નાટ્ય જગતના પ્રસિધ્ધ લેખક વિનોદ સરવૈયા લિખિત નાટક “ભાભુ રિટાયર થાય છે “

bhabhu retired
bhabhu retired

મુંબઇ નાટ્ય જગતના પ્રસિધ્ધ લેખક વિનોદ સરવૈયા લિખિત નાટક “ભાભુ રિટાયર થાય છે તાજેતરમાં રાજકોટના પ્રસિધ્ધ નાટ્ય દિગ્દર્શક નયનભટ્ટ દ્વારા રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે રજૂ થયું.

નાટ્ય જગતમાં સર્જનમાં લેખન-નિર્માણ અને રોકાણથી માંડીને રજૂઆત સુધીમાં વર્તમાન સમય માં ચાલતી ગેરરીતીઓનું કટાક્ષમય હાસ્યની છોલો ઉડાડતું સર્જન નિર્માત્રી મૃણાસિની ભટ્ટ દ્વારા આહાર ઇવેન્ટસના બેનર તમે રાજકોટમાં રજૂ થયું . લગભગ ૨૩ કલાકારોના મસમોટા કાફલાને રીહર્સલથી શરુ કરી શો સુધી એક સૂત્રો બાંધી રાખવાની ભગીરથ કામગીરી એ જ દિગ્દર્શક નયન ભટ્ટની સફળતા…

આવા પ્રયોગાત્મક છતાં વિચારપ્રેરક નાટકને પણ મનોરંજન નાટ્ય રસિક પ્રેક્ષકોની દાદ મેળવી અને વ્યાવસાયિક ધોરણે એક પછી એક શો કરવાએ રાજકોટની નાટ્ય પ્રવૃતિ માટે આવનારા ઉજળા ભવિષ્યના એંધાણ છે.