Abtak Media Google News

રાજકોટ પાસે કુવાડવા-વાંકાનેર ખેરવા ગામની સીમમાં પીપરડી ગામના પાટિયા પાસે દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની મંજૂરી વગર ધમધમતી ફેકટરીમાં બે દિવસ પહેલા થયેલા ભયાનક બ્લાસ્ટમાં ચાર શ્રમિકો ભડથું થયા હતા. જ્યારે વધુ 12 શ્રમિકો દાઝી ગયાના મામલે આખરે ત્રણ માલિકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બે દિવસ પહેલા પીપરડી ગામમાં દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ બનાવતી ફેકટરીમાં બોઇલર ફાટતા ગંભીર વિસ્ફોટ થયો હતો. તે દરમિયાન ફેકટરીમાં કામ કરતા શ્રમિકો દૂર સુધી ફંગોળાયા હતા. આ ભયાનક વિસ્ફોટમાં ચાર શ્રમિકો ભડથું થઈ જતા તેમના મોત નિપજ્યા છે.

આ અંગે પોલીસે ફેકટરીમાં કામ કરતા વિજયકુમાર રામબાબુ મહંતોએ એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં ફેકટરીના માલિકો દેવેશ કારિયા, હાર્દિક પટેલ અને સંજય તૈલીના નામ નોંધાવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફેકટરી શરૂ કરવા માટે સરકારની કોઈ પણ જાતની મંજૂરી લેવામાં આવી ન હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે ફેકટરીમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ અને ટેક્નિશયન ની વગર જ કામ થતું હતું. જેથી પોલીસે ફેકટરીના ત્રણેય માલિકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.