વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલના ત્રીજા દિવસની રમત સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં પ્લેન ડ્રેસ ની જે દુર્ઘટના બની તેના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ખેલાડીઓએ બ્લેક પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા.
ત્યારે ફાઇનલના ત્રીજા દિવસે સાઉથ આફ્રિકન અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા. ખેલાડીઓએ અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા લોકોની યાદમાં આવું કર્યું હતું. ત્રીજા દિવસે રમતની શરૂઆત પહેલા ખેલાડીઓ અને મેચ અધિકારીઓએ એક મિનિટનું મૌન પણ રાખ્યું હતું.
બીજી બાજુ ઇંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમ પણ કાળી પટ્ટી બાંધીને મેદાને ઉતરી હતી. અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં ભારતીય ખેલાડીઓએ આવું કર્યું હતું. જણાવી દઈએ કે, ભારતીય ટીમ અને ઇન્ડિયા અ વચ્ચે ઇન્ટ્રા સ્ક્વોડ મેચ બેકેનહેમ કાઉન્ટી ગ્રાઉન્ડ પર 13 જૂનથી શરૂ થઈ છે.