ગુજરાતના અમદાવાદમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના ટેક-ઓફ દરમિયાન બની હતી, જેના પગલે તાત્કાલિક કટોકટી પ્રતિભાવ શરૂ કરવામાં આવ્યો હતો. 242 પેસેન્જર સાથેનું લંડન જતું એર ઇન્ડિયાનું પ્લેન ટેક ઑફ થતાં જ મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. જેમાં 53 બ્રિટન નાગરિક, 7 પોર્ટુગીઝ યાત્રિકો પ્લેનમાં સવાર હતા.
ગુરુવારે બપોરે 1.30 વાગ્યે એક વિમાન ક્રેશ થયું હતું. વિમાન ક્રેશ થવાને કારણે બે કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. તેમજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. લંડન જતી આ ફ્લાઇટમાં 242 લોકો હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમાં સામેલ હતા.
અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી નગર પાસેના વિસ્તારમાં ગુરુવારે બપોરે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી સીટ નંબર 12 પર સવાર હતા. ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ જણાવ્યું હતું કે વિમાન ક્રેશ થયા પછી તેમાં આગ લાગી હતી અને આગને બુઝાવવા માટે ફાયર ગાડીઓને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. આ ઘટના અંગે અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું હતું કે એરપોર્ટ નજીક મેઘાણી નગરમાં પ્લેન ક્રેશ થયું હતું.
View this post on Instagram
પ્લેન કેશમાં વિજય રૂપાણી પણ પ્લેનમાં હોવાથી તેના પાડોશી અને બધા લોકો ખૂબ જ ચિંતિત છે. આ દરમિયાન વિજય રૂપાણીના પાડોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે બઘા ખૂબ જ ચિંતિત છીએ, વઘુમાં જણાવ્યું કે આ શું બન્યું જો આ સત્ય હોય તો ખરેખર આ દુ:ખદ ઘટના છે. આ ઉપરાંત વઘુમાં જણાવ્યું કે અંજલિ બહેન રૂપાણી અત્યારે લંડનમાં જ છે. અને તે 20 કે 22 તારીખે રાજકોટ પરત આવવાના હતા. તો આશંકા છે કે તે વિજય રૂપાણી તેને તેડવા માટે ગયા હોય.
પાડોશીએ વઘુમાં કહ્યું કે અત્યારે અમારે કોઈપણ પ્રકારનો કોઈ સાથે કોન્ટેક્ટ થયા નથી. તેમજ વિજય રૂપાણીના પાડોશી રમેશભાઈ શુક્લાએ જણાવ્યું કે પ્લેન ક્રેશ થયું તેના સમાચાર અમને જાણવા મળ્યા છે. અને આ સમાચારમાં જાણવા મળ્યું છે કે પ્લેન ક્રેશ દુર્ધટનામાં પ્લેનમાં વિજય રૂપાણી પણ હતા. આ ઉપરાંત પ્લેન ક્રેશ દુર્ધટનાના સમાચાર સાંભળીને ખૂબ જ દુખ થયું છે.