ભારે વાહનોનું લાઇસન્સ ધરાવનારને જ પીઆઇનું પ્રમોશન મળશે

GOVERMENT | P.I. R.T.O
GOVERMENT | P.I. R.T.O

રાજ્ય સરકારના ગૃહ વિભાગે ૨૭૫ ડાયરેક્ટ પીઆઇની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરતાની સાથે જ પરિપત્ર પ્રસિદ્ધ કર્યો

ગૃહખાતાદ્વારા એક બાજુ પહેલી વખત ૨૭૫ ડાયરેક્ટ પીઆઈની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તે સાથે ૨૦૦૯ ની બેચના ૫૪૪ પીએસઆઈ પાસે પીઆઈ તરીકે પ્રમોશન મેળવવા માટે પહેલી વખત એલએમવી(લાઈટ મોટર વ્હીકલ) અને એચએમવી(હેવી મોટર વ્હીકલ) લાઈસન્સ માંગવામાં આવ્યા છે. બંને લાઈસન્સ નહીં હોય તે ઉમેદવારને બઢતી નહીં મળે.

સરકાર દ્વારા ૨૦૦૮ માં ફિક્સ પગારથી ભરતી કરાયેલા ૧૮૬ પીએસઆઈ અને ૨૦૦૯ ની બેચવાળા ખાતાકીય(મોડ-૨) પીએસઆઈ વચ્ચે સિનિયોરિટીને લઇને ભારે વિવાદ થયો હતો. જેમાં ખાતાકીય પીએસઆઈ હાઈકોર્ટમાં ગયા હતા. જો કે કોર્ટે સરકારે કરેલી ભરતી પ્રક્રિયાને યોગ્ય ઠેરાવીને ૧૮૬ પીએસઆઈને પ્રમોશન આપવા આદેશ કર્યો હતો.

સરકાર પહેલી વખત ડાયરેક્ટ પીઆઈની ભરતી કરી રહી છે. જો કે પોલીસ મેન્યૂઅલમાં જોગવાઇ છે કે જો તમારી પાસેના પીએસઆઈને પ્રમોશન આપીને પીઆઈ બનાવી શકાય તેમ હોય તો પહેલું પ્રાધાન્ય તેમને આપવું ત્યારબાદ ડાયરેક્ટ પીઆઈની ભરતી કરવી. અંગે એડિશનલ ડીજીપી મોહન ઝાને પૂછતાં તેમણે કહ્યું હતું કે વિશે અત્યારે કશું પણ કહેવું અયોગ્ય કહેવાશે. આવું લાઈસન્સ નહીં હોય તો પ્રમોશન માટે નામ નહીં વિચારાય  ચશ્માં-બીમારી હશે તો HMVલાઈસન્સ નહીં મળે

એલએમવી(લાઈટમોટર વ્હીકલ) એટલે કે ચાર પૈડા વાળા વાહન જેમાં કાર આવે છે. જ્યારે એચએમવી(હેવી મોટર વ્હીકલ) ૬ પૈડા અને તેના કરતાં વધારે પૈડા વાળા હેવી વાહનો. આમ તો બંને લાઈસન્સ કોઇ પણ વ્યકિત ૨૦ વર્ષની ઉમર પછી લઇ શકે છે. પરંતુ તે માટે ફિઝિકલ અને મેડિકલ ટેસ્ટ આપવો પડે છે. જ્યારે ચશ્માં કે કોઇ બીમારી હોય તો તેવા સંજોગોમાં લાઈસન્સ હેવી મોટર વ્હીકલનું લાઈસન્સ અપાતું નથી. આરટીઓ સરકારના નિયમ મુજબ કામ કરે છે.

બિન હથિયારી પીએસઆઈની બઢતી માટે પસંદગી યાદી મંગાવવામાં આવી છે. જેમાં બઢતી માટે એલએમવી(લાઈટ મોટર વ્હીકલ) અને એચએમવી(હેવી મોટર વ્હીકલ)નું લાઈસન્સ હોવું ફરજિયાત છે. જો પીએસઆઈ પાસે આવા લાઈસન્સ હોય તો મેળવી લેવા તેમજ વેલિડિટી પૂરી થઇ ગઇ હોય તો રિન્યૂ કરાવી લેવા જણાવવામાં આવ્યું હતું.પરંતુ હજુ સુધી આવા લાઈસન્સ ડીજી ઓફિસમાં મોકલવામાં આવ્યાં નથી. જેથી અત્રેની કચેરીથી જે બિન હથિયારી પીએસઆઈની માહિતી મોકલવામાં આવી છે તે પૈકીના જે પીએસઆઈઓ આવા લાઈસન્સ ધરાવતા નથી અગર તો લાઈસન્સની વેલિડિટી પૂરી થઇ ગઇ છે. તો તેમના નામની બઢતી માટે વિચારણા કરાશે નહીં.