Abtak Media Google News

ક્લબ,રોટરેક્ટ ક્લબ,ઈનરવિલ ક્લબ,આર.સી.સી.ક્લબ,ઇન્ટરેક્ટ ક્લબ,અર્લીએક્ટ ક્લબ સહિત છ ક્લબ વૃક્ષારોપણના અભિયાનમાં જોડાઈ

ચોમાસું નબળું જાય એટલે ગ્રીન કવર એટલે કે વૃક્ષો ઘટી રહ્યા હોવાનું યાદ આવે પણ હળવદ રોટરી ક્લબ તેમજ તેની ૬ ક્લબ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય પંથકને હરિયાળું બનાવવા ના સંકલ્પ સાથે ૩૦૦૦ વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું છે

જેમાં ધનાળા ગામે રામદેવપીરના મંદિર ખાતે રોટરેક્ટ ક્લબ અને રામામંડળ ના સહિયારા પ્રયાસથી વિવિધ પ્રકારના ૬૦૦થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા જેમાં ડો. હર્ષદ લોરીયા,દામોદર ભાઈ અને ક્લબના સભ્યો હાજર રહીશ છોડ ના ઉછેર માટે વૃક્ષ ફરતી વંડી અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરી હતી

 શહેરમાં આવેલ મોડલ સ્કૂલ ના પટાંગણમા ઇનરવિલ ક્લબ ઓફ હળવદ ના પ્રેસિડેન્ટ મીનાબેન સોલંકી અને ક્લબના સભ્યો દ્વારા ૬૫૦વૃક્ષો નુ વાવેતર કર્યુ હતું

રણકાંઠા નજીક આવેલા ટીકર ગામમાં આર.સી.સી.ક્લબ ઓફ ટીકરના પ્રેસિડેન્ટ રમેશભાઈ સીતાપરા સેક્રેટરી મનીષભાઈ દેથળીયા સહિતનાઓ દ્વારા ગામમાં ૫૦૦થી વધુ વૃક્ષો નુ વાવેતર કરી તેના ઉછેર માટે ફેન્સીંગની વાડ બનાવી ડ્રીપ ઇરીગેશન દ્વારા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી . જ્યારે ઈન્ટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા પર્યાવરણ બચાવો ભવિષ્ય બચાવો ના સૂત્ર સાથે શહેરની સાંદિપની સ્કુલ માં ૨૫૦ થી વધુ વૃક્ષો વાવી માવજત અને ઉછેરની યોગ્ય વ્યવસ્થા કરી હતી જે કાર્યક્રમને ક્લબના પ્રેસિડેન્ટ જયરાજસિંહ રાણા અને સભ્યો દ્વારા સફળ બનાવ્યો હતો

તેમજ અર્લીએક્ટ ક્લબ ઓફ બ્રિલીયન્ટ સ્કૂલ હળવદ ના બાળકો દ્વારા શરણેશ્વર મહાદેવ મંદિર થી શિશુ મંદિર સુધી ના રોડ પર પ્રેસિડેન્ટ વૃંદા કંસારા,પૂનમ બધેલ,નરેશભાઈ ભાઇ રાવલ સહિતનાઓ દ્વારા ખરા અર્થમાં વૃક્ષનું જતન થાય તે માટે પાંજરા મૂકી વૃક્ષારોપણ કર્યું હતું

સાથે જ રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા કોંઢ ગામમાં નવનિર્મિત પીએચસી સેન્ટર ના ગ્રાઉન્ડમાં ૩૨૧વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પટેલ, સેક્રેટરી મહિપાલસિંહ જાડેજા,રાજેન્દ્રસિંહ રાણા,નરભેરામભાઈ અઘારા, રમેશભાઈ જાલોરીયા,કલ્પેશભાઈ ભોરણીયા સહિતનાઓ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દેવળીયા ગામે યોજાયેલ જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં હળવદ રોટરી ક્લબના પ્રેસિડેન્ટ અને સેક્રેટરી નું જિલ્લા કલેકટર દ્વારા પ્રમાણપત્ર આપી અદકેરું સન્માન કર્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.