સરહદે ખડકલા કરી ‘ડાકલા’ વગાડતા ચીને અંતે ‘દાણા’ નાખ્યા

અબતક, રાજકોટ

હાલ માં હાલ… દે  દાણા દે. ડમ ડમ ધામ.  હે માં મને પાણી દે. જવાબ દે.. મને દાણા દે.. નો ભુવા ધુણવા ના અને ડાકલા વગાડવા ના માહોલથી ઘણા લોકો પરિચિત હશે અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચીને ડાક્લા વગાડી ને દાણા નાખી ભારત સામે જે નવું રૂપ ધારણ કરી સરહદ પર સૈનિકના ખડકલા કરી યુદ્ધનો માહોલ ઉભો કર્યા પછી જાણે કે ભારત સામે દાણા નાખવાનું વલણ અપનાવ્યું હોય તેમ સરહદે ખડકલા કરીને ડાકલા વગાડનારા ચીને ભારત સાથે ચર્ચા કરવાની તૈયારી બતાવી છે. ભારત અને ચીન આગામી દિવસો માં 14 રાઉન્ડની ઉચ્ચ સ્તરની ચર્ચા માટે 12મી જાન્યુઆરીએ ભેગા થઈ રહ્યા છે ,છેલ્લા 20 મહિના થી પૂર્વ લડાખ પર 50 હજાર સૈનિકો ના આઠ ખડકલાના ડાકલા અને યુદ્ધ જેવા માહોલમાં જ્યારે પરિસ્થિતિ અત્યંત સ્ફોટક અને પ્રવાહી બની ચૂકી હતી બંને તરફથી થોભો અને રાહ જુઓની પરિસ્થિતિ ઉભી થઈ હતી ગમે ત્યારે યુદ્ધ અને સરહદ પર તણાવ નો વિસ્ફોટ થાય તેવા અંદેશા ઊભા થયા હતા ત્યારે શુક્રવારે ચીને સામેથી સૈન્ય કક્ષાની તેરમાં રાઉન્ડની ઓક્ટોબરમાં ગોઠવાયેલી બેઠક બાદ હવે ફરીથી ચૌદમો રાઉન્ડ શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે.લેફ્ટનન્ટ જનરલ ગુપ્તા અને જિનપિંગ મિલેટ્રી હેડ યાંગ લિંગ વચ્ચે લડાખના બર્ફીલા માહોલ વચ્ચે મંત્રણાઓ થશે જીવ છેલ્લા ઘણા સમયથી સરહદ પર તંગદિલી વધારવાની પેરવી કરતું રહ્યું હતું અને 12મી મંત્રણા પછી લદ્દાખમાં એકાએક સેન્ટના જમાવડા સામે ભારતે પણ પોતાની શક્તિ અને સરહદ ઉપર કોઈપણ હિલચાલને પહોંચી વળવા માટે કવાયત સહિતની તૈયારીઓ કરી લીધી હતી. ત્યારે  ભુવા ધુણવ્યા અને ડાકલા વગાડ્યા પછી ચીનને ભારત સામે દાણા નાખીને હવે વાતચીત માટે ની તૈયારી દર્શાવી છે. ચીન માટે આગામી દિવસો માં યોજાનારા ઓલિમ્પિક યજમાન પદ પણ જરૂરી બન્યું છે ત્યારે ભારત અને રશિયા ના સમર્થન વગર આ શક્ય નથી આ દરમિયાન 3088 કિલોમીટર લાંબી ચીન અને ભારત વચ્ચેની એલોસી કંટ્રોલ પર કેટલાક ગામડાઓમાં જેમના પગ પર સારા સહિતની સમસ્યાઓ સામે ભારતે લાલ આંખ કરી છે અને ચીનની કોઈપણ હરકત ન ચલાવી લેવા અને અરુણાચલ પ્રદેશમાં ચીનના પ્રતિક્રમણ માટે અને તિબેટના મુદ્દે દિલ્હી એ લાલ આંખ કરતાં જ ને હવે મંત્રણાની તૈયારી દર્શાવી છે ત્યારે ભારત સામે દાણા નાખીને ચીન પોતાનું કેટલું ધાર્યું કરે છે તેના પર વિશ્વની મીટ મંડાયેલી છે.