Abtak Media Google News

અનલિમિટેડ ઓફરમાં અલગ અલગ 21 પ્રકારના ચટાકેદાર સલાડ, બે પ્રકારનાં સ્વાદિષ્ટ સુપ, ચાર જાતનાં અલગ અલગ પીઝા અને છેલ્લે આઈસ્ક્રીમ વીથ બ્રાઉની: સેમ્સ પીઝાની દરેક આઈટમ્સ સ્વાદિષ્ટ

રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ, શહિદ ભગતસિંહ બ્રીજ પાસે, રૈયા ચોકડી નજીક, વેસ્ટ ગેટ કોમ્પલેક્ષમાં સેમ્સ પીઝા રાજકોટનાં સ્વાદ શોખીનો માટે એક નવું નજરાણું લાવ્યું છે. ભાવનગર અને જામનગર બાદ હવે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં પણ પીઝા શોખીનોની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પીઝાનો ખજાનો અને તે પણ અનલિમિટેડ અને કોઈપણ વ્યકિતનાં ખિસ્સાને પરવડે તેવી કિફાયતી કિંમતમાં સેમ્સ પીઝા લાવ્યું છે.

આ અંગે વાત કરતા પૃથ્વીસિંહ ઝાલાએ કહ્યું હતું કે, શહેરનાં હાર્દ સમા 150 ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડીથી રૈયા ટેલિફોન એકસચેન્જ જવાના માર્ગ પર, શહિદ ભગતસિંહ બ્રીજ નજીક, વેસ્ટ ગેટ કોમ્પ્લેક્ષનાં ગ્રાઉન્ડ ફલોર પર હવે પીઝાના સ્વાદ શોખીનોની શોધ પુરી થશે. 150 ફુટ રીંગ રોડ પર, શહિદ ભગતસિંહ બ્રીજ પાસે, રૈયા ચોકડી પાસે આવેલા વેસ્ટ ગેટ કોમ્પ્લેક્ષમાં સેમ્સ પીઝામાં પીઝા પ્રેમીઓ માટે આરામદાયક બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત અહીં પાર્ટી હોલ પણ ઉપલબ્ધ છે. જયાં સરેરાશ 100 વ્યકિતનો સમાવેશ થઈ શકે તેવી વિશાળ જગ્યા ઉપલબ્ધ છે. કિટ્ટી પાર્ટી, બર્થ-ડે પાર્ટી, મેરેજ એનિવર્સરી, ગેટ-ટુ-ગેધર જેવા આયોજનો પારિવારિક વાતાવરણ વચ્ચે કરી શકાશે. સેમ્સ પીઝાના શિક્ષિત અને અનુભવી સ્ટાફ દ્વારા ગ્રાહકોનું સ્વાગત પરિવારનાં સભ્યોની જેમ જ કરાશે. તમામ ગ્રાહકોને સંતોષકારક સેવા અને સર્વિસ એ જ સેમ્સ પીઝાની આગલી ઓળખ છે. કોઈપણ ઈવેન્ટસ માટે મો.99794 20682 પર સંપર્ક કરવા જણાવાયું છે.

અનલિમિટેડ પીઝા જુદી-જુદી અનેક વેરાઈટીઝમાં મળશે. આ સાથે 21 પ્રકારનાં વેરાઈટી સલાડ, બે વેરાઈટીઝ સુપ, નાચોઝ, મેકિસકન રાઈસ એન્ડ ગ્રેવી, પાસ્તા અરેબિટા એન્ડ આલ્ફ્રેડો, ગાર્લિક બ્રેડ સુપ્રિમ, બ્રેડ સ્ટિક અને બ્રાઉની વીથ આઈસ્ક્રીમ જેવી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ પણ મળશે.  આ અનલિમિટેડ પીઝા સોમવારથી શુક્રવાર લંચ માટે રૂા.275/-, ડિનર માટે રૂા.300/- જયારે શનિવાર તથા રવિવાર તેમજ જાહેર રજાઓનાં દિવસે લંચ માટે રૂા.325/-માં મળશે. આ અનલિમિટેડ ઓફરમાં દરરોજ અલગ-અલગ ફલેવરનાં પીઝા રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.