Abtak Media Google News

કોકોનટ થિયેટરની છેલ્લા અઢી માસથી  ચાલી રહેલ ‘ચાય વાય અને રંગ મંચ’ શ્રેણીની  એકેડેમિક સેશન હાલ ચાલી રહી છે. જેમાં ગુજરાતી તખ્તાના હિન્દી ફિલ્મો ટીવી શ્રેણીના જાણીતા કલાકારો રોજ લાઈવ આવીને ઉગતા કલાકારોને માર્ગદર્શન આપી રહ્યા છે. સોશિયલ મીડીયાના માધ્યમથી દેશ વિદેશના ખૂણેખૂણેથી કલા રસિકો જોડાઈ રહ્યા છે.

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી

અબતક સોશિયલ મીડીયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું  લાઈવ પ્રસારણ માણો

કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં ગઈકાલે વિખ્યાત દિગ્દર્શક, નિર્માતા અને થિયેટર એજ્યુકેટર, એન.એસ.ડી.ના સ્નાતક  ભાર્ગવ ઠક્કર પધાર્યા જેમનો વિષય હતો ’કયતતયિ-સક્ષજ્ઞૂક્ષ ઝવયફિયિં ૠયક્ષશીત’ ભાર્ગવ ભાઈએ સેશનની શરૂઆતમાં જણાવ્યું કે પ્રથમ અહીં કેમ જોડાવું એની દ્વિધા હતી પણ રંગકર્મી તરીકે અમુક વાતો પ્રેક્ષકોને કહેવાય તો સારું એમ કહેતા એમણે ચિત્રલેખા સ્પર્ધામાં જજ તરીકે સળંગ એકવીસ દિવસમાં એકવીસ નાટકો જોયાનો અનુભવ યાદ કર્યો અને વિચાર્યું કે આપણા ગુજરાતી નાટકો ભારતના બીજા પ્રાંતના અને વિદેશના નાટકો સામે ક્યાં ઉણા ઉતરે છે? એનો ખૂબ વિચાર કરતાં જવાબ મળ્યો કે આપણા નાટકો ટેકનિકલી ક્ષેત્રે, લાઇટ ડિઝાઇન, કોસ્ચ્યુમ, સેટસ, આ બધી જગ્યાએ પાછા પડે છે.

આ વિચાર સાથેની લડાઈમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની મદદથી ગુજરાતમાં એક ડિઝાઈન વર્કશોપ કરવાનું નક્કી કર્યું. જેમાં પાંત્રીસ વિદ્યાર્થીઓ સાથે પંદર દિવસ નાટકનાં વિવિધ પાસા આ વર્કશોપ કર્યા. જેમાં લાઈટ, મેકઅપ, કોસ્ચ્યુમ, સાઉન્ડ ડિઝાઇન, પોસ્ટર ડિઝાઇન..માટે દિલ્હી થી પણ પ્રોફેસરો લેકચર માટે આવ્યા. આ વર્કશોપ કર્યાથી રંગમચ માટે કંઈક કર્યાનો સંતોષ મળ્યો. 2018 માં જેટર ઓલમ્પિક વખતે પંદર નાટકોનું આયોજન કરવાનો અવસર મળ્યો જેની અંદર ઘણી એવી પ્રવૃત્તિઓ શામેલ કરી, જેનાથી નાટક પ્રેક્ષકોના મન સુધી પહોંચે એ પ્રવૃત્તિઓ આજે પણ પ્રેક્ષકો યાદ કરે છે.

મૂળ વિષય પર વાત કરતા ભાર્ગવ ભાઈએ એમના ગુરુતુલ્ય દાદા જેમણે રંગભૂમિના અનેક નામવંત દિગ્ગજો સાથે કાર્ય કર્યું હતું. એવા ગોવર્ધન પંચાલ વિશે માહિતી આપી. જેમને ભવાઈનો શોખ હતો. ભવાયા પ્રત્યે પ્રેમ આદર હતો, ભાર્ગવભાઈ એ પંચાલ વિશે ઘણી ઝીણી માહિતીઓ પ્રેક્ષકો અને રંગકર્મીઓ સાથે શેર કરી જે આપે ખાસ સાભળવા જેવી છે અને નાટ્યશાસ્ત્ર પદ્ધતિથી તૈયાર થયેલા સંસ્કૃત એકાંકી “દુતવાક્યમ” નાટક કે જે ખૂબ વખણાયું હતું એની વિશે વિગત વાર વાતો કરી. સાથે હોલીવુડનાં દિગ્દર્શક રિચર્ડ એડનબરો અને કલાકાર બેન કીન્ગ્સ્લેની જગવિખ્યાત ફિલ્મ ગાંધી માં ગોવર્ધન પંચાલ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તે વિશેની ખૂબ જ રસપ્રદ માહિતી શેર કરી હતી.

ખુબ મજાની જાણકારી આજે ભાર્ગવ ભાઈ પાસેથી આજે મળી, એમની દરેક માહિતી કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર ઉપલબ્ધ છે. વાતોને વાગોળતા ઈમોશનલ થઇ ગયેલા ભાર્ગવ ભાઈએ પ્રેક્ષકો અને ફેન્સનાં લાઈવ સવાલ જવાબ આપ્યા. જે આપ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર જોઈ શકશો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં રુચિ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.

આજે છેલ્લા 6 દાયકાથી રંગભૂમિ સાથે જોડાયેલ કલાકાર સોમેશ્વર ગોહેલ

Facebook 1624292226379 6812775382271980946

‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં આજે સાંજે 6 વાગે  કોકોનટ થિયેટર અને અબતકનાં ફેસબુક પેઈજ ઉપર  ગુજરાતી નાટ્યકલા ક્ષેત્રે છેલ્લા67 વર્ષથી કાર્યરત એવા  કલાકાર સોમેશ્ર્વર ગોહેલ નાટ્ય ડિરેકશનની વિવિધ  ચચા અનુભવો શેર કરશે ગુજરાત કોલેજ નાટ્ય વિભાગના  પૂર્વ અધ્યક્ષ સાથે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી નો ગૌરવ પુરસ્કાર પણ સોમેશ્ર્વરભાઈને મળેલ છે. અખીલ ભારતીય બહુભાષી નાટ્ય પ્રતિયોગિતામાં પંજાબ રાજય દ્વારા તેમનું સન્માન કરાયુ હતુ. તેઓ નાટ્યકાર-શિક્ષક દિગ્રતદર્શક અને કલાકાર એમ ગુજરાતી રંગભૂમિના વિવિધ પાસાઓમાં મહારથ ધરાવે છે. ગુજરાતી રંગ ભૂમિને  જીવંત રાખવા તેમના વિવિધ  પ્રયાસો સરાહનીય છે. તેમના માર્ગદર્શન તળે ઘણા કલાકારોએ પ્રગતિ કરીને નામના મેળવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.