Abtak Media Google News

પ્લાસ્ટીકનું વળગણ છૂટતું નથી !!

2011માં ઓસ્ટ્રેલિયામાં મુઠ્ઠીભર લોકોએ શરૂ કરેલી ચળવળ અને 150 થી વધુ દેશોમાં કાર્યરત થઇ

આજે આપણી દિનચર્યામાં સવારથી સાંજ જે કોઇ વસ્તુ લઇએ તેના પેકીંગ કે વસ્તુ જેમાં ભરવામાં આવે છે તે પ્લાસ્ટિકની થેલીઓ બધાના હાથમાં જોવા મળે છે. ઉપયોગ બાદ રસ્તે રઝળતી આવી થેલીઓ પણ વિશેષ જોવા મળી રહી છે. વિશ્ર્વ આખામાં પર્યાવરણ બચાવમાં સૌથી પ્રથમ ચિંતા અને ચિંતન પૃથ્વીવાસીઓના પ્લાસ્ટિકના ઉપયોગની છે.

પ્લાસ્ટિક કયારેય નાશ થતું ન હોવાથી તેની ચિંતા વધુ છે અને પર્યાવરણ બચાવા પણ તેનો  ઓછો ઉપયોગ જ સારા પરિણામો આપી શકશે. પ્લાસ્ટિકનો રિસાય કિલંગ પ્રોજેકટ વધુને વધુ થાય તે જરુરી છે. ભાવી પેઢીને સ્વચ્છ વિશ્ર્વ આપવા વર્ષનો જુલાઇ માસ જાગૃતિ મહિના તરીકે ઉજવાય છે ત્યારે લોકોમાં આની જનજાગૃતિ લાવીને સૌ નગરજનો સ્વૈ. સંસ્થા અને કલબ, મંડળોએ સક્રિય કામગીરી કરવાની તાતી જરુરીયાત છે.

Untitled 1 Recovered 71

સ્ટ્રો, પાણીની બોટલ અને પ્લાસ્ટીકની પેદાશની થેલીઓ જેવા સિંગલ-યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળો અને પર્યાવરણ બચાવો

પ્લાસ્ટિકના ઉપયોગ વિરોધમાં 2011 માં પશ્ર્ચિમ ઓસ્ટ્રેલીયામાં મુઠ્ઠી ભર લોકોએ ઝુંબેશ શરુ કરી હતી જે આજે વિશ્ર્વના 1પ0 થી વધુ દેશોમાં સક્રિય બની છે. જે પર્યાવરણને નુકશાન પહોચાડવાના પરિણામો વિશે શિક્ષિત કરે છે. આજે તો પ્લાસ્ટિકના કચરા વિનાની દુનિયા કેવી હશે અને માનવ જાતને કેટલો ફાયદો થશે તે બાબતે ભાવી પેઢીને જાગૃત કરવાની જરુર છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિક તો ઉપયોગ ટાળીને તેનો ફરી ફરી ઉપયોગ થાય તેવી રીતે દરેક માનવીએ કાર્ય કરવાથી જ આપણે આપણું પર્યાવરણ સુધારી શકીશું એક હકિકતએ પણ છે કે આજે બઝારોમાં મળતી તમામ વસ્તુઓ ના પેકીંગ કે તેને લાવવા લઇ જવામાં પ્લાસ્ટિક સૌથી વધુ વપરાય છે. જે ચિંતાનો વિષય છે. કાચની બોટલ આવતી બાદમાં  પ્લાસ્ટિક એટલે હદે કોમન વ્યવહારમાં ભળી ગયું કે લોકોને તેની ટેવ પડી ગઇ છે. આપણાં સૌરાષ્ટ્રમાં પાન, ફાકી, માવાના પ્લાસ્ટિકે તો માઝા મુકી દીધી છે, જયાં જાુઓ ત્યાં તેના જ પ્લાસ્ટિક ઉડતા જોવા મળે છે. આ સમસ્યાના નિવારણ માટે ચોકકસ હલ સાથે કડક નિયમો અને તેના ઉત્5ાદન કેન્દ્રો બંધ કરવા જેવા પગલા ભરવા જ પડશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.