Abtak Media Google News

બાળકોને લંચ બોકસમાં અપાતા નાસ્તાની કોમ્પીટીશન

સ્વાદપ્રિય રાજકોટવાસીઓ માટે સ્વાદ અને સ્વાસ્થ્યના સંગમરુપ કાર્યક્રમ સલાડ સ્ટુડીયો દ્વારા આયોજીત કાર્યક્રમમાં હેલ્ધી અને એનજીયુકત ભોજનની ટીપ્સ સાથે અને અન લીમીટેડ ડાયેટ લંચ આપના માટે લંચ બોકસ રેસીપી કોન્ટેન્ટનું  પણ ખાસ આયોજન રાજકોટ રંગીલું શહેર કહેવામાં આવે છે. અહીંના લોકો ખાવા પીવા હરવા ફરવાના શોખીન ગણાય છે.  કોઠીયાવાડીથી લઇને  કોન્ટીનેન્ટલ સુધીની વાનગીનો સ્વાદ રાજકોટવાસીઓ માણે છે. આવા સ્વાદ પ્રિય લોકો ડાયેટ ફુડ માટે પણ એટલા જ ઉત્સાહી છે. ડાયેટ કોન્સિયસ લોકો ફીટ રહેવા માટે ફુડ અપનાવે છે.

છેલ્લા થોડા સમયથી ડાયટ ફુડને લઇને લોકોમાં જાગૃતિ આવી છે અને લોકો પોતાના સ્વાસ્થ્યને લઇને પણ સંભાળ રાખવા લાગ્યા છે જેથી હવે રાજકોટમાં પણ ડાયટ ફુડ ખાનારા મળી રહે છે.

ડાયેટ ફુડના ક્ધસેપ્ટને કંઇક અલગ રીતે રજુ કર્યો છે. સલાડ સ્ટુડીયોના દર્શનાબેન અનડકટે તેઓ છેલ્લા ઘણા સમયથી લોકો માટે ડાયેટ લંચ બનાવી અને ઘરે બેઠા પહોચાડે છે જો આ ડાયેટ લંચ રોજ લેવામાં આવે તો સ્વાસ્થય માટે તો ફાયદો થાય જ છે. ઉપરાંત વેઇટ લોસ માટે પણ આ ડાયેટ ફુડ ખુબ જ ઉપયોગી છે. સલાડ સ્ટુડીયોને બે વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. ત્યારે લોકોને આવા ડાયેટ લંચનો એક અનુભવ કરાવવા તા. 10 જુલાઇના રોજ હેપી હેપી બેંકવેટ, કુવાડવા રોડ ખાતે ફેટ ટુ ફીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બાળકોને લંચ બોકસમાં અપાતા નાસ્તાની પણ કોમ્પીટીશન રાખવામાં આવી છે. કાર્યક્રમમાં ડોકડર્સ અને એકસપર્ટસ દ્વારા ખોરાક અને સ્વાસ્થ્યને લઇને માહીતી આપવામાં આવશે.

તમારી રોજબરોજના ભોજનને કઇ રીતે પૌષ્ટિક અને ઉર્જામય બનાવી શકાય તે માટે ખુબ ઉપયોગી માહીતી આપ મેળવી શકશો આ કાર્યક્રમમાં ડો. અમી મહેતા, ડો. દર્શના પંડયા, ભાવના દોશી, ડો. સ્વાતિ પોપટ, જાણીતા ડાયેનિટશિયન સિમ્મી ખન્ના તથા ફુડીઝ ઇન રાજકોટ ગ્રુપના કવિતા રાયચુરા અને એમ.ઝેડ. નેસ હબના મુળરાજસિંહ ઝાલા અને જજ તરીકે ડો. જયોતિ શાહ હાજર રહેશે. જુદી જુદી કિવઝ અને ગેમ્સ દ્વારા ફુડ વેલ્યુ વિશે સમજ અપાશે. બધા સાથે ખુબ જ  સ્વાદિષ્ટ છતાં હેલ્ધી અને મો માં આવે તેવું અનલિમિટેડ લંચ પણ રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આપ પરિવાર, મિત્રો સાથે આવી શકો છો. એક સરસ સ્વસ્થ રવિવાર માણી શકો છો અને નિયમીત પૌષ્ટિક ભોજન બનાવવાની ટિપ્સ દ્વારા આપના પરિવારને પણ સ્વસ્થ રાખી શકશો.  તોઅત્યારે રજીસ્ટ્રેશન કરાવી લો.

રજીસ્ટ્રેશન કરવા માટે મો. નં. 94086 64863 આ નંબર પર કોન્ટેકટ કરી શકો છો.

‘અબતક’ ની દર્શના અનડકટે, ડો. મુળરાજસિંહ ઝાલા અને સીમ્મી ખન્ના, નિમિષા ખન્ના અને કાનન અનડકટે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

સ્વાદ અને સ્વસ્થ્યનું સંગમ જાણવું એ જ રસોઇ કળા સાચો ઉપહાર : દર્શના અનડકટ

Dsc 6137 Scaled E1657015386952સ્વાદ અને સ્વાસ્થ્ય ના સંગમરુપ કાર્યક્રમ સલાડ સ્ટુડીયો દ્વારા હેલ્ધી અને એનજીયુકત ભોજનની ટિપ્સ સાથે અને અનલીમીટેડ ડાયેટ લંચ અને લંચ બોકસ રેસીપી કોન્ટેસ્ટ નું આયોજન કર્યુ ત્યારે ‘અબતક’ સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે હેલ્ધી ફુડનો વિચાર આપતા જ આંખ સામે ફિકકુ અને અને બેસ્વાદ ફુડ દેખાય પણ જો હેલ્થની સાથે ટેસ્ટ પણ મળી જાય તો કહેવું જ શું પણ એક નવા જ કેન્સેન્ટ સાથે સલાડ સ્ટુડીયોદમાં જેમાં સાથે બાળકોના ટેસ્ટનું પણ પુરુ ઘ્યાન આપવામાં આવે છે.

પ્રોટીન, કાર્બ, કેલ્શિયમ વિટામીન  સમતુલન જાણવીને સ્વાદ અને સ્વાસ્થય અનુરૂપ ખોરાકની કળા જ આહાર સ્વાદને પેટ માટે ફાયદા રુપ બને છે. અને સંપૂર્ણ પાક શાસ્ત્ર સમતુલીત બની જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.