ઉનાળાની રજાઓમાં મોત ભાગના વ્યક્તિ ફરવા જવાનું પસંદ કરે છે. ખાસ કરીને ગરમી દરમિયાન, દરેક વ્યક્તિ એવી જગ્યા શોધે છે જ્યાં તેઓ તડકાથી રાહત મેળવી શકે અને માનસિક શાંતિ મેળવી શકે. આવી સ્થિતિમાં, ઉત્તરાખંડ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીંના ટેકરીઓ, હરિયાળી, તળાવો અને ઠંડી પવન પ્રવાસીઓને આકર્ષે છે. ઉનાળામાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો ઉત્તરાખંડના આ 6 સ્થળો તમારા વેકેશનને બેસ્ટ બનાવી દેશે.
1. કસૌલી – શાંતિ અને સુંદરતાનો સમન્વય 
હિમાલયની ગોદમાં વસેલું નાનું શહેર કસૌલી, ઉનાળાની ભીડથી દૂર એક શાંતિપૂર્ણ સ્થળ છે. અહીંની તાજી હવા અને સ્વચ્છ ખીણો મનને પ્રસન્ન કરે છે. કસૌલીમાં તમે ગિલ્બર્ટ ટ્રેઇલ, સનસેટ પોઇન્ટ અને કસૌલી ચર્ચ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. આ સ્થળ પર ખાસ કરીને કપલમાં અથવા તો એકલા પ્રવાસ કરવાની પણ મજા જ કઈક અલગ હોય છે. ખાસ કરીને અહિયાની ગુલાબી ઠંડકમાં મોર્નિંગ વોક, ટ્રેકિંગ, સ્થાનિક બજારમાં ખરીદી કરવાની ખૂબ જ મજા આવે છે.
2. અલ્મોરા – સંસ્કૃતિથી ભરપૂર કુદરતી સૌંદર્ય
અલ્મોડા માત્ર પર્વતોનું કેન્દ્ર જ નથી પણ સંસ્કૃતિ અને પરંપરાઓનું પણ કેન્દ્ર છે. જૂના મંદિરો, લોક કલા અને પહાડી ભોજન અહીંની વિશેષતા છે. ઉનાળામાં અહીંનું હવામાન ખુશનુમા હોય છે અને તમે બીનાબાગ મંદિર, કછરી બજાર અને બ્રાઇટ એન્ડ કોર્નર જેવા સ્થળોની મુલાકાત તમારી સફરને યાદગાર બનાવી દે છે. ખાસ કરીને તમે અહિયાં હસ્તકલાની વેરાયટી ખરીદી, લોક સંગીતનો આનંદ તેમજ હેરિટેજ વોકનો લ્હાવો લેવો જ જોઈએ.
૩. નૈનિતાલ – તળાવોનું શહેર
નૈનિતાલ ઉત્તરાખંડના સૌથી પ્રખ્યાત અને સુંદર સ્થળોમાંનું એક છે. અહીં નૈની તળાવ, સ્નો વ્યૂ પોઈન્ટ અને ટિફિન ટોપ જેવા સ્થળો ઉનાળામાં રાહત આપે છે. સાથો-સાથ બોટ રાઇડ અને રોપવેનો અનુભવ બાળકો અને પુખ્ત વયના બંનેને ગમે છે. અહી બોટિંગ, ઘોડેસવારી, અને મોલ રોડ પર ખરીદી કરવાની ખૂબ જ મજા આવે છે.
4. ફૂલોની ખીણ – કુદરતનો રંગબેરંગી જાદુ
જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો ‘ફૂલોની ખીણ‘ તમારા માટે સ્વર્ગથી ઓછું નથી. આ વર્લ્ડ હેરિટેજ સાઇટ જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે હજારો રંગો વાળા ફૂલોથી ભરેલી હોય છે. અહીં ટ્રેકિંગ કરતી વખતે, તમને એવું લાગશે કે તમે કોઈ રંગીન સ્વપ્નમાં ચાલી રહ્યા છો. આ જગ્યા ટ્રેકિંગ, ફોટોગ્રાફી માટે બેસ્ટ છે.
5. ચોપટા – ભારતનું મિની સ્વિટ્ઝર્લૅન્ડ
ચોપટાને ભારતનું મીની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવામાં આવે છે. આ જગ્યા હજુ પણ ઓછી ભીડવાળી અને શાંત છે. તુંગનાથ અને ચંદ્રશિલા ટ્રેક અહીંથી શરૂ થાય છે જે સાહસ પ્રેમીઓ માટે એક અદ્ભુત અનુભવ છે. અહિયાં કેમ્પિંગ, ટ્રેકિંગ, અને સ્ટાર ગેઝિંગ કરવાની મજા જ અલગ છે.
6. મસૂરી – પહાડીઓની રાણી
જો તમે પહેલી વાર ઉત્તરાખંડની મુલાકાત લેવાના છો તો મસૂરીની મુલાકાત ચોક્કસ લો. આ સ્થળ દરેક ઋતુમાં સુંદર લાગે છે પરંતુ ઉનાળામાં અહીંની ઠંડી પવન અને ધોધ ખૂબ જ રાહત આપે છે. કેમ્પ્ટી ફોલ્સ, ગન હિલ અને મોલ રોડ અહીંના મુખ્ય સ્થળો છે. કેમ્પ્ટી ધોધ પર રોપવે સવારી, બોટિંગ, સ્નાનનો લ્હાવો અદભૂત છે.
ઉત્તરાખંડના આ સ્થળો ઉનાળામાં ઠંડક તો આપે છે જ, પણ તમારા મનને પણ તાજગી આપે છે. આ વેકેશનમાં પરિવાર સાથે, મિત્રો સાથે કે એકલા મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યાં છો, તો આ સ્થળો તમારા પ્રવાસને યાદગાર બનાવી દેશે. તેમજ દરેક ટેન્શન ભુલાવી તમારામાં નવી જ ઉર્જાનો સંચાર કરશે.