- ભાણવડના ઢેબર ગામમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો
- રમતા-રમતા બાળકોએ ટ્રેક્ટર ચાલુ કરી દેતા કૂવામાં ખાબક્યા
- દુર્ધટનમાં એક બાળકનું મો*ત નીપજ્યું અને એક બાળક ઇજાગ્રસ્ત થયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ભાણવડના ઢેબર ગામમાં વાડીમાં ટ્રેકટરમાં રમતા બાળકો ટ્રેક્ટર સાથે કૂવામાં ખાબક્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનમાં 13 વર્ષના એક બાળકનું મો*ત નિપજ્યું છે. જ્યારે એક બાળકને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઉપરાંત 13 વર્ષના ઈબ્રાહીમ હિંગોરાના મો*તથી ગામમાં શોકમો માહોલ જોવા મળ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાણવડ તાલુકાના ઢેબર ગામે વાડીમાં ટ્રેક્ટરમાં રમતા રમતા બે બાળકોએ ટ્રેક્ટર ચાલુ કરી દેતા ટ્રેક્ટર કૂવામાં ખાબક્યું હતું. આ દરમિયાન મૃ*ત*ક બાળકને પોસ્ટમોટર્મ અર્થે ભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ મામલતદાર સહિતના અધીકારીઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. આ ઉપરાંત 13 વર્ષીય ઈબ્રાહીમમામદ જુસબ હિંગોરાનું મો*ત થતા ગામમાં શોકનો માહોલ છવાયો છે.
ઢેબર ગામે વાડીમાં ટ્રેક્ટરમાં રમતા રમતા બની ઘટના
પ્રાપ્ત માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ઢેબર ગામમાં ખેતરમાં ટ્રેક્ટરમાં બાળકો રમતા હતાં. આ દરમિયાન રમત રમતમાં બાળકોએ ટ્રેક્ટર ચાલુ કરી દીધું હતું. આ ટ્રેક્ટર સીધુ જ કૂવામાં ખાબક્યું હતું. તેમજ બાળકો પણ ટ્રેક્ટર સાથે કૂવામાં ખાબક્યા હતાં. આ ઘટનામાં 13 વર્ષના ઈબ્રાહીમ હિંગોરા નામના બાળકનું મો*ત નિપજ્યું હતું. જ્યારે એક બાળકને સામાન્ય ઈજા પહોચી હતી.
બે બાળકોએ ટ્રેક્ટર ચાલુ કરી દેતા કૂવામાં ખાબક્યું
ઘટનાની જાણ થતાં જ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. આ ઉપરાંત ટ્રેક્ટર અને બાળકોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. મૃ*ત*ક બાળકના મૃ*તદે*હને પોસ્ટમોર્ટમ અર્થે ભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ 13 વર્ષના ઈબ્રાહીમ મામદ જુસબ હિંગોરા નામના બાળકનું મો*ત થતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ ફેલાયો હતો.