ ફિલ્મ ફેર મેળવીને રેકોર્ડ તોડયો હતો. આ એવોર્ડ વખતે કાજોલે જણાવેલ કે માસી નૂતને મેળવેલા આદરની ઊંચાઇએ તે કયારેય ન પહોંચી શકે, મમ્મી શોભના સમર્થ સાથે નુતનને અનબન ઘણા વર્ષો રહી જો કે અંતિમ વર્ષોમાં મા-દિકરીને બહુ જ ભળતું હતું. નુતને માત્ર 19 વર્ષની વયે બલરાજ સહાની સાથે ફિલ્મ ‘સીમા’ માં અભિનેત્રી તરીકે ચમકયા બાદ અંતિમ દિવસો સુધી નૂતનની અભિનય કારકિર્દીનો અસ્ત થયો ન હતો.

નૂતનની સફળ ફિલ્મોમાં તેરે ઘર કે સામને, પેઇંગ ગેસ્ટ, સુજાતા, છલિયા, બંદિની, મિલન, સરસ્વતિ ચંદ્ર, મેરી જંગ, કર્મા જેવી અનેક સફળ ફિલ્મો હતી. નૂતનના જમાનામાં તે એક માત્ર અભિનેત્રી હતી જે ર3 વર્ષે પરણીને બોલીવુડમાં સક્રિય અભિનેત્રી ચાલુ રહી હતી. 4ર વર્ષની વયે તેમને પાંચમો ફિલ્મ ફેર ‘મેં તુલશી તેરે આંગ નહીં’ માટે મળ્યો હતો. ફિલ્મ સરસ્વતિ ચંદ્રમાં તેમના અભિનયને કારણે ફિલ્મને ચાર ચાંદ લાગી ગયા હતા. નૂતન સગમ્ર ચાહક ગણને તેમની વહેલી વિદાય ભારે વસમી લાગી હતી. નુતન બોલીવુડની ખરા અર્થમાં ‘નતૂન’ હતી.

1951માં રીલીઝ થનારી પોતાની ફિલ્મને ‘એ’ પ્રમાણપત્ર મળેલ હોવાથી ટોકીઝના સંચાલકોએ તેમને સિનેમામાં પોતાની જ ફિલ્મ જોવા માટે અટકાવ્યા હતા. આ ફિલ્મ ‘નગીના’નૂતનની પહેલી જ ફિલ્મ હતી. આ વર્ષે નગીના અને હમલોગ બે ફિલ્મ આવી હતી પણ ખાસ સફળતા મળી ન હતી. આ ગાળામાં તેમની ગણના સામાન્ય દરજજાની અભિનેત્રી તરીકે થતી હતી. એ જમાનામાં ઊંચી-પાતળી અને લાંબી નૂતન તેના દેખાવને કારણે અન્ય અભિનેત્રી કરતા જાુદી પડતી હતી. બાદમાં સીમા ફિલ્મથી તેમની સફળ યાત્રા શરૂ થઇ જે કયારેય અટકી નહી. સીમાએ નૂતનને નંબર વન હિરોઇન  બનાવી દીધી હતી. આ ફિલ્મમાં અપરાધના બોજ હેઠળ દબાયેલી આક્રમક યુવતિનું પાત્ર ભજવ્યું હતું. બાદમા 1957માં પેઇંગ ગેસ્ટ ને 1958માં ‘દિલ્હી કા ઠગ ’ જેવી બે હળવી ફિલ્મો એ નૂતનની નવી તાજગીનો અહેસાસ થયો. ફિલ્મ ‘દિલ્હી કા ઠગ’ ફિલ્મમાં સ્વિમ સૂટ તેમના દ્રશ્યોએ જમાનામાં તહલકો મચાવી દીધો હતો. પછી 1958માં ગંભીર કથા બીજ વાળી ફિલ્મ ‘સોને કી ચિડીયા’  માં તેમનો અભિનય સીમા ચિન્હ બની ગયો.

1955 થી 1958ના ત્રણ વર્ષના ગાળામાં વિવિધ સફળ ફિલ્મોને કારણે નુતનની અભિનય શકિત નીખરી ઉઠી હતી. જેથી સફળને બોકસ ઓફીસની શ્રેષ્ઠ ફિલ્મોએ તેમને મોટી સફળતા અપાવી જેમાં 1959માં આવેલી અનાડી અને સુજાતા ફિલ્મ ઘણી સફળ રહી હતી. આ ફિલ્મો બાદ તે ફિલ્મ જગતને ગોલ્ડન એરા નંબર વન અભિનેત્રી હતી.

1961માં પુત્ર જન્મ બાદ ફરી 1963માં દેવાનંદ સાથે ‘તેરે ઘર કે સામને’ ફિલ્મ સુપર હિટ પુરવાર થઇ ગઇ, બિમલ રોયની ગંભીર વિષય પરની ફિલ્મ ‘બંદિની ’1963માં આવી જેમાં ધર્મેન્દ્ર અને અશોકકુમાર સાથે શ્રેષ્ઠ અભિનય કર્યો હતો. આ ફિલ્મ માટે તેને એવોર્ડ પણ મળ્યો હતો. પારિવારિક ફિલ્મોમાં નૂતનનો અભિનય સોળે કલાએ ખીલી ઉઠતો હતો. જેમાં ખાનદાન, મહેરબાન, સરસ્વતિ ચંદ્ર અને મિલન જેવી અનેક ફિલ્મો સફળત રહી હતી. આ ફિલ્મો તેમને અનેક એવોર્ડ અપાવ્યા હતા. 1967-68 માં સતત બે વર્ષ મિલન અને પછી સરસ્વતિચંદ્રએ તે જમાનાની મીનાકુમારી, વૈજયંતીમાલા જેવી ટોચની અભિનેત્રીની હરોળમાં તેમનું નામ ઉમેરાયું હતું.

નૂતને સૌદાગર (1973), અનુરાગ (1973), મે તુલશી તેરે આંગન કી (1978), અને આજ વર્ષે ‘સાજન બીન સુહાગન’ જેવી ફિલ્મોમાં સફળ ચરિત્ર ભજવી હતી. નૂતને તેની પ્રારંભિક કેરિયરમાં દિલીપકુમાર સાથે 1950માં ‘શિકવા’ ફિલ્મ કરી પછી વર્ષો બાદ 1986માં ‘કર્મા’ ફિલ્મમાં તે ફરી દિલીપકુમારની પત્નીનો રોલ ભજવીને ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. બાળપણમાં પંચગનીની સ્કુલમાં અભ્યાસ કરીને પછી સ્વિપઝલેન્ડમાં હાયર એજયુકેશન મેળવ્યું હતું. વિદેશથી પરત ફરીને માત્ર 14 વર્ષની વયે ફિલ્મ ‘હમારી બેટી’માં બાળ કલાકાર તરીકે ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મ તેમની માતા શોભના સમર્થે જ ડિરેકટ કરી હતી.

પડકાર જનક ભૂમિકામાં નૂતનનો અભિનય ખુબ જ નિખરી ઉઠતો હતો, જેને કારણે જ રેકોર્ડ બ્રેક પાંચ ફિલ્મ ફેર એવોર્ડ મળેલ હતા. ભારત સરકારે તેમને પદમશ્રી એવોર્ડ પણ આપેલો છે. જાણીતી લેખિકા લલિતા તામ્હાણેએ ‘નૂતન-અસે મી નસે મી’ પુસ્તક બહાર પાડયું હતું. તેમની યાદમાં ભારત સરકારે ટપાલ ટિકીટ જારી કરેલ હતી. તેમની ઉપર ફિલ્માંકન થયેલ તમામ ગીતો આજે પણ સાંભળવા જોવા ગમે છે. નુતન તેના અભિનય પ્રતિભા ને કારણે બોલીવુડની સફળ અભિનેત્રી બની હતી. તેમની ફિલ્મોના પાત્રમાં તે સમાઇ જતી હતી તેથી તે પાત્ર બહુ જ જીવંત બની જતું, તેમની ફિલ્મ યાત્રા 1950 થી 1994 સુધી રહી હતી. તેમની છેલ્લી ફિલ્મ ‘ઇન્સાનીયત શાંતિ દેવી’ હતી જે 1994માં રીલીઝ થઇ હતી.

પડદા ઉપર સ્વિમસૂટ પહેરનાર તે બોલીવુડની પ્રથમ અભિનેત્રી હતી. આ ફિલ્મ દિલ્હી કા ઠગ હતી જો કે બાદ ‘બારીશ’ ફિલ્મમાં પણ નૂતને બોલ્ડ સીન આપ્યા હતા. નૂતને તેમની બોલ્ડ છબી ‘સુજાતા’ અને ‘બંદિની’ ફિલ્મમાં મર્મ સ્પર્શી અભિનય કરીને બદલી હતી.

નૂતનને મળેલ બેસ્ટ ફિલ્મ ફેર એવોર્ડ

* સીમા -1957

* સુજાતા -1960

* બંદિની – 1964

* મિલન – 1968

* મે તુલસી તેરે આંગની કી – 1979

* મેરી જંગ- 1986 (બેસ્ટ અર્પોટીંગ એવોર્ડ)

* પદ્મશ્રી એવો. 1974

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.