મેડિકલ ઉપકરણોને ગ્રાહક સુરક્ષામાંથી બાકાત રાખવાનો તખ્તો તૈયાર!!!

આજની બેઠકમાં લેવાશે નિર્ણય: પેકેજીંગના નિયમોથી બાકાત રખાશે તો કંપનીઓએ તેના નામ, નંબર, અડ્રેસ સહિતની માહિતી નહીં લખવી પડે

હાલ જે પણ મેડિકલ ઉપકરણો જોવા મળી રહ્યા છે તેમાં જે તે કંપનીઓએ તેમના નામ તેમના સરનામા સહિતની દરેક વિગત લખવી પડે છે પરંતુ નેશનલ મેડિકલ ડિવાઇસ પ્રમોશન કાઉન્સિલ દ્વારા એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે હવેથી મેડિકલ ઉપકરણો બનાવતી કંપનીઓને આ વસ્તુ માંથી બાકાત રાખવામાં આવે જેને લઇ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવશે કારણ કે આજે કાઉન્સિલની બેઠક મળવા જઈ રહી છે.

કેન્દ્ર સરકારે ગ્રાહક સુરક્ષા માંથી મેડિકલ ઉપકરણોને બાકાત રાખવા માટેનો જે તખતો તૈયાર કર્યો છે તે આવનારા સમયમાં આ કંપનીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. અધિકારીઓની સાથે મેડિકલ ઉપકરણો બનાવતા વ્યાપારીઓ અને કંપનીઓનું માનવું છે કે મેડિકલ ઉપકરણો પર કંપનીના નામ સરનામા લખવા કે ન લખવાથી દર્દીઓને કોઈ ફેર પડ્તો નથી. ઈમ્પોર્ટ થતા ઉપકરણોના પેકેજીંગ પર ઘણી ખરી વખત આ તમામ માહિતીઓ જોવા મળતી નથી. ત્યારે આયાતી ઉપકરણોને આ દાયરામાં લેવામાં.આવે તે જરૂરી છે. કાઉન્સિલની આ અંગેની પ્રથમ બેઠક આજરોજ મળવા જઈ રહી છે જેમાં સરકારી અધિકારીઓની સાથે ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો પણ જોડાશે.

હાલ પેકેજીંગ ક્ષેત્રે જે સૌથી મોટી વાત સામે આવી રહી છે તે એ છે કે ઘણા આયાતકારો પેકેજીંગ ના નિયમોને સહેજ પણ ગંભીરતાથી લેતા નથી અને તેની માઠી અસર ભારતીય ઉદ્યોગકારો ઉપર જોવા મળે છે. ત્યારે વિભાગે એટલે કે ફાર્માસ્યુટિકલ મંત્રાલય આ વાત ઉપર ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે અને આયાતકારો ઉપર વોચ રાખવી પણ તાતી જરૂરિયાત છે જેથી નિકાસ કરતા અને કોઈપણ પ્રકારની તકલીફ કે સમસ્યાનો સામનો ન કરવો પડે.