Abtak Media Google News

ચુસ્ત સિક્યોરીટી વચ્ચે ઝુમ્યા ખેલૈયાઓ

જૈનમ નવરાત્રી રાસોત્સવનો ગઈકાલે ભવ્ય શુભારંભ થયો છે. ખેલૈયાઓએ કાલે મનમૂકીને રાસની રમઝટ બોલાવી હતી. ગાયકોએ પણ સુંદર ગીતો ગરબા રજૂ કરી રાસ રસીયાઓને ડોલાવ્યા હતા. અબતક સાથેની વાતચીત દરમિયાન ઋત્વીક કાનાબારએ જણાવ્યું કે જૈનમ ગ્રુપની નવરાત્રીનો માહોલ જ કંઈક અલગ હોય છે. અહીયાનું ગ્રાઉન્ડ, સાઉન્ડ સિસ્ટમ, સિકયુરીટી તથા ફુડ બધુ જ વ્યવસ્થિત છે. અહીયા જૈનમ પરિવારના સદસ્યો આવે જેથી ઘર જેવું જ ફીલ થાય અને બધાને સાથે ગરબા રમવાની મજા આવે છે. નવરાત્રી પહેલા જ મે ગરબા શિખવાનું શરૂ કર્યું હતુ અને કેડીયું, જભ્ભો વગેરે ભાડે લઈ લીધા હતા નવરાત્રી હોય અને આપણા ગુજરાતી ગરબે ન ધુમે તેવુ તો બને જ નહી.

Players-Gather-At-The-Jainam-Navratri-Festival
players-gather-at-the-jainam-navratri-festival

અબતક સાથેની વાતચીત દરમિયાન ખેલૈયા ક્રિશા કાનાબાર એ જણાવ્યું હતુ કે મને ગરબા રમવાનો ખૂબજ શોખ છે. તેથી હું જૈનમ રાસોત્સવમાં જ શરૂ થયું ત્યારથી આવું છું મને અહીયાનું વાતાવરણ ખૂબજ ગમે કારણ કે જૈનમમાં બધા જૈન પરિવારો જ ગરબા રમતા હોય તો ઘર જેવી જ ફીલીંગસ આવે મને ચણીયાચોલી પહેરીને જ ગરબા રમવા ગમે. તેથી નવરાત્રી પહેલા જ મેં બધી તૈયારીઓ કરી લીધી હતી. હું જયારથી શરૂ થયું ત્યારથી જ અહીયા રમુ છું તેથી મને અહીંયાજ રમવાની મજા આવે.

અબતક સાથેની વાતચીત દરમિયાન ખેલૈયા અમિષા કાનાબારએ જણાવ્યું હતુ કે અમે જયારથી જૈનમ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાંથી જ અહીયા રમવા આવીએ છીએ અહીયા અમારા જૈન પરિવારના જ લોકો રમવા આવે છે. તેથી ખૂબજ પારિવારીક લાગણી અનુભવાય નવરાત્રી પહેલાથી જ ઘણી બધી તૈયારીઓ શરૂ કરી હતી. જેમકે ગરબાની પ્રેકટીસ કરવી, ચણીયા ચોલીનું સિલેકશન વગેરે મારો પ્રિય તહેવાર નવરાત્રી છે. તેથી હુ નવરાત્રીમાં એક દિવસ પણ ગરબા રમ્યા વગર ન રહી રહું પરંતુ નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદનું વિઘ્ન આવ્યુ હતુ પરંતુ આજે નથી આવ્યો તેથી બે દિવસનું સાથે જ રમી લઈશ.

ક્રિશા કાનાબાર :

Players-Gather-At-The-Jainam-Navratri-Festival
players-gather-at-the-jainam-navratri-festival

અમિષા કાનાબાર :

Players-Gather-At-The-Jainam-Navratri-Festival
players-gather-at-the-jainam-navratri-festival

ઋત્વિક કાનાબાર :

Players-Gather-At-The-Jainam-Navratri-Festival
players-gather-at-the-jainam-navratri-festival

કાર્યકરોની ટીમે આયોજનમાં કોઈ કમી નથી રાખી : જીતુભાઇ બેનાણી 

Players-Gather-At-The-Jainam-Navratri-Festival
players-gather-at-the-jainam-navratri-festival

અબતક સાથેની વાતચીત દરમિયાન જાણીતા બિલ્ડર જૈન અગ્રણી જીતુભાઇ બેનાણીએ જણાવ્યું હતું કે જૈનમ ગ્રુપ દ્વારા સતત ચોથા વર્ષે સુંદર આયોજન કરવામાં આવ્યું છે અહીં આવીને ખુબજ આનંદની લાગણી અનુભવું છું સુંદર સાઉન્ડ સિસ્ટમ વ્યવસ્થિત રીતે બધું આયોજન કરવામાં આવ્યું છે. કોઈકમી રાખવામાં નથી આવી. જૈનમના બધા કાર્યકરોની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.

અહીં કોઈપણ જાતની ગેરરીતિ, ગેરવર્તણુક ચલાવી લેવાતી નથી: ડો. રાજુભાઈ કોઠારી

Players-Gather-At-The-Jainam-Navratri-Festival
players-gather-at-the-jainam-navratri-festival

અબતક સાથેની વાતચીત દરમિયાન ડો. રાજુભાઈ કોઠારીએ જણાવ્યું હતુ કે જૈનમ દ્વારા ચોથા વર્ષે ખૂબજ સુંદર રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જૈનમ ગરબાની વિશેષતા એ છે કે ફકત જૈનો જ આ રાસ ગરબા રમી શકે ઉપરાંત જે જજીસ છે તે જૈનો નથી તેથી ખૂબજ ન્યુટ્રલ નિર્ણાયકો છે. ખરા અર્થમાં જે સારૂ રમે છે. તે જ પ્રિન્સ અને પ્રિન્સેસ બને છે. ગ્રાઉન્ડમાં સીકયોરીટી ખૂબજ ટાઈટ છે. કોઈપણ જાતની ગેરરીતિ ગેરવર્તણુક ચલાવી લેવામાં નથી આવતી જોનાર વ્યકિતઓ માટે બેસવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત કેન્ટીન પણ છે. ત્યાં જૈન ફૂડ આપવામાં આવે છે. સુંદર મજાના સાઉન્ડ સીસ્ટમ સાથે એવોર્ડ વિનર પંકજભાઈ ભટ્ટના મ્યુઝીકલ ગ્રુપના સંગીતના સથવારે આ ગરબા યોજાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.