Abtak Media Google News

રાજ્યના આઠ યાત્રાધામોમાં ર૪ કલાક સફાઇ અભિયાનનો સોમનાથથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી: વેબસાઇટ લોન્ચ કરી

બોર્ડની અદ્યતન વેબસાઇટ અને યાત્રાધામ  અભિયાનનાં લોગાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ ગુજરાત સરકારનાં મહત્વાકાંક્ષી અભિયાન સમાન રાજ્યનાં આઠ યાત્રાધામોને ૨૪ કલાક સ્વચ્છ રાખવાનાં ભગીર કાર્યનો પ્રારંભ સોમનાી કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ યાત્રાધામ વિકાસ તેઓએ કહ્યું કે, યાત્રાધામોને ૨૪ કલાક સ્વચ્છ રાખવા ઉચ્ચ કક્ષાની સફાઇ કામગીરી રાષ્ટ્રીયકક્ષાની એજન્સીઓને આપીને ગુજરાતનાં યાત્રાધામોને સંપુર્ણ સ્વચ્છ રાખવાનું આ વિરાટ કદમ છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, સામાન્યત: યાત્રા ધામોનાં સ્ળોએ સારામાં સારી સ્વચ્છતા રહે તેવી અપેક્ષા યાત્રીકો દ્વારા રાખવામાં આવતી હોય છે. આ માટે રાજ્ય સરકારે સમગ્ર ભારતમાં એક પહેલ કરીને સ્વચ્છતાનું વિરાટ પગલું ભર્યું છે. માત્ર મંદિરો જ નહી પરંતુ મંદિરોને જોડતા રસ્તા અને પરિસરને પણ સ્વચ્છ રખાશે. સોમના, દ્વારકા, ગીરનાર, અંબાજી સહિત આઠ ર્તિ સ્ળોનો આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સોમનામાં ૧.૮૬ લાખ ચો.મીટર સહિત અંદાજે ૧૧ લાખ ચો.મીટર વિસ્તાર સતત સ્વચ્છ રખાશે. લોકોની જાગૃતિ અને ભારત સ્વચ્છ અભિયાનમાં જોડાવાની ગુજરાતની સર્વગ્રાહી પહેલી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરેલી કલ્પના ગુજરાતમાં સાકાર શે. યાત્રાધામોની સ્વચ્છતા જોઇ યાત્રાળુઓ ગુજરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર બનશે તેમ પણ કહ્યું હતું.

સોમનાી તું શરૂ તું કોઇપણ કાર્ય સફળ ાય છે, તેમ કહી મુખ્યમંત્રીએ સ્વચ્છતાનું આ કાર્ય પણ વિચારધારામાં પરિવર્તિત શે તેમ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ગિરનાર રોપવેની કામગીરી પણ ઝડપભેર ઇ રહી છે, તેમ જણાવી પાવાગઢ, પાલીતાણા, અંબાજી, દ્વારકા, ડાકોર અને શામળાજી ર્તિ સ્ળોનાં વિકાસની રૂપરેખા પણ આપી હતી. મુખ્યમંત્રી ગુજરાત મહાત્મા ગાંધીજીનું છે તેમ જણાવી અહિંસા પરમોધર્મમાં આપણે માનીએ છીએ તેી સરકારે ગૈા હત્યાનો કડક કાયદો અમલમાં મુક્યો છે.

આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન કી ગુજરાતમાં સ્વચ્છતાગ્રહની આલહેક જાગી છે. ગુજરાતનાં યાત્રાધામો પવિત્ર અને સો સ્વચ્છ પણ હોવા જોઇએ. ગમે તેવા ભવ્ય મંદિર હોય પણ સ્વચ્છતા ન હોય તો યાત્રાળુઓને ઓછુ લાગે છે.

યાત્રાધામ વિકાસ અને શ્રમ-રોજગાર મંત્રી દિલીપભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રાહબારીમાં સમગ્ર ભારતવર્ષમાં સ્વચ્છતાની મુહિમ છેડવામાં આવી છે. તેમાં ગુજરાત પણ પાછળ ની.

આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી ચિમનભાઇ સાપરિયા, મંત્રી બાબુભાઇ બોખીરીયા, વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવા, ગ્રામ વિકાસ રાજ્યમંત્રી જયંતિભાઇ કવાડીયા, મંત્રી જયદ્રસિંહ પરમાર, રાજ્યમંત્રી જશાભાઇ બારડ, સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકી, પ્રવાસન નિગમનાં ડિરેકટર ઝવેરીભાઇ ઠકરાર, પ્રવાસન વિભાગનાં અગ્રસચિવ એસ.જે.હૈદર, કલેકટર ડો.અજયકુમાર, જિલ્લા વિકાસ અધિકારી અશોક કાલરીયા, ઉપસ્તિ રહ્યા હતા. યાત્રાધામ વિકાસ બોર્ડનાં ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવે આભારવિધિ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.